કોંગ્રેસમાં ટીકીટ આપવા સાતવ પર દબાણ

રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ગુજરાતની ચાર સીટોમાંથી ત્રણ સીટો જીતવે માટે ભાજપ દ્વારા કોંગ્રેસેનાં ધારાસભ્યોને તોડવા માટેની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો ગુજરાત કોંગ્રેસમાંથી જ્ઞાતિને આધારે રાજ્યસભાની ટિકિટ આપવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેવામાં આ તમામ પ્રકારનાં દબાણને કારણે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ બરાબરનાં અકળાયા છે. અને સુત્રોના જણાવ્યા પ્રમાણે તેઓએ જે ધારાસભ્યને કોંગ્રેસ છોડીને જવું હોય તેને જવા દેવા માટે નિર્ણય કર્યો છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસનાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસમાં ચાલતી દબાણની રાજનીતિથી પ્રભારી રાજીવ સાતવ અકળાયા હોવાની વાત બહાર આવી છે. જ્ઞાતિ આધારિત દબાણની રાજનીતિને તાબે ન થવા માટે પ્રભારી સાતવે નિર્ણય કર્યો છે. ચારે બાજુના દબાણોથી કંટાળેલા પ્રભારી સાતવે નિર્ણય કર્યાની માહિતી મળી રહી છે.
કોંગ્રેસના કોઈ MLA પક્ષ છોડવા ઈચ્છતા હોય તો તેમને ન રોકવાનો નિર્ણય પ્રભારી રાજીવ સાતવે કરી છે. મનથી કોંગ્રેસ સાથે જોડાયેલાં ન હોય તેવા લોકોને ન રોકવાની સૂચના રાજીવ સાતવે આપી છે. ભંગાણ થશે તો કોંગ્રેસ ભૂતકાળ કરતાં વધુ મજબૂત થશે તેવું પ્રભારી રાજીવ સાતવનું મંતવ્ય છે. રાજ્યસભાની ચૂંટણી સમયે પ્રભારી રાજીવ સાતવે આકરું વલણ દાખવતાં ગુજરાત કોંગ્રેસમાં પણ ચર્ચાઓ ઉઠવા લાગી છે.