દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ ઘોષણાપત્ર જારી કરી કહ્યું કે ૩૦૦ યુનિટ વિજળી ફ્રી આપશે. ૩૦૦થી ૪૦૦ યુનિટ ખર્ચ થવાની સ્થિતિમાં ૫૦ ટકા, ૪૦૦થી ૫૦૦ યુનિટ પર ૩૦ ટકા જ્યારે ૫૦૦થી ૬૦૦ યુનિટ ખર્ચ થવા પર ૨૫ ટકાની છુટ આપવામાં આવશે. કોંગ્રેસે યુવા સ્વાભિમાન યોજના લાગૂ કરવાની વાત કરી છે.
સરકારી નોકરીમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવા, ૨૦,૦૦૦ લીટરથી ઓછા પાણી ખર્ચ પર ૩૦ પૈસા પ્રતિલીટરના હિસાબથી કેસબેક જેવા પોતાના વચનની જાહેરાત કરી છે. આ ઉપરાંત કોંગ્રેસે વચન આપ્યું છે કે, જા તેની પાર્ટી સત્તામાં આવશે તો એનપીઆર અને એનઆરસીને લાગૂ કરવામાં આવશે નહીં.
દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સુભાષ ચોપડા, અજય માંકન અને આનંદ શર્માએ કોંગ્રેસ તરફથી ચૂંટણી ઘોષણાપત્ર જારી કરીને વચન આપ્યા હતા.
ઘોષણાપત્રમાં ટ્રાન્સઝેન્ડર માટે શીલા પેન્શન યોજના હેઠળ ૫૦૦૦ રૂપિયા પ્રતિ મહિના ભથ્થું આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ગ્રેજ્યુએટ યુવાનોને પાંચ હજાર અને પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાનોને ૭૫૦૦ રૂપિયા બેરોજગારી ભથ્થુ આપવાની પણ જાહેરાત કરી છે.
૧૦૦ ઈન્દિરા કેન્ટીન ખોલવામાં આવશે. દિલ્હીની પ્રજાને વચન આપવામાં આવ્યું છે કે, જે લોકોની નોકરી જતી રહી છે તે લોકોને તેમની સરકાર બન્યા બાદ પાંચ હજારનું વળતર આપવામાં આવશે.
બીપીએલ ક્વોટાવાળા પરિવારના એક સભ્યને સ્ટાર્ટઅપ માટે ૨૫ લાખ રૂપિયાની મદદ કરવામાં આવશે.