લશ્કરી જવાનોએ એક મહિનાનો રૂ.500 કરોડ પગાર વડાપ્રધાનને આપી દીધો, કેમ ?

સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓ PM-CARES ભંડોળમાં તેમનો એક દિવસનો પગાર દાન પેટે આપશે
રૂ. 500 કરોડનું દાન થવાની અપેક્ષા
નવી દિલ્હી, તા. 29-03-2020

કોવિડ-19 સામેની લડાઇ માટે PM-CARES ભંડોળમાં સંરક્ષણ મંત્રાલયના કર્મચારીઓનો એક દિવસનો પગાર દાન પેટે આપવા માટેની દરખાસ્તને કેન્દ્રીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહે મંજૂરી આપી છે. આના કારણે આર્મી, નૌકાદળ, વાયુસેના, સંરક્ષણ PSU અને અન્ય વિભાગો સહિત સંરક્ષણ મંત્રાલયની વિવિધ પાંખોનું અંદાજે કુલ રૂ. 500 કરોડનું આર્થિક યોગદાન થવાની અપેક્ષા છે.
કર્મચારીઓનું આ યોગદાન સ્વૈચ્છિક છે અને જેમને ઇચ્છા ન હોય તેમને આ દાન આપવાથી બાકાત રાખવામાં આવશે.