Controversy between son, father and Narendra Modi
દિલીપ પટેલ
અમદાવાદ, 30 જુલાઈ 2024
સોશિયલ મીડિયા સેલના પ્રદેશ કન્વીનર પદેથી સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલને મુદત પૂરી થાય તે પહેલાં હાંકી કઢાયા હતા.
સિદ્ધાર્થ પ્રફુલ્લ પટેલે તાજેતરમાં શામળાજી મંદિરના મેનેજર સાથે અત્યંત ઉદ્ધત વર્તન કર્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે ગુજરાતનાં પૂર્વ ગૃહ પ્રધાન અને હાલ દીવ,દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક તરીકે 7 વર્ષથી ફરજ બજાવતા પ્રફુલ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ શામળાજી ટ્રસ્ટના જુનિયર ટ્રસ્ટી છે. શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મયંક નાયકની રાજ્યસભાના ભાજપાના સભ્ય છે.
ત્રિલોકી નાથ મંદિરની દાન, ભેટની રકમ ખજાનચી મુકેશ પ્રમોદરાય ત્રિવેદી અને ટ્રસ્ટીઓએ ઘરભેગી કરી દીધી હોવાનું કહેવાય છે.
સિદ્ધાર્થે પોતાના દાદીમા સ્મરણાર્થે શામળાજીમાં રાજોપચારી પૂજા લખાવી હતી. મંદિરના મેનેજર શૈલેષ શુક્લ પૂજાની વિગતો નોટિસ બોર્ડ પર લખવાનું ભૂલી ગયા હતા. અપમાનિત કર્યા હતા. ટ્રસ્ટના વાઇસ ચેરમેન રણવીરસિંહ ડાભી માટે પણ શબ્દો ઉચ્ચાર્યા હતા.
સ્વભાવ બાબતમાં સિદ્ધાર્થના પિતા પ્રફુલ્લ પટેલનાં સીધી લીટીના વારસ છે. પિતા અને પુત્ર કાયમ વિવાદી રહ્યાં છે.
બન્નેના વિવાદો શું છે તે સમજવું જરૂરી છે.
રાજકારણી
સિદ્ધાર્થ પી પટેલ ગુજરાત ભાજપના સોશિયલ મીડિયાના ભૂતપૂર્વ કન્વીનર છે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ સિદ્ધાર્થ સંભાળતા હતા. તેઓ પછીથી સી આર પાટીલની સાથે જોડાયા હતા. પી. પટેલના એકમાત્ર પુત્ર સિદ્ધાર્થ છે. વિદેશમાં એન્જિનિયર થયા છે. પારિવારિક વ્યવસાયમાં જોડાતા પહેલા, તેમણે ભારતની અગ્રણી IT કંપનીમાં કામ કર્યું હતું.
બાલમંદિરથી લઈને આર્ટ્સ એન્ડ કોમર્સ, ફાર્મસી, લો સહિતની કોલેજની શૈક્ષણિક કામ કરતાં હિંમતનગર કેળવણી મંડળમાં સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલને નિયપક્તિ આપવામાં આવી હતી.
શામળાજી મંદિરના ટ્રસ્ટી
હિંમતનગર વિધાનસભા બેઠક પર પ્રફુલ્લ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીમાં ઉણેદવાર તરાકીનું નામ 2019માં ફેસબુક પર પોસ્ટ મૂકીને ખોટી અફવા ફેલાવવામાં આવી હતી.
પ્રફુલ
પ્રફુલ્લ ખોડા પટેલ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ અને લક્ષદ્વીપના બિન ચૂંટાયેલા પ્રશાસક છે.
દિલીપ પટેલના સચિવ
કેશુભાઈ પટેલની સરકારમાં તેઓ નર્મદા વિકાસ રાજ્ય પ્રધાન અને આણંદના પૂર્વ ધારાસભ્ય દિલીપ પટેલના ખાનગી સચિવ હતા. એન્જિનિયરિંગમાં ડિપ્લોમા ધરાવતા પટેલે જાહેર બાંધકામ વિભાગમાં પણ નોકરી કરી હતી.
રાજકીય કારકિર્દી
2007ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હિંમતનગર મતવિસ્તારમાં જીત્યા હતા. પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને 2010થી 2012ની વિધાનસભાની ચૂંટણી સુધી ગૃહ રાજ્ય પ્રધાન હતા.
21 ઓગસ્ટ 2010થી નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય પ્રધાન હતા.
અમિત શાહનું નામ સોહરાબુદ્દીન શેખ હત્યા કાંડમાં નામ આવતા તેમણે રાજીનામું આપતા તેમના સ્થાને પ્રફુલ પટેલને મોદીએ ગૃહ રાજ્ય પ્રધાન બનાવી અમિત શાહના તમામ ખાતા આપ્યા હતા.
મોદીને મદદ
કેશુભાઈની સરકારની ગુપ્ત વિગતો તેઓ મોદીને આવતા હતા. જ્યારે મોદીને ગુજરાત બહારથી કેશુભાઈ, કાશીરામ રાણા, રાજેન્દ્રસિંહ રાણા અને સુરેશ મહેતા સહિત ભાજપના અનેક નેતાઓએ મોદીને ગુજરાતમાંથી હાંકી કાઢવા માટે બાજપાઈ અને અડવાણીને કર્યું હતું. મોદી દિલ્હીમાં કાઢી મુકાયા ત્યારે પી. પટેલે મોદીને ઘણી મદદ કરી હતી. તેનો બદલો મોદી આજ સુધી આપતા રહ્યા છે.
મોદીની મંજૂરી વિના કોઈ નિર્ણય લેતા નથી.
પટેલને મોદીનું સમર્થન છે તે સ્પષ્ટ છે. મોદી તેમના ઘરે વારંવાર આવતા હતા. પટેલ મોદીના વિશ્વાસુ સહાયકોમાંના એક છે. તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પણ નજીકના છે. શંકરસિંહ વાઘેલાના બળવાને કારણે જ્યારે તે સમયના મહામંત્રી મોદીને રાજ્યમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. ત્યારે પી પટેલે મદદ કરી હતી. તેમના પ્રવાસ દરમિયાન અમદાવાદમાં તેમના રોકાણની કાળજી લીધી હતી. સંસ્કારધામમાં મોદી સાથે ગુપ્ત બેઠક કરતા હતા. જ્યારે હરેન પંડ્યા મોદીની જાસૂસી કરાવડાવતા હતા.
પોલીસનો વિવાદ
એક મંત્રી તરીકે, તેઓ મીટિંગ દરમિયાન પોલીસ મહાનિર્દેશક પ્રત્યે પણ અનાદર કરવા માટે જાણીતા છે. પટેલ મીડિયા ફ્રેન્ડલી નથી; રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેઓ ભાગ્યે જ કોઈ પત્રકાર પરિષદને સંબોધતા. તેઓ ક્યારેય પત્રકારોને સાચી વિગતો ગૃહ રાજ્ય પ્રધાન તરીકે આપતા ન હતા. મોદીની પ્રતિકૃતિ તેઓ છે.
પ્રફુલ્લ પટેલ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. રાજકીય કારકિર્દી ટૂંકી થઈ ગઈ હતી.
ઉમતા ગામ
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઉમતા ગામના વતની, પટેલ પરિવાર બાંધકામનો વ્યવસાય ધરાવે છે. તેમનો હિંમતનગરમાં બંગલો છે. કડવા પાટીદાર પેટાજાતિના છે. તેમનો ઘમંડી સ્વભાવના કારણે તેમની વિરુદ્ધ લોકોએ કામ કરવાનું ચાલુ રાખ્યું હતું.
સંઘ
પટેલના પિતા ખોડા રણછોડ પટેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા હતા અને નરેન્દ્ર મોદી ઘણીવાર તેમની મુલાકાત લેતા હતા.
દીવ દમણમાં સત્તા અધિકારી
મોદીએ 2016માં પટેલને દમણ અને દીવના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા. જેના થોડા સમય બાદ તેમને દાદરા અને નગર હવેલીના પ્રશાસક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
પ્રફુલ્લ પટેલ કેન્દ્રશાસિત પ્રદેશોના ઈતિહાસમાં પ્રથમ રાજકીય રીતે નિયુક્ત થયેલા પ્રથમ વહીવટકર્તા હતા. અગાઉ ભારતીય વહીવટી સેવાના અધિકારીઓને કામ આપાતું હતું. 26 જાન્યુઆરી 2020માં દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવનું વિલીનીકરણ કરાયું હતું. 5 ડિસેમ્બર 2020થી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના પ્રશાસક તરીકે મોદીએ નિયુક્ત કર્યા હતા.
વિવાદ
10 એપ્રિલ 2019 ના રોજ, ભારતના ચૂંટણી પંચે પ્રફુલ કે પટેલને નોટિસ આપી હતી. તેઓ લોકોના પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951 ની જોગવાઈઓનું ઉલ્લંઘન કરી રહ્યાં હતા. પ્રફુલ પટેલે ચૂંટણી અધિકારીઓને સીધા જ સૂચના આપવા માટે બોલાવ્યા હતા.
મોહનભાઈ સંજીભાઈ ડેલકરને આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતી કાર્યવાહી માટે નોટિસ મોકલી ત્યારે પટેલ તરફથી હસ્તક્ષેપ થયો. પ્રફુલ્લ પટેલે ગોપીનાથને નોટિસ જારી કરીને બદલો લીધો, જેને ચૂંટણી પંચના અધિકારીઓએ રાજકીય બદલો લેવાનું કૃત્ય ગણાવ્યું હતું.
2019 દમણના આદિવાસીઓની જમીન સાફ કરવા સામે વિરોધ
મોતી દમણ લાઇટહાઉસથી જામપોર બીચ સુધીનો 700 મીટરનો સુંદર દરિયા કિનારો છે. અહીં પેઢીઓથી રહેતા આદિવાસી માછીમારો તેમજ યુકેના લેસ્ટરમાં રહેતા NRIની માલિકી છે. છતાં 2018માં તેમના મકાનો તોડીને જમીન જપ્ત કરી હતી. બુલડોઝર આવી ગયા અને દમણમાં વિરોધ ફાટી નીકળ્યો. જેમાં શાળાઓને જલમાં ફેરવીને કેદ કરવામાં આવ્યા હતા.
મોહન ડેલકરની આત્મહત્યા
આદિવાસી અધિકાર માટે લડતા લોકસભાના ભાજપના સાંસદ મોહનભાઈ સંજીભાઈ ડેલકર હતા. તેમણે 22 ફેબ્રુઆરી 2021ના રોજ મુંબઈમાં હોટલ સી ગ્રીનમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. 15 પાનાની સુસાઈડ નોટમાં અપમાન, અન્યાય અને પક્ષપાત કરવા માટે પ્રફૂટ પટેલના કારણે આત્મહત્યા કરી રહ્યાં હોવાનું લખ્યું હતું. છતાં પ્રફુલ પટેલને દિલ્હીના તેના રાજકીય ગોડફાધરે બચાવી લીધા હતા. ન્યાયને દરિયામાં ફેંકી દીધો હતો. કલમ 306 (આત્મહત્યાની ઉશ્કેરણી), 389 (એક વ્યક્તિને ગેરવસૂલી કરવા માટે ગુનાનો આરોપ લાગવાના ભયમાં મૂકવો) અને 506 (ગુનાહિત ધમકી) હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. પણ કંઈ ન થયું.
5 જુલાઈ 2020 ના રોજ, ડેલકરે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેણે લોકસભાના સાંસદ તરીકે રાજીનામું આપવાની ધમકી આપી હતી. કારણ કે સ્થાનિક વહીવટીતંત્ર તેની જાસૂસી કરવા પીછો કરી રહ્યું હતું. ત્યારબાદ 19 સપ્ટેમ્બરના રોજ સંસદમાં તેણે દુર્વ્યવહારનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમના અધિકારો છીનવી લેવામાં આવ્યા હોવાનું તેમણે જાહેર કર્યું હતું.
પ્રફુલ પટેલ, દમણના કલેક્ટર સંદીપ કુમાર સિંઘ, ભૂતપૂર્વ પોલીસ અધિક્ષક શરદ દરાડે અને ભાજપ નેતા ફતેહ સિંહ વી ચૌહાણ સહિત કેટલાક રાજકારણીઓ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ, 1989ની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
જેમની પાસે જમીન પચાવી પાડવાના વિવાદોનો ઇતિહાસ છે. ડેલકરના પુત્ર અભિનવ ડેલકરને ₹25 કરોડ (US$3.0 મિલિયન) ચૂકવવાની ધમકી આપી હતી અથવા તેને PASA કાયદા હેઠળ ફસાવી દેવા ધમકી આપવામાં આવી હતી.
કોણ જવાબદાર
મોહન ડેલકર ભાજપની સામે થયા હતા. નરેન્દ્ર મોદીની સરકારની તેઓ આકરી ટીકા સંસદમાં કરી રહ્યા હતા. તેમને પરેશાન કરવા માટે દિલ્હીથી આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓ તેમની સાથે બેહુદુ વર્તન કરતાં હતા. ભાજપ, આઈએએસ, આઈપીએસ, દિલ્હીના નેતાઓ, ગુંડાઓ પરેશાન કરી રહ્યા હોવાના તેમણે વિડિયોમાં કહ્યું હતુ.
દાદરા અને નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમણે જનતા દળ યુનાઈટેડ (JDU)ને સમર્થન આપ્યું હતું. જે કારણે ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો. તેઓએ ભાજપને ટેકો આપેલો પણ ભાજપ અહીં સતત હારતો હોવાથી ભાજપને પસંદ ન હતું. તેથી તેમની સામે અનેક પોલીસ કેસ કરવામાં આવ્યા હતા. ભાજપના નેતાઓએ તેમને પરેશાન કરવાના આદેશો કરાયા હતા.
સમર્થનોને જેલમાં મોકલવાના આદેશો હતા.
દાદરા અને નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન સાંજીભાઈ ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈના મરીન ડ્રાઇવ ખાતેની એક હોટલમાં મળી આવ્યો હતો.
નોંધનીય છે કે 58 વર્ષીય મોહનભાઈ ડેલકર સાત વખત લોકસભાના સાંસદ રહી ચૂક્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાની જાણ થતાં પહોંચી હતી.
તેઓ દાદરા અને નગર હવેલીના આદિવાસી સમાજમાં ખૂબ જ ખ્યાતિ પ્રાપ્ત આગેવાન હતા. સાથે જ તેઓ આદિવાસી વિકાસ સંગઠન, દાદરા અને નગર હવેલીના વર્ષ 1985થી પ્રમુખ હતા.
આદિવાસીઓ માટે સારૂં કામ કર્યું હતું.
200 વર્ષ સુધી પોર્ટુગીઝોના શાસનમાં રહેલા દાદરા અને નગર હવેલીના સ્વાતંત્ર્યમાં મોહન ડેલકરના પિતા સાંજીભાઈ રૂપજીભાઈ ડેલકરે ભાગ ભજવ્યો હતો. તેઓ વર્ષ 1961થી બે ટર્મ સુધી પ્રદેશના સાંસદ તરીકે લોકસભામાં રહ્યા હતા. તેઓ પ્રદેશના પ્રથમ લોકસભા સાંસદ બન્યા હતા. પિતા સાંજીભાઈ ડેલકરે પણ સ્થાનિક આદિવાસીઓનો અવાજ સંસદમાં બુલંદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 1986-87માં સ્થાનિક લેબર યુનિયન બનાવી તેના પ્રમુખપદે રહી તેમણે પોતાના જાહેર જીવનની શરૂઆત કરી હતી. દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા.
તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણીમાં વિજય થયો હતો. પછી સતત 5 વખત ચૂંટાયા હતા. 10મી લોકસભાના કાર્યકાળ દરમિયાન કોંગ્રેસ પક્ષમાંથી ચુંટાઈ આવ્યા હતા.
11 લોકસભામાં ડેલકર અપક્ષ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા. 12મીં લોકસભાના કાર્યકાળ દરમિયાન તેઓ ભારતીય જનતા પક્ષના સાંસદ તરીકે દાદરા અને નગર હવેલી બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા.
14મી લોકસભા વખતે પોતાનો રાજકીય પક્ષ ભારતીય નવશક્તિ પાર્ટીની સ્થાપના કરી અને વર્ષ 2004માં ફરીથી સાંસદ તરીકે સંસદ ભવન પહોંચ્યા.
2009 અને 2014માં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે ભાજપના ઉમેદવાર નટુભાઈ પટેલ સામે હારી ગયા હતા.
2019માં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈને સાતમી વખત ચૂંટાયા હતા. 2019માં ભાજપના વડપણવાળા ગઠબંધન નેશનલ ડેમોક્રેટિક અલાઇન્સ (NDA)ને સમર્થન આપ્યું હતું.
તેમાં કોઈ દુશ્મન નહોતું. લોકપ્રિય નેતા તરીકેની તેમની છબીની સાથે તેઓ અજાતશત્રુ નેતા પણ હતા. તેમના રાજકીય પ્રતિદ્વંદ્વી પણ તેમના માટે હંમેશાં માનની લાગણી જાળવી રાખી છે.
લક્ષદ્વીપ બચાવો
પ્રફુલ પટેલને લક્ષદ્વીપના વહીવટકર્તા તરીકે મોદીએ નિયુક્ત કર્યા હતા.
પશુપાલન વિભાગ દ્વારા સંચાલિત ટાપુઓ પરના તમામ ડેરી ફાર્મને બંધ કરી દીધા હતા. પશુઓની હરાજી કરવામાં આવી હતી. ગુજરાત સ્થિત અમૂલ પાસેથી આયાત કરવામાં આવી હતી.
શાળાના મધ્યાહન ભોજન યોજનામાંથી બીફ અને માંસ પર પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. સ્થાનિકોએ વહીવટીતંત્ર પર હિંદુત્વનો એજન્ડા લાગુ કરવાનો આરોપ મૂક્યો હતો. માછીમારોના કોસ્ટલ શેડને પણ તોડી પાડ્યા હતા.
લક્ષદ્વીપમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક સ્થાનિક સભ્યોએ પણ પટેલની નીતિઓ સામે તેમની ટીકા કરી હતી.
ફેબ્રુઆરી 2023 દમણમાં કેથોલિક સમુદાયના 400 વર્ષ જૂના પૂજા સ્થળ ચેપલને તોડી પડવા કામ શરૂ કર્યું હતું. અહીં પ્રફુલ પટેલ ફૂટબોલ મેદાનમાં ફેરવવા માંગતા હતા.
પટેલ તેમની તમામ પોસ્ટિંગમાં વિવાદાસ્પદ રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન, દાદરા અને નગર હવેલીના કલેક્ટર કન્નન ગોપીનાથને આરોપ લગાવ્યો હતો કે પટેલે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતી સૂચનાઓ જારી કરી હતી.