અમદાવાદના આનંદનગરમાં અમેરિકાથી પરત ફરેલી યુવતિ નીયોમીને કોરોના, કુલ 5 કેસ

યુવતિના નમુના ફરી વખત ચકાસણી માટે પુના મોકલાયા

વડોદરા, રાજકોટ, સુરતમાં એક અને અમદાવાદમાં 2 મળીને 5 વયસર જાહેર છે.

અમદાવાદ: ગુજરાતમાં રાજકોટ, સુરત બાદ અમદાવાદમાં કોરોનાના હોવાની શક્યતા છે. 19 માર્ચ 2020એ કોરોનાના બે કેસ નોંધાયા બાદ 20 માર્ચ 2020માં અમદાવાદમાં એક કેસ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. આનંદનગર વિસ્તારમાં રહેતી અને અમેરિકાથી પરત ફરેલી યુવતિમાં કોરોનાના લક્ષણ દેખાતા તેને એસવીપીના ખાસ વોર્ડમાં ખસેડવામાં આવી છે. તેનો અમદાવાદની લેબમાં પોઝેટીવ કેસ આવ્યો હતો. તેના નમુના ફરી વખત પુનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

અમર પેલેસ બંગ્લોઝમાં રહેતી નીયોમી શાહ નામની 21 વર્ષની યુવતિ 21 મી જાન્યુઆરીએ ન્યુયોર્ક ભણવા માટે ગઈ હતી અને ત્યારબાદ 13 મીના રોજ તે ન્યુયોર્કથી અમદાવાદ પરત ફરી હતી 14મીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેને તેના ઘરમાં જ આઈસોલટે રાખવામાં આવી હતી.

મ્યુનિસિપલ અને સરકારી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે. વિદેશથી આવેલા તમામ પ્રવાસીઓનું થર્મલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહયું છે. તમામના નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે પરંતુ 11 પ્રવાસીઓનો કોઈ પત્તો નહી મળતા રાજયભરમાં આ તમામ પ્રવાસીઓની શોધખોળ ચાલી રહી છે. તમામ પ્રવાસીઓને 15 દિવસ સુધી ઘરની બહાર નહીં નીકળવાની તાકિદ કરવામાં આવી છે.

કોરોનાને લઈને સુરતમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં મક્કાથી પરત ફરેલા એક વ્યક્તિ ને શંકાસ્પદ કેસ સિવિલના અલગ ઉભા કરેલા વોર્ડમાં રાખવામાં આવ્યા છે. કોર્પોરેશને ફન વર્લ્ડ , બગીચાઓ અને જિમ બંધ કરવાનો નિર્ણય લીધો છે.