30 હજાર યુવક-યુવતીઓના લગ્ન કોરોનાએ કોરા રાખ્યા, થયા હોત તો પણ દૂર રહેવું પડત

અમદાવાદ, 25 એપ્રિલ 2020

લગ્ન માટે વણજોયું મુહૂર્ત અખાત્રીજના દિવસે 7થી 8 હજાર લગ્ન થવાના હતા. કોરોના વાયસરના એક મહિનામાં બીજા એટલાં જ લગ્ન બંધ રહેતાં 15 હજાર કન્યા અને કુમાર બન્ને પક્ષે સપના રોળાયા છે. હવે ઓનલાઈન લગ્ન થઈ રહ્યાં છે.

2012માં અખાત્રીજના દિવસે 5 હજાર લગ્ન નોંધાયા હતા. હવે તે 8 વર્ષ પછી 8 હજાર આસપાસ થયા છે. રૂ.1 હજાર કરોડથી રૂ.3 હજાર કરોડનું લગ્નનું ટર્નઓવર ઠપ્પ થઈ ગયું છે.

કરેદ જિલ્લામાં સરેરાશ 200થી 400 જેટલાં લોકો લગ્નના ધંધા સાથે જોડાયેલા છે. જેમાં ગોર મહારાજ,  કેટરિંગ, સોની. કાપડ, પાર્ટી પ્લોટ, હોલ, સમાજવાડી, ઓરકેસ્ટ્રા, ફોટોગ્રાફર, બ્રાહ્મણ, ફૂલવાળા, કાપડ ઉદ્યોગ, ભાડાના કપડાં, ઢોલી, કંકોત્રી, આંગડીયા, વાહનો સાથે જોડાયેલા લોકોના ધંધાની અને રોજગારની હાલત કફોડી બની ગઈ છે.

લગ્ન થયા હોત તો પણ હનીમુન મનાવવા બહાર જઈ શકે તેમ નથી. સોશીયલ ડિસ્ટન્સીંગ રાખવું પડત. આમ એકંદર લગ્ન ન થયા તે તેમના માટે સારું માનવામાં આવે છે.

જેઓ સોશિયલ મિડિયા દ્વારા લગ્ન કરવાના  છે, તેઓ કોરોના ટેસ્ટ કરાવવાનો આગ્રહ રાખતાં હોવાનું કેટલાંક પ્રસંગમાં જોવા મળ્યું છે. લગ્ન મૂહુર્ત તો માત્ર ભારત કે હિંદુમાં જોવા મળે છે. વિશ્વના 100 દેશોમાં તો મૂહુર્ત જ નથી હોતા. છતાં ત્યાં પણ લગ્ન અટકી ગયા છે.