સુરતમાં કોરોનાના ભયને કારણે લોકોએ શિક્ષિકા વ્યારાની રહેવાસી રાધા ગામિતને માનવ વસાહતમાંથી હાંકી કાઢી મૂકી છે. કોરોનાના કપરા સમયમાં શિક્ષિકા વ્યારાથી સુરત લોકસેવા કરવા માટે આવી હતી. પણ તેને અઠવાલાઈન્સની સોસાયટીમાંથી જાકારો મળ્યો છે. ભયને કારણે લોકોએ ઘરની બહાર કઢાવી હતી. અઢી મહિનાના બાળક સાથે મહિલા ઘરમાં રહેવા કરગરતી રહી પણ કોઈ એકનું બે ન થયું.
શિક્ષિકાએ એક શાળામાં આશરો લેવો પડ્યો હતો. પોલીસે આવા લોકો સામે કોઈ પ્રકારના પગલાં લીધા નથી. વ્યારાની રહેવાસી રાધા ગામિત શિક્ષણ સમિતિની શાળા નં.2માં ફરજ બજાવે છે. 31 મી માર્ચે અઠવાલાઈન્સના ઓલપાડ વિસ્તારમાં ફ્લેટ ભાડે લીધો હતો. તે વ્યારાથી આવી હતી તેને લઈને સોસાયટીના લોકોએ ઘર ખાલી કરાવ્યું હતું. પણ રાધાએ ના પાડતા હંગામો થયો હતો. શિક્ષિકાના માતા-પિતાએ લોકોને હાથજોડીને સમજાવતા હતા. કોરોનાને લઈને કોઈને પણ સોસાયટીમાં રહેવા દેવા માંગતા નથી. આ કેસમાં પોલીસના પ્રયત્નો પણ નિષ્ફળ રહ્યા હતા. શિક્ષિકા સમિતિની શાળામાં રહેવા માટે મજબુર થઈ છે.
ડરના માહોલમાં સોસાયટીમાં રહેતા લોકોની સંવેદના ધોવાઈ ગઈ હોય એવું ચિત્ર સામે આવ્યું છે.