કોરોના: કુલ રિકવરી 9 લાખ, કુલ કેસ 14 લાખ

અસરકારક કન્ટેઇન્મેન્ટ વ્યૂહનીતિ, સઘન પરીક્ષણ અને દેખરેખ અભિગમના સર્વગ્રાહી ધોરણોના આધારે પ્રમાણભૂત તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ સાથે દેશમાં કોવિડના કેસોનો મૃત્યુદર નોંધપાત્ર પ્રમાણમાં ઘટાડી શકાયો છે. દેશમાં મૃત્યુદર પ્રગતિપૂર્વક ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 2.28% સુધી પહોંચ્યો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારતની ગણના થાય છે.

આ ઉપરાંત, સતત ચોથા દિવસે દૈનિક સાજા થયેલા દર્દીઓની સંખ્યા 30,000 કરતા વધારે નોંધાઇ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 31,991 દર્દીઓ સાજા થઇ ગયા હોવાથી તેમને રજા આપવામાં આવી છે. આ સાથે, દેશમાં કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 9 લાખનો આંકડો વટાવીને હાલમાં 9,17,567 સુધી પહોંચી ગયો છે. સાજા થવાનો સરેરાશ દર પણ વધીને 64% નોંધાયો છે.

ઓછો મૃત્યુદર અને વધુ સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્યા હોવાથી સક્રિય કેસો (4,85,114)ની સરખામણીએ આજે સાજા થયેલા કેસોનો તફાવત વધીને 4,32,453 થઇ ગયો છે. હોસ્પિટલમાં અને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવેલા તમામ સક્રિય કેસોને સતત તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. ભારતમાં કુલ કેસો 14 લાખથી વધુ છે.