નવસારીના સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી કોરોના વોરિયર નર્સે ડિપ્રેશનમાં આપઘાત કર્યાનો આક્ષેપ લાગ્યો છે.. સિવિલ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ ત્રાસ આપતા હોવાથી યુવતીએ આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે..મેઘા નામની આ યુવતીએ વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.
વિજલપોર ખાતે ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
આપઘાત કરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી છે..સ્યુસાઈડ નોટમાં હોસ્પિટલના મેટર્ન તારા અને સિવિલ સર્જ દુબેના નામો હોવાનો પરિવારે ઘટસ્ફોટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસે સ્યુસાઈડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે..અને વિજલપોર પોલીસે તપાસ શરૂ કરી છે.