Ahmedabad’s cows and dogs will be chipped अहमदाबाद की गायों और कुत्तों को चिप लगाई जाएगी
3 વર્ષમાં 1 લાખ કુતરાની જનેન્દ્રીય કાપી કઢાઈ
અમદાવાદ, 25 ઓક્ટોબર 2024
અમદાવાદ શહેરમાં નોંધણી થયેલા પશુઓ તેમજ પાલતુ અને રખડતા કુતરાઓને ખસીકરણ કર્યા બાદ RFID ચીફ અને ટેગ લગાવવામાં આવશે. રૂ. 1 કરોડ 80 લાખનો ખર્ચ થશે. એક ચીપની કિંમત રૂ. 70થી 7 હજાર સુધી હોઈ શકે છે.
કુતરા માટે રૂ. 285નો ખર્ચ થશે. જયારે રખડતા પશુઓ માટે રૂ. 138નો ખર્ચ થઈ રહયો છે. તમામ પશુઓમાં RFID ચીપ ટેગ લગાવવામાં આવે છે. RFID ચીપ ઈન્જેકટીબલ- એપ્લીકેટર ધ્વારા પશુઓમાં ખુંધ/કાન/ ગરદનનો જોડાણ ભાગ પર ઈન્જેકટ કરી કાન પર વિઝયુલ ઈયર ટેગ લગાવવામાં આવે છે. પણ તેને વાંચી શકે એવા સાધનો અમદાવાદ મહાનગર પાલિકા પાસે નથી.
RFID (રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન) એ વાયરલેસ કમ્યુનિકેશનનું એક સ્વરૂપ છે જેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમના રેડિયો ફ્રીક્વન્સી ભાગમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક અથવા ઇલેક્ટ્રોસ્ટેટિક કપ્લિંગનો ઉપયોગ કોઈ વસ્તુ, પ્રાણી અથવા વ્યક્તિને અનન્ય રીતે ઓળખવા માટે થાય છે.
જેમાં સ્કેનિંગ એન્ટેના, ટ્રાન્સસીવર અને ટ્રાન્સપોન્ડર હોય છે. જ્યારે સ્કેનિંગ એન્ટેના અને ટ્રાન્સસીવરને જોડવામાં આવે છે, ત્યારે તેમને RFID સાધનથી વાંચી કરી શકાય છે.
ફિક્સ્ડ રીડર્સ અને મોબાઈલ રીડર્સ. RFID રીડર એ નેટવર્ક-જોડાયેલ ઉપકરણ છે જે પોર્ટેબલ અથવા કાયમી રૂપે જોડાયેલા હોઈ શકે છે. ટેગ એન્ટેના પર વેવફોર્મ મોકલે છે, જ્યાં તે ડેટામાં અનુવાદિત થાય છે.
ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ પશુ નિયંત્રણ પોલીસી અને એબીસી નિયમ- 2023 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
શહેરમાં પશુઓ તથા પશુઓના માલિકની નોંધણી અને તેમના નામ-સરનામાની વિગતોનો અહેવાલ તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો હતો. 1990થી 85 હજાર ગાયોની નોંધણી તેમના માલિકના નામ સરનામા સાથે કરવામાં આવી હતી. જેમાં 80 હજાર ગાય કે રખડતા ઢોરમાં RFID ચીપ લગાવવામાં આવ્યા છે.
અસલાલી, બોપલ, ઘુમા, ખોડિયાર, કઠવાડા, નાના ચિલોડા, વિસલપુરમાં 25 હજાર પશુ હોવાનું અનુમાન છે. તંત્ર દ્વારા વાર્ષિક 13 હજાર પશુ પકડવામાં આવે છે. જેની સામે 1200 ચીપ અને ટેગનો જથ્થો ઉપલબ્ધ છે. હવે તેજ પધ્ધતિથી રખડતા કુતરાઓમાં પણ ટેગ અને ચીપ લગાવવામાં આવશે.
અમદાવાદ શહેરમાં 2500થી પશુ જન્મ નિયંત્રણ શરૂ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં રખડતા કુતરાઓના ખસીકરણ માટે 4 એજન્સી કામ કરી રહી છે. આ એજન્સીઓ દ્વારા 2021-22માં 30,360, 2022-23માં 46471, 2023-24માં 34103 કુતરાઓના જનેન્દ્રિય કાપી કાઢવામાં આવ્યા હતા. 3 લર્ષમાં 1 લાખ 11 કુતરાઓનું ખસીકરણ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ શહેરમાં કુતરાઓની સંખ્યા 2 લાખ છે. પાલતુ કુતરાના માલિકના નામ- સરનામા સાથેની વિગત મેળવવી સહેલી રહેશે.
2030 સુધીમાં શહેરમાં રખડતાં શ્વાનને ખસીકરણ, રસીકરણની સાથે RFID ચીપ અને ટેગ લગાવવાની કામગીરીકરાશે. હાલ રખડતાં શ્વાનનું ખસીકરણ તથા રસીકરણ કરીને શ્વાનનો કાન કાપીને પાછું મૂળ જગ્યાએ છોડવામાં આવે છે. આગામી સમયમાં આવા શ્વાનને ફ્રી રસી આપવાની થાય ત્યારે તેને અગાઉ ક્યારે રસી અપાઇ તેની માહિતી હોતી નથી. CNCDના સૂત્રોનાં જણાવ્યાનુસાર, શહેરમાં હવે રખડતાં શ્વાન પકડાશે તો તેને ખસીકરણ અને રસીકરણ કર્યા બાદ કાન કાપવાને બદલે વિઝયુઅલ યીઅર ટેગ અને ઇન્જેક્ટીબલ એપ્લીકેટરની મદદથી RFID ચીપ લગાવવામાં આવશે. જેથી રખડતાં શ્વાન પકડવા જનારી ટીમ પણ સ્થળ ઉપર શ્વાન પકડીને તેનાં ચીપ-ટેગની તપાસ કરી જાણી શકશે કે આ શ્વાનને ક્યારે પકડીને ખસીકરણ તથા રસીકરણ કરાયુ છે.