બેંકોનું ફંડ ધર્મ માટે બંધ પણ મંદિરોમાં ભ્રષ્ટાચાર ચાલું

ધાર્મિક સ્થાનોને બેંકો ફંડ ન આપી શકે એવી જોગવાઈ વિધાનસભામાં કાયદો સુધારી હિંદુ ધર્મને આગળ કરીને સત્તા પર આવેલી ભાજપની સરકારે કર્યો છે.

બીજા અનેક ઠુકરાઘાત હજું તૌયાર થઈ રહ્યાં છે, જેમાં

1 – મંદિર, મસ્જિદ કે ગુરૂદ્વારા, ચર્ચ, ધાર્મિક સ્થળોને પણ આવક વેરા હેઠળ લાવવા  વડાપ્રધાન મોદીએ સચિવ સ્તરના અધિકારીઓના 8 ગ્રુપ બનાવ્યા છે.

2 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતા દ્વારા રોડ ઉપર બનાવવામાં આવેલા 2300 ધાર્મિક સ્થાનોનું લીસ્ટ છે જેને તોડી પાડવા માટે કાર્યવાહી કરવી તેના ઉપર વિચારણા ચાલી રહી છે.

3 – AMC હવે મંદિર, ગુરુદ્વારા સહિતના ધાર્મિક સ્થળો પાસેથી સફાઇ વેરો ઉઘરાવશે.

4 – ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડ માટે સમાવિષ્ટ કરેલા 358 ધાર્મિક સ્થળો માત્ર એક ધર્મના છે. સરકાર તરફથી આર્થિક મદદ કરવામાં આવે છે.  એટલે સુધી કે લાઇટનું બિલ પણ સરકાર ભરે છે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી કરી ન શકાય. ફાળવણી ગેરબંધારણીય છે.

પવિત્ર યાત્રાધામોના નામે ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરે તો ચાલે, પણ બેંક ફંડ આપે તો ન ચાલે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ બોર્ડમાં થયેલા ભ્રષ્ટાચારના કેટલાંક કિસ્સાઓ —

પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા હિંદુ મંદિરો માટે ક અત્યાર સુધી અબજો રૂપિયા ફાળવીને ભાજપના નેતાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે. હિંદુના નામે મત મેળવીને હવે હિંદુના શ્રદ્ધાના કેન્દ્રો પર પણ રૂપાણી સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો છે.

358 હિંદુ ધર્મના સ્થાનો

પવિત્ર યાત્રા ધામ વિકાસ બોર્ડમાં 8 પવિત્ર સ્થાનો અને 358 જેટલા ધાર્મિક દેવ સ્થાનો હિંદુઓના સમાવવામાં આવ્યા છે. 8 પવિત્ર સ્થાનોમાં સોમનાથ, દ્વારકા, ગીરનાર, પાલીતાણા, અંબાજી, ડાકોર, પાવાગઢ અને શામળાજી છે. આ તમામ સ્થાનોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો સરકાર સમક્ષ છે છતા કોઈ પગલા લેવા આવતા નથી.

કોઈ ધર્મ માટે સરકાર ખર્ચ કરી ન શકે. બિનસાંપ્રદાયિક દેશમાં સરકાર તરફથી કોઈ એક ચોક્કસ ધર્મ માટે પ્રજાના પૈસાની ફાળવણી બંધારણ વિરુદ્ધ અને અયોગ્ય હોવા અંગેનો એક કેસ ગુજરાતની વડી અદાલતમાં ચાલી રહ્યો છે. ધાર્મિક સ્થાનો માટે સરકાર 100 ટકા નાણાં આપે છે, જેમાં મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવાનું કામ કરે છે. જેમાં શૌચાલય, પીવાનું મીનરલ પાણી, દિવાલ, વીજ બચત, લાઈટીંગ, સૂર્ય ઊર્જા, ગટરના પાણીનો નિકાલ, રસ્તા, સફાઈ, વરસાદી પાણીનો નિકાલ ઉપરાંત જન્માષ્ટમી, શિવરાત્રી, રામનવમીના મેળાઓ યોજવામાં આવે છે. જેના નાણાં ફાળણીમાં મોટા પાયે ગોટાળા થઈ રહ્યા છે. વયોવૃદ્ધ યાત્રીઓ જો એસ ટી બસ કરે તો તેમને 50 ટકા ભાડું માફ કરી આપવામાં આવે છે.

કેટલા નાણાં 2018માં અપાયા

અંદાજપત્રમાં મોઢેરાને સૌર ઊર્જા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા રૂ.22 કરોડ, સંકલિત સ્થળ વિકાસ યોજના માટે રૂ. 281 કરોડ, યાત્રાધામ વિકાસમાં પાવાગઢ કરનાળી તથા અન્ય યાત્રધામોના વિકાસ માટે રૂ.28 કરોડ અને 8 યાત્રાધામના વિકાસ માટે રૂ.15 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ગીરનારના તૂટેલા અને જિર્ણ થઈ ગયેલા દસ હજાર જેટલા પગથિયાંના રિપેરિંગ માટે રૂ.20 કરોડ ફાળવી દેવામાં આવ્યા છે.

શામળાજીમાં ભ્રષ્ટાચાર

બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ શામળાજીમાં ફાળવાયેલી ગ્રાન્ટમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવા અંગે પત્ર લખ્યો છે. યાત્રાધામ શામળાજી મંદિરમાં ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન લી. દ્વારા અત્યાર સુધી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. જેની તપાસ કરવાની માંગણી કરી છે.

મહાકાળીના સ્થાને ભ્રષ્ટાચાર

મહાકાળીનું જ્યાં મંદિર આવેલું છે તે પાવાગઢમાં PWD અને ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સંયુકત રીતે પ્રોજેકટ હાથ ધરાઈ રહ્યો છે. મૂળભૂત રીતે આ પ્રોજેક્ટ પાછળ કૂલ રૂ.78 કરોડનો હતો તે વધીને રૂ.125 કરોડે થઈ ગયો હતો. ઠેકેદાર દ્વારા અગાઉ પણ આ રીતે ઊંચું ટેન્ડર ભરીને પ્રયાસ થયો હતો. પણ અનિલ પટેલે તે માન્ય ન રાખી કીંમત નીચી કરી હતી. તેઓએ બોર્ડ છોડ્યું એટલે તુરંત ભાવ વધારીને કામ આપી દેવામાં આવ્યું હતું. બોર્ડની વેબ સાઇટ ઉપરથી ટેન્ડરની વિગતો ડિલિટ થઈ. યાત્રાધામ વિકાસ બોર્ડની વેબસાઇટ પર ટેન્ડરો અંગેની માહિતી અદૃશ્ય થઇ ગઈ છે. આવું ખેત તલાવડીના કરોડોના કૌભાંડો બહાર આવતા થયું હતું.

સરકારની બે મોઢાની વાત

RTI એક્ટિવિસ્ટ કિશોર નથવાણીએ યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ સંયુક્ત સચિવ અનિલ પટેલ સાથે યાત્રાધામ વિકાસ બોર્ડમાં થયેલા રૂ.70 કરોડના ભ્રષ્ટાચાર અંગે ફોન પર થયેલી વાતોની ઓડિયો ક્લિપ જાહેર કરી ત્યાર બાદ અધિકારી કબૂલે છે કે ભ્રષ્ટાચાર થયો છે. યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રધાન દિલીપ ઠાકોર દ્વારા તપાસના આદેશો કરાયા છે. નાયબ મુખ્ય પ્રધાન કહે છે કે આક્ષેપો ખોટા છે. તે તો વાત કરનાર અધિકારી સામે આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પણ ભ્રષ્ટાચારના આરોપો મૂકવામાં આવી રહ્યા છે. જો વળી મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ તપાસના આદેશ કર્યા છે. બોર્ડના પૂર્વ જોઇન્ટ સેક્રેટરી અનિલ પટેલ પાસેથી પણ પુરાવા માગવામાં આવ્યા છે. આમ ભાજપ સરકારમાં બે મોઢાની વાતો થઈ રહી છે.

બેટ દ્વારકાધીશ મંદિરમાં ગેરવહીવટ

દ્વારકા નજીકના બેટ ટાપુ ઉપર આવેલા ભગવાન કૃષ્ણના રાણીવાસ સમા બેટ દ્વારકાધીશ મંદિરના 2001ના ધરતીકંપ પછી જીર્ણોદ્ધાર કરવામાં ભ્રષ્ટાચાર થયો હતો. બેટ દ્વારકાની મંદિર સાથે આવેલી જામ્બુવન્તીજી, રાધીકાજી, સત્યભામાજી તથા લક્ષ્‍મીજીના મંદિરો તથા શંખનારાયણ ભગવાનનું મંદિર ટ્રસ્ટની ભાડાવાળી જગ્યાઓમાં અનેકગણા બાંધકામો ભાડુઆત તરફથી કરીને જગ્યાનું દબાણ કરવામાં આવ્યું છે.

ડૂબેલા મંદિરના સ્થાને નવું મંદિર બનાવવામાં ભ્રષ્ટાચાર

છોટાઉદેપુર જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા હાફેશ્વર ગામે નવું કલહંસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જૂનું મંદિર 2000ના વર્ષમાં સરદાર સરોવરમાં ડૂબી જતા સરકારે નવું મંદિર બનાવી આપ્યું હતું. આ જગ્યાને પર્યટન ધામ તરીકે વિકસાવવા સરકારે રૂ.2 કરોડ જેવી રકમ પણ ફાળવી હતી. મંદિર પરિસરમાં બગીચો, નવીન મૂર્તિ તથા કલહંસેશ્વર મહાદેવના ચોકમાં પથ્થરો નાખવા અને પર્યટકોને બેસવા ઊઠવા અર્થે એક હોલનું બાંધકામ યોગ્ય રીતે થતું નથી. એ અંગે કલહંસેશ્વર મહાદેવ મંદિરના મહંત 108 નર્મદાદાસ મહારાજે કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે કે, મંદિરમાં જે બાંધકામ ચાલી રહ્યું છે, તેમાં ઇજારદારે પોતાના સ્ટાફ અને મજૂરો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવાની હોય. પરંતુ આ સઘળો ખર્ચ હાફેશ્વર મંદિર દ્વારા કરવામાં આવે છે. કોન્ટ્રાક્ટર કામ શરૂ કરતા અગાઉ વીજ કનેક્શન પોતાનું લેવું જોઈએ એની જગ્યાએ મંદિરમાંથી વીજ પુરવઠો વાપરે છે. ઇજારદાર પોતાના સ્ટાફ માટે મંદિરની રૂમોનો ઉપયોગ કરતા હોવાથી યાત્રીઓને ભારે મુશ્કેલી પડે છે. અગિયાર ડેરી બનાવવાનું નક્કી કરાયું હતું. તેમાં પણ ફેરફાર કરી નાંખ્યા છે, અગાઉ જે નક્કી થયું છે. એ કામ BE સિવિલ એન્જિનિયર દ્વારા થતું નથી. કામમાં પણ સિમેન્ટ સ્ટીલનો ઉપયોગ ઓછો થાય છે. ચણતર કામ પછી પાણી છંટકાવ થતું નથી. દરેક કામ ખૂબ મંદગતિએ ચાલી રહ્યું છે. હાલ કામ મહાદેવના ભરોસે ચાલે છે.

દ્વારકામાં પણ ભ્રષ્ટાચાર

તમામ યાત્રાધામોના કામમાં ભાજપના રાજમાં ભ્રષ્ટાચાર થયો છે. ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકામાં ગોમતી ઘાટના કામમાં, તળાવના કામમાં ભગવાનના તથા અન્ય કામમાં દ્વારકાના જિર્ણોદ્ધાર કરવાના રૂ.80 કરોડના કામમાં રૂ.55 કરોડ કોઈક પોતાના ખિસ્સામાં લઈ ગયું છે, જેમાં નબળું કામ થયું છે. જો તપાસ થાય તો તેમાં ઘણી વિગતો બહાર આવી શકે તેમ છે. પણ વિજય રૂપાણી ભ્રષ્ટાચારને હંમેશાં છાવરતા હોવાથી તેઓ તપાસના આદેશ આપશે નહીં. દ્વારકા જિર્ણોદ્ધારમાં રૂા.80 કરોડમાંથી માત્ર 20-25 કરોડનું કામ થયું છે. કામમાં ગુણવત્તા જળવાઈ નથી. કામો જર્જરીત બની ગયેલા છે. દ્વારકાના ગોમતી તળાવમાં રૂ.1થી 2 કરોડ ખર્ચવામાં આવ્યા છે, ખર્ચ રૂ.25 કરોડ બતાવવામાં આવી રહ્યો છે. વળી, દ્વારકાને સ્વચ્છ રાખવા માટે 4003 શૌચાલય બનાવવામાં રૂ. 2.75 કરોડનું કૌભાંડ થયું છે.

બહુચરાજીમાં દુકાન કૌભાંડ

બહુચરાજીમાં રોડ પર ટ્રાફિક થાય તે રીતે આડેધડ દુકાનો બનાવી દેવામાં આવી છે. જે પાંચ વર્ષથી પડી રહી છે. અહીં મંદિરના નીચા શિખરનો પણ વિવાદ છે.

સબરીમાલામાં ગોલમાલ

ભગવાન રામ જ્યાં ગયા હતા અને સબરીના બોર ખાધા હતા. તે સ્થળ ડાંગ જિલ્લામાં સબરીમાલમાં તરીકે જાણીતું છે. જેમાં રૂ.12 કરોડનું કામ માટે ઠેકો અપાયો હતો. ત્યાં માત્ર પથ્થર નાંખીને જ કરોડોનું કૌભાંડ ભાજપના શાસનમાં થયું છે.

તાપીના રામેશ્વરમાં ભ્રષ્ટાચાર

સુરત જિલ્લાના રામેશ્વરમાં તાપી કિનારે રૂ.7 કરોડના ઠેકા અપાયા હતા જેમાં માત્ર રૂ.50 લાખના કામ થયા છે. બાકીના નાણાં રામ ભક્ત ભાજપના નેતાઓ લઈ ગયા છે. અહીં ફરીથી બીજો એક રૂ.8 કરોડનો પ્રોજેક્ટ રજૂ કરાયો હતો. તેનું કામ એટલું નબળું છે કે, તે ત્રણ વર્ષમાં તૂટી જાય તેમ છે.