કોવિડ-19 વિશેનું દૈનિક ભારત બુલેટીન

17-08-2020

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ
સાજા થવાનો દર 72%થી વધુ
ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે
ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું
પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 57,584 દર્દીઓ સાજા થયાની નોંધણી થઇ, સાજા થવાનો દર 72%થી વધુ, ટૂંકમાં સમયમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખને પાર થશે

આજે દેશમાં એક દિવસમાં સૌથી વધુ દર્દીઓ સાજા થયાનું નોંધાયું, છેલ્લા 24 કલાકમાં કોવિડ-19માંથી 57,584 દર્દીઓ સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ સિદ્ધિએ ભારતને સાજા થવના દરને 72%થી વધુના સીમાચિન્હને પાર કરવા પ્રોત્સાહિત કરી છે. વધુ દર્દીઓ સાજા થતા અને તેમણે હોસ્પિટલ અને હોમ અઈસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં) માંથી રજા મળતા, ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 20 લાખ (19,19,842) ને નજીક પહોંચી ગઈ છે. આથી એ સુનિશ્ચિત થયું છે કે સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસ વાછેનું અંતર વધુ લાંબુ થઈ રહ્યું છે. જે આજે 12,42,942 થઈ ગયું છે.

ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું, પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) સતત વધારા સાથે આજે 21,769 થયા

કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારના કેન્દ્રિત, સતત અને સંયુક્ત પ્રયાસોના પરિણામે, ભારતે 3 કરોડથી વધારે પરીક્ષણ કરીને એક નવું સીમાચિન્હ સ્થાપ્યું. ભારતમાં રોજના 10 લાખ પરીક્ષણ કરવાની પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવાના હેતુથી, છેલ્લા 24 કલાકમાં 7,31,697 પરીક્ષણો કરવામાં આવ્યા. આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) માં 21,769 સુધીનો વધારો થયો છે.