પી.એચ.ડી. ફેલોશીપની સમયમર્યાદા વધારવા  માંગ

૧૩-૧૨-૨૦૨૧

ગુજરાતમાં સંશોધન કરતા પી.એચ.ડી. સ્કોલરો – ફેલોશીપ મેળવનાર સંશોધનકર્તાઓ માટે આપવામાં આવતી શોધ ફેલોશીપની સમયમર્યાદા વધારવા  માંગ.

ગુજરાત રાજ્યમાં ઉચ્ચ સંશોધન માટે મુખ્યમંત્રીશ્રી ફેલોશીપ ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ “SHODH” (ScHeme Of Developing High Quality Research)  યોજના અંતગર્ત જે તે પી.એચ.ડી.કર્તા સ્કોલરને બે વર્ષ માટે નાણાંકીય સહાયની જોગવાઈ છે જે સંશોધનકર્તા માટે ઘણી ઉપયોગી અને રાહત રૂપ છે.

કોરોનાકાળ દરમિયાન આર્થિક સંકટમાં ફેલોશીપ મદદરૂપ થઈ પરંતુ સંશોધન કાર્ય પૂરતાં પ્રમાણ શક્ય બન્યું નથી જેથી ત્રીજા વર્ષમાં સંશોધનનું ભારણ વધુ પડતું છે. તથા અંતિમ વર્ષમાં ડેટા એનલીસીસ ખર્ચ, મોઘા કેમિકલ્સ, પેપર વર્ક, ફિલ્ડ વર્ક, સૉફ્ટવેર એક્સેસ તથા તાલીમ ખર્ચ, સેમિનાર, કોન્ફરન્સ, થીસિસ કાર્ય અને રહેવા જમવા ના ખર્ચ વધુ હોવાથી આર્થિક સહાયની ખાસ જરૂરિયાત હોય છે.

યુ.જી.સી. ના નિયમ અનુસાર પી.એચ.ડી. નો ન્યુનત્તમ સમયગાળો ત્રણ વર્ષ અને વધુમાં વધુ છ વર્ષ હોય છે. રાજ્ય સરકાર દ્વારા સંશોધનકર્તાઓને ૨ વર્ષ માટે SHODH ફેલોશીપ આપવામાં આવે છે, વર્ષ ૨૦૧૯ના પ્રથમ તબક્કાના લાભાર્થી સંશોધનકર્તાઓની ફેલોશીપ ડિસેમ્બર ૨૦૨૧માં પુર્ણ થવા જઈ રહી છે. UGC, ICPR, CSIR જેવી અન્ય કેન્દ્રની ફેલોશીપ ત્રણ વર્ષ થી પાંચ વર્ષ જેટલો સમયગાળા માટે આપવામાં આવે છે. ગુજરાત રાજ્યના સંશોધનકર્તા / પી.એચ.ડી. કર્તા વિદ્યાર્થીઓને ત્રીજા વર્ષમાં “SHODH” (યોજના) ફેલોશીપને સીનીયર ફેલોશીપમાં રૂપાંતરિત કરી સમયગાળો વધારી આપવામાં આવે જેથી રીસર્ચ સ્કોલર પોતે ઉત્તમ કક્ષાનું પી.એચ.ડી.નું કામ સુપેરે પૂર્ણ કરી શકે. જેથી તેઓના યોગદાનથી રાજ્યમાં ઉચ્ચ સંશોધન અને સંશોધન પ્રવૃત્તિઓને વેગ મળી શકે.

        ફૂલ ટાઈમ પી.એચ.ડી.કર્તા સ્કોલર વિદ્યાર્થીઓને નોકરી કે અન્ય આવક સ્ત્રોત ન હોવાથી આર્થિક સહાય એ પરિવાર પર વિદ્યાર્થીના અભ્યાસ ખર્ચનું ભારણ ઘટાડાવવામાં મદદરૂપ થઈ શકે છે.