Digital online grievance redressal failure in Gujarat’s Ahmedabad, गुजरात के अहमदाबाद में डिजिटल ऑनलाइन शिकायत निवारण विफलता
અમદાવાદ, 6 ઓગસ્ટ 2023
અમદાવાદ મહાનગર પાલિકાના વહીવટને ડિજિટલ ઓનલાઈનથી લોકોની ફરિયાદો નિકાલ કરાતી હોવાનો દાવો ભાજપ દ્રાવારા કરાતો રહ્યો છે.
5થી 14 ઓગસ્ટ સુધી શહેરના 48 વોર્ડમાં ફરિયાદ નિવારણસભા થઈ રહી છે.
પહેલા દિવસે બે વર્ષથી રજૂઆત કરવા છતાં નર્મદાનુ પાણી મળતુ ન હોવાની ફરિયાદો આવી હતી. રોડ તૂટેલા છે. ઓછા પ્રેસરથી પાણી આવે છે. જેવી કુલ 1861 ફરિયાદો આવી હતી. જેમાં 1523 ફરિયાદનો નિકાલ કરાયો હતો. 338 ફરિયાદ ચકાસણી માટે બાકી રખાઈ હતી.
મિલકત વેરાની 405 અને વ્યવસાય વેરાની તથા ગુમાસ્તાધારાની 87 ફરિયાદ તંત્રને મળી હતી.
પહેલા દિવસે ઉત્તર-પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં પંડિત દિનદયાલ હોલ ખાતે સભા યોજાઈ હતી.
મણીનગર વોર્ડમાં યોજવામાં આવેલા વોર્ડ સભામાં હાજર રહેલા શહેરીજનો તરફથી ઈજનેર વિભાગ માટે કુલ 27 જેટલી ફરિયાદ કરવામાં આવી હતી.
પેવરબ્લોક, ખાડા પુરવા, ઓછા દબાણનું પાણી, પાણીની લાઈન લીકેજ, ગટર તપાસવા, મેનહોલ સમારકામ, ગલી ટેપ તપાસની ફરિયાદો હતી.
ભીનો અને સુકો કચરો અલગ તારવવા માટે ડસ્ટબિન આપવામાં નહી હોવાની પણ ફરિયાદ કરતા ફરિયાદ કરનારાઓને સ્થળ ઉપર જ ડસ્ટબિન આપવામાં આવ્યા હતા. ફોગીંગ કરવામાં નહીં આવતુ હોવાની ફરિયાદને પગલે જે તે વિસ્તારમાં ફોગીંગ પણ કરવામાં આવ્યુ હતુ.
વિભાગ માટે ફરિયાદ મળી
વિભાગ – ફરિયાદ – નિકાલ
મિલકત વેરો 405 -308
વ્સવસાય-ગુમાસ્તા 87-82
પાણી-ગટર-માર્ગ 382-213
ગેરકાયદે બાંધકામ 132-61
જન્મ-મરણ, આરોગ્ય 393-365
યુ.સી.ડી. 221-221
આઈસીડીએસ 79-78