બે જાની દુશ્મન સાકર તુલામાં 20 વર્ષે સામસામે મળ્યા

થોડા દિવસ પહેલા ગીર સોમનાથના કોડીનારના 20 વર્ષથી કટ્ટર રાજકીય દુશમન ભાજપના પૂર્વ સાંસદ દિનુ ભોઘા સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ બંને શક્તિશાળી નેતાઓ વચ્ચે સમાધાન થાય બાદ કોડીનારમાં રજપૂત સમાજના સાકર તુલા કાર્યક્રમમાં એક સ્ટેજ પર એક સાથે ફરી વખત  જોવા મળતા. સૌરાષ્ટ્રના રાજકારણમા નવા જૂની ના એંધાણ જોવા મળી રહ્યો છે. 20 વર્ષોથી એકજ સમાજના હોવા છતાં એકબીજા સાથે બોલવાનો વ્યવહાર પણ ન હતો. કોડીનારના દેવળી ગામ ખાતે ભાજપ અને કોંગ્રેસના બે કદ્દાવર નેતાઓની કારડીયા રાજપૂત સમાજના યુવાનો દ્વારા સાકર તુલા કરવામાં આવી હતી, જેમાં ભાજપના માજી સાંસદ દિનુ સોલંકી અને કોંગ્રેસના માજી ધારાસભ્ય ધીરસિંહ બારડ હતા.

અગાઉ પણ સાથે થયા હતા

દોઢસો વર્ષ પહેલા કોડીનાર પર મોમનાઓના શાસનના ત્રાસથી કોડીનારને મુકિત અપાવનાર દેદાબાપાનાં પુતળાના  સ્વાગત કોડીનારના પેઢાવાડા ગામે કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં 8 હજાર બાઇક અને 30 હજાર યુવાનો સાથે રેલીમાં માજી સાંસદ દીનુભાઇ સોલંકી અને પૂર્વ ધારાસભ્ય ધીરસિંહભાઇ બારડ જોડાયા હતા.

એક વર્ષ પહેલાં બન્ને જૂથ સામ સામે હતા

19 ફેબ્રુઆરી 2018માં કોડીનારમાં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પિન્ટુ બારડ ઉપર થયેલા હુમલા બાદ ભાજપ છાવણી તરફથી પ્રકાશ લખમણ  ડોડીયાએ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ અને બીજા 15  અજાણ્યા શખ્સો વિરૂદ્ધ  ફરીયાદ નોંધાવી હતી. કોંગ્રેસના અગ્રણી રણજીતસિંહ ઉર્ફે પિન્ટુ બારડે ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેમના પુત્ર જશપાલ દિનુ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસમાં ગીર સોમનાથ જીલ્લા ઉપપ્રમુખ હોય અને કોડીનાર પાલિકા ચૂંટણીમાં દિનુ સોલંકી સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ઊભા રાખ્યા હોય તેમજ અગાઉના ઝઘડાના કારણે થયું હોવાનું નોંધવામાં આવ્યું હતું.

15 વર્ષ સુધી ચૂંટણી પછી સામ સામે ફરિયાદ

કોડીનાર નગરપાલિકા 15 વર્ષ બિનહરિફ થયા બાદ 10 ફેબ્રુઆરી 2013માં ચૂંટણી યોજાઇ હતી. હારી જવાનો ભયથી  ભાજપનાં સાંસદ દિનુ સોલંકી અને કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય ધીરસિંહ બારડ દ્વારા ધાક ધમકી આપી ઉમેદવારોને ડરાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી.

વાત લોકસભાની

દીનુ બોઘા સોલંકીના ટેકેદારો એવું કહે છે કે, આ વખતે લોકસભાની ટિકિટ ભાઈને મળવાની છે. આમેય દીનું સોલંકી અને  અમિત શાહ વચ્ચે સારા સબંધ છે. અમિત શાહ જ્યારે એન્કાઉન્ટરના ગુનાંમાં ભાગતાં ફરતાં હતા ત્યારે દીનુ સોલંકીના ફાર્મ હાઉસ પર રોકાયા હતા. તેથી આ વખતે તેમને ટિકિટ મળે તેવી વાતો તેમના વર્તુળમાં ફેલાવી છે. પણ હકીકત એ છે કે, હવે દીનું સોલંકીને અહીંના લોકો સ્વિકારવા તૈયાર નથી. કારણ કે તેઓ અનેક ગુનામાં સંડોવાયેલા છે. અમિત જેઠવા ખૂન કેસમાં પણ તેમની ઈમેજ ખરાબ થઈ છે. માઈનીંગ પણ હજુ બેફમ ચાલી રહ્યું છે.

દીનું બોઘા એવું કહે છે કે ધરસિંહ સાથે સમાધાન થઈ ગયું છે.

પ્રેસર ટેકનિક

કોડીનાર ધારાસભા અનામત બેઠક થઈ જતાં ત્યાં ધીરસિંહ બારડ હવે ચૂંટણી ટલી શકે તેમ નથી. તેમણે પોતાના માણસને ટિકિટ અપાવી હતી પછી તેમના મણસ રહ્યાં નથી. તેથી હવે કોંગ્રેસ પક્ષ પર પ્રેસર ટેકનિક અપનાવવા માટે ધીરસિંહ વારડ હવે આ રીતે એકતા બતાવીને રાજકીય ખેલ કરવા માંગતા હોય એવું કોંગ્રેસના લોકો માની રહ્યાં છે.