Discovery of Orang, a new variety of paddy ripening in saline soil in Gujarat
દિલીપ પટેલ – 25 માર્ચ 2022
ગુજરાત સાઈસ – 19 ઓરંગા નામની નવી ચોખાની જાત દક્ષિણ ગુજરાત કૃષિ વિશ્વ વિદ્યાલય દ્વારા શોધવામાં આવી છે. જે ડાંગરની ક્ષાર પ્રતિકાર જાત એન વી એસ આ – 6150નું ગુજરાતમાં સરેરાશ ઉત્પાદન 5305 કિલો એક હેક્ટરે છે. જે બીજી જાતો કરતાં 12થી 16 ટકા વધું ઉત્પાદન આપે છે.
દાણો નાનો અને જાડો, ફુટ તેમજ કંટીમાં દાણાની સંખ્યા વધારે છે. એમાઈલોઝ 25.2 ટકા વધારે છે. પ્રોટીન 6.7 ટકા તથા આખા દાણાંનું પ્રમાણ 62.8 ટકા છે.
સુકારા, ભૂખરા દાણામનો રોગ, પર્ણચ્છેદના કહોવારા સામે મધ્યમ પ્રતિકાર શક્તિ ધરાવે છે.
બાદામી ચૂસીયા સામે પ્રતિકારક તેમજ ગાભમારાની ઈયળ, પાન ખાનારી ઈયળ અને પર્ણતલ કથીરી સામે મધ્યમ પ્રતિકાર શક્તિ ધરાવે છે.
ડાંગરના ક્ષારીય વિસ્તાર માટે છે.
ગુજરાતમાં ખરીફ- ચોમાસામાં જ ડાંગર પાકે છે. 8.17 લાખ હેક્ટરમાં વાવેતર ચોખાનું ગયા ચોમાસામાં થયું હતું. જેનું ઉત્પાદન 20.40 લાખ ટન થયું હોવાનું કૃષિ વિભાગના અંદાજો છે.
જેમાંથી ખારી જમીન હોય એવી 5 ટકા જમીનમાં આ ચોખા થઈ શકે છે.
સૌથી વધું ડાંગર મધ્ય ગુજરાતમાં 5.20 લાખ હેક્ટ વાવેતર હતું. આખા રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધું 1.35 લાખ હેક્ટર ડાંગર ઉગાડાય છે. પછી આણંદ 1.10 લાખ અને ખેડા 1.10 લાખ હેક્ટરમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે.
આ પહેલા બે ગણું ઉત્પાદન આપતી ડાંગરની નવી જાત આરતી નવસારીના કૃષિ વિજ્ઞાનીઓએ શોધી છે. ચોખાનું ઉત્પાદન હેક્ટરે સરેરાશ 2400 કિલો ચોખા પાકે છે. જ્યારે નવસારીની નવી જાત ગુજરાત નવસારી રાઈસ – 8 આરતી એક હેક્ટરે 4700 કિલો ઉત્પાદન આપે છે. જે રાજ્યમાં સરેરાશ કરતાં બે ગણું ઉત્પાદન બતાવે છે.