સમગ્ર દેશમાં કોરોનાનો વ્યાપ વધતો જઇ રહ્યો છે કેન્દ્રના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદિક ઔષધીય ઇલાજ પર વધુ ભાર આપી રહ્યા છે. જેને લઇ અરવલ્લી જિલ્લામાં પણ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કામગીરી હાથ ધરવામાં આવી છે.
અરવલ્લી જિલ્લામાં કોરોનાથી સૌથી વધુ ગ્રામિણ વિસ્તારમાં વ્યાપ જોવા મળ્યો છે જેને લઇ જિલ્લામાં ૭૯ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. જેથી આ વિસ્તારોને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેવા વિસ્તારો સિવાય પણ અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા ગ્રામિણ લોકોમાં રોગપ્રતિકાર શક્તિમાં વધારો થાય તે માટે ત્રિ-દિવસીય ઉકાળા વિતરણ અભિયાન હાથ ધરી ૫૦૦ ગામો આવરી લેવાનું આયોજન હાથ ધર્યુ હતું જેમાં ૩૪૦થી વધુ ગામોને આવરી લેવામાં આવ્યા છે જેમાં ૩૫,૮૨૫ લોકોએ ઉકાળાનો લાભ લીધો છે.
બાયડના ૪૪, ભિલોડાના ૬૮, ધનસુરાના ૭૨, માલપુરના ૫૬, મેઘરજના ૪૪ અને મોડાસાના ૫૦ મળી ૩૪૦ ગામોને લાભ આપવામાં આવ્યો છે.