દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા ખાતે તાલુકા કક્ષાની અધિક જિલ્લા યાધીશની અદાલત માટે જુદા જુદા સંવર્ગની જગ્યાઓ માટેના મહેકમની મંજુરી રાજય સરકાર ઘ્વારા આપવામાં આવી છે. આ અધિક જિલ્લા ન્યાયાધિશશ્રીની કોર્ટ આગામી તા.૨૧માર્ચ ૨૦૨૦ થી કાર્યરત થશે. સિવિલ જજો તથા સિનિયર સિવિલ જજોના કોર્ટના ચુકાદાઓ સામે અપીલ તેમજ રીવીઝન દાખલ કરવા માટે છેવાડા ગામના લોકોને મુખ્ય જિલ્લા મથક સુધી જવું પડતું હતુ જેના કારણે તેના કિંમતી સમગ અને નાણાનો વ્યય થતો હતો. જયારે હવે તાલુકા કક્ષાએ જ અધિક જિલ્લા ન્યાયાધીશ કોર્ટની રચના થવાના કારણે છેવાડાના નાગરિકોને ઘરઆંગણે જ બિન ખર્ચાળ અને ઝડપી ન્યાય મળી રહેશે. આ ઉપરાંત જિલ્લા અદાલતનું વિકેન્દ્રીકરણ થવાના કારણે કેસોનો ઝડપી નિકાલ થઈ શકશે. હાઈકોર્ટના પરામર્શમાં તાલુકા કક્ષાએ સ્થાપના કરી છે.