ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

ત્રણ શહેરોની આઠ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી

અમદાવાદની ચાર અને સુરતની બે ફાઇનલ ટીપી સ્કીમ તથા વડોદરાની અને સુરતની એક ડ્રાફ્ટ ટીપી સ્કીમ મળી કુલ ૮ ટાઉન પ્લાનિંગ સ્કીમને ગુજરાત સરકારે મંજૂરી આપી છે.

ગુજરાતમાં શહેરોનો વિકાસ

મંજુર કરેલી ૬ ફાઇનલ ટીપી સ્કીમમાં અમદાવાદમાં  નારોલ ટીપી સ્કીમ નં. ૫૭, વેજલપુર ટી.પી. સ્કીમ નં. ૨૪, ચાંદખેડા ટી.પી. સ્કીમ નં. ૭૫, વટવા-પ ટી.પી. સ્કીમ નં. ૮૫, સુરતમાં અંતર્ગત જહાંગીરાબાદ ટી.પી. સ્કીમ નં. ૪૪ અને ટી.પી. સ્કીમ નં. ૪૬નો સમાવેશ થાય છે.

બે ડ્રાફ્ટ ટી.પી સ્કીમમાં સુરતની સ્કીમ નં. ૧પ (ફુલપાડા) (ત્રીજો ફેરફાર) અને વડોદરા (બિલ)ની ટી.પી સ્કીમ નં. ર૭-એ નો સમાવેશ થાય છે.

વડોદરા શહેરની ડ્રાફ્ટ સ્કીમ નં. ર૭-એ ને મંજૂરી આપતા સંપ્રાપ્ત ૫૫.૫૨ હેકટર જમીન પર સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાંણ, ખૂલ્લી જગ્યા, બાગ-બગીચાનું નિર્માણ થઇ શકશે તેમજ આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટેની જમીન પણ ઉપલબ્ધ બનશે.

3 શહેરોની કુલ ૮ ટાઉન પ્લાનીંગ સ્કીમો મંજૂર કરી ગુજરાતના શહેરોનો વિકાસ થશે.