ચૂંટણી આવી મોદીના વાયદા લાવી – 8600 કરોડનું અમદાવાદ માટે વધારાનું ખર્ચ

દરેક વ્યક્તિ પાછળ રૂ. 10 હજારનું ખર્ચ

અમદાવાદ, 7 નવેમ્બર 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી બાદ ગુજરાતમાં હવે શહેરોની સરકારો બનાવાની છે ત્યારે કેન્દ્રની મોદી સરકાર લહાણી કરવાની તૈયારી કરી રહી છે.

અમદાવાદ મહાનગરપાલિકાને 2025-26માં કેન્દ્ર સરકાર તરફથી 15માં નાણાપંચ અને પીએમજય યોજના તથા રાજ્ય સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી સડક યોજના વગેરે માટે પણ ગ્રાન્ટ આપવામાં આવશે.

રૂ. 8600 કરોડના પ્રોજેક્ટના અમલ માટે લાભ અને લાલચ આપવામાં આવશે. એક વર્ષણાં આ રકમ આપી દેવાનો વાયદો કરાયો છે જે અપાશે કે કેમ તે હવે નક્કી થશે. કેન્દ્ર સરકાર તરફથી રૂ. 4966 કરોડ અને રાજ્ય સરકાર તરફથી રૂ. 3600 કરોડ અનુદાન આપવામાં આવશે.

રૂ. 2528 કરોડના કામ પ્રથમ ત્રણ મહિનામાં નક્કી કરી દેવાયા છે. બીજા 3 મહિનામાં રૂ. ૩૨૪ કરોડ ત્રીજામાં રૂ. 345 કરોડ અને ચોથામાં 530 કરોડ ખર્ચ કરવામાં આવશે.

ચૂંટણી હોવાથી ભાજપને તેનો લાભ મળશે.

પૂર્વ વડાપ્રધાન મનમોહન સીંગે આપેલાં નાણાંના કારણે બીઆરટીએસ, સ્ટોર્મવોટર લાઈન, પ્રદૂષણ નિવારણ, વાહનવ્યવહાર જેવા મહત્વના પ્રોજેક્ટના કામ થયા હતા.