74 crore rupees spent, Atal Bridge’s revenue 27 crore rupees 74 करोड़ खर्च और अटल ब्रिज की आय 27 करोड़
અમદાવાદની કંપની દ્વારા બનાવાયેલા અટલ બ્રિજની ભારે ફીના કારણે 3 વર્ષમાં 77.71 લાખ મુલાકાતીઓ પાસેથી રૂ. 27 કરોડ ખેંખેરી લેવાયા છે. સૌદર્ય પુલ પાછળ કરેલા ખર્ચના 37 ટકા રકમ વસૂલ થઈ ગઈ છે.
અમદાવાદમાં સાબરમતી નદી પરના સૌંદર્ય જાહેર કરતાં અટલ પુલ દિવાળીમમાં એપ્રિલ 2025થી ઓક્ટોબર 2025 દરમિયાન 7 મહિનામાં 8.50 લાખ પ્રવાસીઓ જોવા આવ્યા હતા.
27 ઓગસ્ટ, 2022ના દિવસે અટલ બ્રિજને શરૂ થયો હતો. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. દ્વારા 31 ઓગસ્ટ, 2022થી ઓક્ટોબર 2025 સુધીના સમયમાં 77 લાખ 71 હજાર 269 શ્રીમંત લોકોએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી. 27.70 કરોડની આવક થઇ હતી. આ પુલ પર ગરીબો આવતાં નથી.
અટલ બ્રિજની મુલાકાત લેનાર પ્રવાસીઓની વર્ષવાર આંકડાકીય વિગત
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કૉર્પોરેશન કંપની દ્વારા અટલ બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું છે.
31 ઓગસ્ટ 2022થી માર્ચ 2023 દરમિયાન 21.62 લાખ પ્રવાસીઓએ અટલ બ્રિજની મુલાકાત લીધી હતી, જેનાથી રૂ. 6.44 કરોડ આવક થઇ હતી.
એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન 26.89 લાખ મુલાકાતી પાસેથી રૂ. 8.24 કરોડની ફી વસુલવામાં આવી હતી.
એપ્રિલ 2024થી માર્ચ 2025 દરમિયાન 20.67 લાખ મુલાકાતીઓ પાસેથી રૂ. 8.19 કરોડની આવક થઇ હતી.
એપ્રિલ 2025થી ઑક્ટોબર 2025 સુધીમાં 8.51 લાખ મુલાકાતીઓ પાસેથી રૂ. 4.82 કરોડની આવક થઇ હતી.
ગુજરાતી
English



