અમદાવાદ મંડળના 26 સ્ટેશનો પર એસ્કેલેટર્સ લગાવાયા 10 સ્ટેશન પર લીફ્ટ

Escalators installed at 26 stations of Ahmedabad Division, Lifts installed at 10 stations अहमदाबाद मंडल के 26 स्टेशनों पर एस्केलेटर लगाए गए, 10 स्टेशनों पर लिफ्टें लगाई गईं

28/06/2024
અમદાવાદ મંડળના 5 સ્ટેશન અમદાવાદ, ગાંધીધામ, ભુજ, મહેસાણા અને પાલનપુર પર 26 એસ્કેલેટર્સ તથા 10 સ્ટેશન અમદાવાદ, ભુજ, મહેસાણા, ગાંધીધામ, સાબરમતી, પાલનપુર, સામખિયાળી, ભચાઉ, વડનગર, મણિનગર પર 29 લિફ્ટની સુવિધા ઉપલબ્ધ છે જે દિવ્યાંગ અને બીમાર યાત્રીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ અત્યાધુનિક સુવિધાઓ દિવ્યાંગજન યાત્રીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે,

25 સ્ટેશનો પર ઓટોમેટિક તથા 69 સ્ટેશનો પર મેન્યુઅલ યાત્રી ઉદઘોષણા સિસ્ટમ લગાવવામાં આવી છે, સ્ટેશનો પર ગ્લો સાઇન પેસેન્જર ગાઈડન્સ બોર્ડ, એલઈડી સ્ટેશન નામ બોર્ડ વગેરે પણ લગાવવામાં આવ્યા છે.

અમદાવાદ મંડળ પર અમ્બ્રેલા વર્ક (પીએચ-53) હેઠળ લગભગ 147 કરોડ રૂ. ના ખર્ચે 12 સ્ટેશનો હળવદ, ગાંધીધામ, ખારાઘોડા, ચીરઈ, કંડલા પોર્ટ, દેત્રોજ, સિદ્ધપુર, ન્યુ ખારી, છારોડી, શીરવા નરોડા અને લિંચ ઉપર નવા ગુડ્ઝ શેડ્સ બનાવવામાં આવી રહ્યા છે. વર્તમાનમાં આ ગુડ્ઝ શેડ્સ ઉપર દર મહિને 459 રેક્સનું ડીલિંગ કરવામાં આવી રહ્યું છે અને વિકાસ કામ પૂરું થયા પછી દર મહિને 675 રેક્સનું ડિલિંગ કરી શકાશે. જેનાથી રેલવેના રેવેની આવકમાં વૃદ્ધિ થશે.

અમદાવાદ, સાબરમતી, ગાંધીધામ અને ન્યુ ભુજ સ્ટેશનોનું મુખ્ય અપગ્રેડેશન કરવામાં આવી રહ્યું છે આ સ્ટેશનોને આધુનિક અને વિશ્વસ્તરીય સ્ટેશનોમાં બદલવાનું કામ ઝડપી ગતિથી કરવામાં આવી રહ્યું છે. સાથે જ અમૃત સ્ટેશન યોજના હેઠળ લગભગ 515 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ મંડળના 16 સ્ટેશન અસારવા, મણિનગર, ચાંદલોડિયા, વટવા, સામખ્યાળી, સિધ્ધપુર, ઊંઝા, મહેસાણા, ભીલડી, હિંમતનગર, ભચાઉ, વિરમગામ, ધ્રાંગધ્રા, કલોલ, પાલનપુર અને પાટણ સ્ટેશનો પર પુનઃવિકાસ કામ કરવામાં આવી રહ્યું છે. આમાં સ્ટેશનોનું અપગ્રેડેશન તથા પુનઃવિકાસ, વર્તમાન સુવિધાઓમાં સુધારો, સર્ક્યુલેટિંગ વિસ્તાર અને પ્રકાશ વ્યવસ્થામાં સુધારો, 12 મીટર પહોળા ફુટ ઓવર બ્રિજ, લિફ્ટ, બેસવાની વ્યવસ્થા અને એર-કંડિશનિંગ સાથે પ્રતિક્ષા ગૃહનું આધુનિકીકરણ જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળ સમગ્ર રેલ્વે નેટવર્કમાં સર્વસમાવેશક અને પેસેન્જર-ફ્રેંડલી વાતાવરણ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દિવ્યાંગજન યાત્રીઓ અને અન્ય યાત્રી-કેન્દ્રિત સુવિધાઓ માટે સુનિયોજિત વિકાસ બધા માટે યાત્રા અનુભવને ઉત્તમ બનાવવાના સતત પ્રયત્નોનો ભાગ છે.

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળનું લક્ષ્ય દિવ્યાંગજનોને અનુકૂળ પાયાગત માળખું તૈયાર કરવાનું છે. જેના હેઠળ કેટલાક કામની યોજના બનાવવામાં આવી છે, જેમાં વ્હીલચેર ઉપયોગકર્તાઓ અને ગતિશીલતામાં ઉણપવાળા યાત્રીઓ માટે સરળ અવરજવરની સુવિધા માટે મુખ્ય સ્ટેશનો પર રેમ્પ અને રેલિંગ લગાવીવી સામેલ છે.

દિવ્યાંગ યાત્રીઓની જરૂરિયાતોને પૂરી કરવા માટે સ્ટેશનના પ્રવેશ દ્વાર પાસે વિશેષરૂપે ડિઝાઈન કરાયેલા શૌચાલય અને પીવાના પાણીના બુથ અને આરક્ષિત પાર્કિંગ સ્થળોની જોગવાઈ કરવામાં આવી છે. અંધજન યાત્રીઓની સુવિધા માટે અમદાવાદ સ્ટેશન પર બ્રેઈલ સાઈનેજીસની જોગવાઈ કરવામાં આવી છે.