કપાસના રોગ જીવાતને અંકુશમાં રાખવાના ઉપાયો

અત્યારે સમગ્ર રાજ્યમાં કપાસ ની અવસ્થા ૩૦-૪૫ દિવસ છે અને ખાસ કરીને આગોતરૂ વાવેતર ની અવસ્થા ૫૫-૭૦ દિવસ ની છે ત્યારે આપણા કપાસની માવજત ખૂબ જ અગત્યની છે. ત્યારે ખાસ ક્યાં વિશેષ પગલાં ભરવા કે જેથી રોગ-જીવાતો થી બચાવી શકીયે.

૧) આગોતરા કપાસ માં અત્યારે પ્રોફેનોફોસ(૪૦%)+સાયપરમેથ્રિન(૪%) નો ૩૫-૪૦મિલી/પંપ અવશ્ય છટકાવ કરો જેથી ગુલાબી ઈયળ ના ઈંડા અને અન્ય જીવતો નો નાશ કરી શકાય.

૨) ફેરોમેન ટ્રેપ નો ઉપયોગ અવસ્ય કરવો જોઈએ(૫/એકર)

૩) અત્યારે અમુક વિસ્તારમાં કપાસ ૪૦ દિવસ કરતા નાનો છે અને વરસાદ ખેંચાતા પિયત આપવું અનિવાર્ય બન્યું છે ત્યારે યુરિયા આપવું જોઈએ.

૪) ઘણા વિસ્તારમાં પિયત ની સુવિધા ઉપલબ્ધ ના હોય તેવા ખેડૂત મિત્રોએ ૧૯:૧૯:૧૯ (૫૦ ગ્રામ/પંપ) ખાતર આપવું જોઈએ જેથી છોડ ને પૂરતા ન્યુટ્રીન્ટ મળી રહે અને રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય.

૫) આગોતરા કપાસ માં ચૂસીયા જીવતોથી રક્ષણ માટે

૧) મોલોમસી, લિલી પોપટી માટે
*થાયોમીથોક્ષાયમ (25WG)-૫ ગ્રામ/૧૦લી.
*એફિડોપાયરોપેન ૫૦ જી/એલ ડીસી – ૪૦ મિલી/૧૫લી.
*ફિપ્રોનીલ ૪૦%+ઇમિડાકલોપરીડ ૪૦%WG) – ૫ ગ્રામ/૧૫લી. પંપ માં નાખી ઉપયોગ કરવો

૨) થ્રિપ્સ માટે
*ફિપ્રોનીલ(5EC)- ૫૦ મિલી/૧૦લી.
અથવા
*સ્પીનોસેડ (45SC)- ૭.૫ મિલી/૧૦લી.

૩) સફેદ માખી માટે
*ડાઈફેંથ્યુંરીન ૫૦%WG) – ૨૦ ગ્રામ/૧૫લી. પંપ
અથવા
*પાયરીપ્રોક્સિફેન ૧૦%EC -૩૫ મિલી/૧૫લી.
અથવા
*એફિડોપાયરોપેન ૫૦ જી/એલ ડીસી -૪૦ મિલી/૧૫લી.

૪) ગુલાબી ઈયળ માટે
*પ્રોફેનોફોસ(૪૦%)+સાયપરમેથ્રિન(૪%) નો ૩૫-૪૦મિલી/૧૫ લી.પંપ
*ફેનપ્રોપાથ્રિન ૧૦%EC ૩૫-૪૦ મિલી/૧૫લી