ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાનું સ્પષ્ટ ચિત્ર

મૃત્યુ સજાની સજા ભોગવતાં 76 ટકા કેદીઓ પછાત જાતિ અને લઘુમતી સમુદાયોના છે. મૃત્યુ દંડ માટે દોષી ઠરેલા એસસી કે એસટી કેદીઓનું પ્રમાણ 24.5 ટકા છે.

આવા કેદીઓમાં ધાર્મિક લઘુમતીઓ સૌથી વધુ છે. તેમાં ગુજરાતમાં 79 ટકા, કેરળ 60 ટકા અને કર્ણાટકમાં 31.8 ટકા છે.

373 માંથી 31 કેદીઓને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફાંસીની સજા આપવામાં આવી હતી.

જેમાંથી 29 અનુસુચિત જાતિ અને ધાર્મિક લઘુમતી સમુદાયોના હતા. જેમાંથી 61.3 ટકા લોકો મુસ્લિમ હતા.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં

ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં

385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં

ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચારો