[:gj]ભારતની જેલોમાં ફાંસીની સજા ભોગવતાં કેદીઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચારો[:]

[:gj]ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ, પ્રોજેક્ટ 39 એ ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

ફાંસીની સજા કેદીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ વિશે હજી સુધી કોઈ વિસ્તૃત સમજણ વિકસિત થઈ નથી.

કોઈ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા પછી અને મૃત્યુદંડની સજા થયા પછી કેદીઓના પરિવારે જે પરિસ્થિતિ ઊભી થાય છે તેને વધુ સારી રીતે સમજવા માટે જૂન 2013 થી જાન્યુઆરી 2015 સુધી મૃત્યુદંડની સજા પામેલા કેદીઓ અને તેમના પરિવારો સાથે વાતચીત કરીને તૈયાર કરાયો છે. જે ફાંસીની સજા અંગે નવેસરથી વિચારવા પ્રેરે એવો છે.[:]