જેલમાં કેદીઓ સાથે હિંસા એવી અચરાય છે કે તમે જેલ બંધ કરી દેવાનું કહેશો

ધરપકડ પછી કેદીઓની સારવારની પણ વિગતો આપવામાં આવી છે. કેદીઓના આ અનુભવો જેલમાં સાથી કેદીઓ દ્વારા આચરવામાં આવતી હિંસા વર્ણવે છે. જેલના કર્મચારીઓની મદદથી અથવા જેલના અધિકારીઓ દ્વારા આ અત્યાચાર કરવામાં આવ્યા હતા. જે જેલમાં કેદીઓની ખરાબ હાલત બતાવે છે.

જાતીય ગુનાઓ અને આતંકવાદના ગુનામાં ફાંસીની સજા પામેલા કેદીઓ આવી હિંસાનો સૌથી વધું બોગ બને છે. શારીરિક હિંસા ઉપરાંત સાથી કેદીઓ તેમની સાથે અપમાન જનક વ્યવહાર કરતાં હોય છે.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

મહિલા કેદીઓ સાથે અત્યાચાર કેવા થાય છે વાંચીને તમારા રુંવાડા ખડા થઈ જશે

મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ વધું

ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાનું સ્પષ્ટ ચિત્ર

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં