[:gj]મહિલા કેદીને મૃત્યુ દંડની સજા થઈ તેમાં પછાત વર્ગની અને મુસ્લિમ મહિલાઓ વધું[:]

[:gj]12 મહિલા કેદીઓને ફાંસીની સજા મળી છે. જેમાં 7 મહિલાઓની ઉંમર 26 થી 40 વર્ષની વચ્ચે હતી. જ્યારે 2 મહિલા 21 વર્ષથી ઓછી ઉંમરની અને એક મહિલા 60 વર્ષથી ઉપરની ઉંમર ધરાવતી હતી.

દિલ્હી-મહારાષ્ટ્રમાં ત્રણ, ઉત્તર પ્રદેશમાં બે અને છત્તીસગ, હરિયાણા, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં એક-એક મહિલાને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

સામાજિક દરજ્જાની બાબતમાં, મૃત્યુ દંડ મેળવનારી તમામ મહિલા કેદીઓ પછાત વર્ગ અથવા મુસ્લિમ સમુદાય સાથે સંકળાયેલી છે. તેમાંથી સાત પછાત વર્ગ (ઓબીસી) ના છે જ્યારે ત્રણ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિના છે. બાકીના બે મુસ્લિમ છે.

આમાંથી 6 મહિલાઓ ક્યારેય શાળાએ ગઈ ન હતી. 7 મહિલાઓએ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું ન હતું. આ મહિલા કેદીઓની આર્થિક સ્થિતિમાં 9 બેરોજગાર, એક મજૂર અને ઓછી આવકવાળી મહિલા છે.

ભારતમાં ભયંકર ગુનાઓ માટે ફાંસીની સજા થઈ છે એવા કેદીઓની સાથે જેલમાં શું થઈ રહ્યું છે તેનો સ્ફોટક અહેવાલ,  પ્રોજેક્ટ 39 એ  ‘ડેથ પેનલ્ટી ઈન્ડિયા’ નામનો જાહેર કરાયો છે. દેશમાં 20 રાજ્યોમાં મૃત્યુદંડની સજા ભોગવતાં 385 કેદીઓમાંથી 373 કેદીઓને આ અહેવાલમાં સમાવાયા છે. જેમાં 361 પુરુષ અને 12 મહિલા કેદી છે.

વધુ વાંચો:

ફાંસીની સજા ભોગવતાં કેદીઓ જાતિ અને ધર્મ આધારિત પક્ષપાત સહન કરતાં હોવાનું સ્પષ્ટ ચિત્ર

ફાંસીના કેદીઓમાં ઓછું શિક્ષણ પ્રમાણ, શું ભણેલા કોઈ ગુનો જ નથી કરતાં

ગરીબો જ ફાંસીએ ચઢે છે, શ્રીમંતો કે ભણેલા નહીં

385 કેદીઓ ફાંસીની રાહ જૂએ છે, ખરેખર ફાંસી હોવી જોઈએ કે નહીં

[:]