લંડન સ્થિત સ્કેપ ટેક્નોલોજીસ દ્વારા તૈયાર થયેલું સોફ્ટવેર કમ્પ્યુટર વિઝન ટેક્નોલોજીની મદદથી આપણું લોકેશન જાણી શકે એવી ટેકનોલોજી એક કંપની પાસેથી ફેસબુકે ખરીદ કરી લીધી છે. જેમાં સેટેલાઇટની મદદ વિના, ‘વિઝ્યુઅલ પોઝિશનિંગ સર્વિસ’ શક્ય બની છે.
ફેસબુક આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આપણે ફેસબુક પર ચેક-ઇન થઈએ કે ફોટો-વીડિયો અપલોડ કરીએ ત્યારે આપણું લોકેશન વધુ ચોક્સાઈથી જાણી શકશે.
આમ તો ફેસબુક હવે સોશિયલ કરતાં બિજનેશ કરતી એપ વધું બની ગઈ છે. હવે આ નવી ટેકનોલોજીથી હવે પછી મોબાઈલ જ્યાં હોય ત્યાં તેની આસપાસના દુકાનો, લોકેશન, સ્ટોર્સની જાહેરાતો મોબાઈલ પર બતાવશે.
એ-જીપીએસ સિસ્ટમમાં, સેટેલાઇટ ઉપરાંત સેલફોન કંપનીના ટાવરના ડેટાનો પણ ઉપયોગથી કોઈ પણનું લોકેશન નક્કી થઈ શકે છે.