ગુજરાતમાં 5 હજાર નકલી તબીબ, 10 નકલી હોસ્પિટલ પકડાઈ

5 thousand fake doctors in Gujarat, 10 fake hospitals caught,गुजरात में 5 हजार फर्जी डॉक्टर, 10 फर्जी अस्पताल पकड़े गए, ડિગ્રી વગરના ડોક્ટર
દિલીપ પટેલ
અમદાવાદ, 2 ઓગસ્ટ 2024
ગુજરાત મેડિકલ એસોશિયેશનમાં નોંધાયેલા સાચા તબીબ 33 હજાર છે. આયુર્વેદ તબીબ, હોમિયોપેથી અને યુનાની પદ્ધતિમાં નોંધાયેલા એટલા જ તબીબ છે. બીજી માન્ય ડીગ્રી મળીને ગુજરાતમાં 1 લાખ જેવા ડોક્ટર હોઈ શકે છે. તેની સામે તમામ પ્રકારની સારવાર પધ્ધતિના બનીબેઠેલા નકલી તબીબો 5 હજારથી ઓછા નથી. હવે સાચા અને ખોટા એમ બન્ને પ્રકારના તબીબો પ્રજાની લૂંટ ચલાવી રહ્યાં છે. ગુજરાતમાં હવે રૂ. 20 લાખ લાંચ આપીને પણ તબીબ બની શકવાનું કૌભાંડ બહાર આવ્યું છે. ત્યારે સરકાર અને મેડિકલ એશોસિએશનની જવાબદારી વધી ગઈ છે.
નકલી કચેરીથી લઈને નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ટોલનાકા કરતાં પણ ગંભીર કરી શકાય એવા નકલી ક્લિનિક ચલાવતા બોગસ તબીબ ઝડપાઈ રહ્યાં છે. 60 ટકા બોગસ તબીબો ગુજરાત બહારથી આવીને અહીં લોકોના જીવન સાથે ચેંડા કરે છે. અમદાવાદમાં એક બાળકીનું મોત આવા બોગસ તબીબ ના કારણે થયું ત્યારે આખી હોસ્પિટલ બોગસ નીકળી હતી. હવે સુરતમાં એક સાથે 17 બોગસ તબીબો પકડાયા હતા. એક અંદાજ છે કે, 5 હજાર બોગસ તબીબો ગુજરાત ભરમાં લોકોના જીવન સાથે રમત રમી રહ્યાં છે.
કેસ ચાલે છે તો તેમને રૂ. 500નો જ દંડ થતો હોવાના કિસ્સા અમદાવાદની અદાલતમાં નોંધાયા છે.
રોજ એક નકલી
ગુજરાતમાં રોજ એક નકલી તબીબ પકડવામાં આવે છે. તે પકડાય છે તે માત્ર 1 ટકો જ હોય છે. હમણાથી જે નકલી તબીબ પકડાયા છે તે મોટા ભાગે પશ્ચિમ બંગાળ, બિહારથી આવેલા હોય છે. કોરોના પછી બોગસ તબીબો વધી ગયા છે. ડોક્ટરને ત્યાં વોર્ડ બોય તરીકે કામ કરતાં લોકો પણ તેમાં છે.
મોતની ઘટના
4 ઓગસ્ટ 2023 — સાબરકાંઠામાં બોગસ અને ડિગ્રી વગરના ડોક્ટરથી કરૂણ બાળકનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં એક વર્ષમાં બોગસ તબીબની સારવારના કારણે ઓછમાં ઓછા 3 લોકોના મોત સમાચાર માધ્યમોમાં નોંધાયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. તેનાથી વધારે મોત થતાં હતા. પણ ગરીબ લોકો જ તેમને ત્યાં સારવાર લેતા હોવાથી તેઓ ફરિયાદ ટાળીને ભગવાનની ઈચ્છા પર છોડી દેતાં હોય છે.
નથી પકડતા એવા તબીબો
પકડાતાં નકલી તબીબોમાં આયુર્વેદિક દવાખાનું ચલાવીને દવા આપતા હજારો તબીબોનો સમાવેશ કરાયો નથી. આયુર્વેદ અને હોમિયોપેથીના તબીબો એલોપથીના તબીબ તરીકે કામ કરે છે તેની અહીં કોઈ વાત નથી. હવે નેચરોપથી અને બીજા એવા અનેક જાતની તબીબ પદ્ધતિથી દવા આપતા ઠગ લોકો તો અલગ છે.
દવા
જેટલાં પણ તબીબો પકડાયા છે તેમની પાસેથી દવાનો મોટો જથ્થો પકડાયો છે. આવી દવા તેમને કોણ આપતું હતું તેવા એક પણ વેપારી સામે ગુનો નોંધવામાં આવતા નથી. જો તેમ થાય તો પણ બોગસ તબીબોનો ધંધો અંકૂશમાં આવી શકે તેમ છે. આવા તબીબો 1 રૂપિયાની દવાના 10 રૂપિયા પડાવે છે. ખોટી દવા આપે છે. ઈંજેક્શનો આપે છે. લૂંટ ચલાવે છે. 5 હજાર તબીબો દવાનો રોજની રૂ. 50 લાખની દવા ધંધો કરી રહ્યાં હોવાનું અનુમાન છે. તેમની ફી કરતાં દવામાંથી મોટી કમાણી કરે છે. વીજીટ ફી તો માત્ર 10થી 50 રૂપિયા હોય છે.
ભાજપની અપીલ
ભાજપના જ નેતાઓ હવે સરકારની ઢીલી નીતિના કારણે પ્રહાર કરી રહ્યાં છે. અમરેલી ભાજપના નેતા ડો. કાનાબારે કહ્યું કે, આરોગ્ય તંત્ર તપાસ કરે તો બોગસ તબીબ પર અંકુશ આવે તેમ છે.
કચ્છ કોંગ્રેસ
કચ્છમાં 2 ઓગસ્ટ 2024માં ભુજ તાલુકાના ઝુરા ગામમાં 15 વર્ષથી હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર ચલાવતા હાસમશા હયાતશા સૈયદ નામના બોગસ ડોક્ટર અને ફર્જી સટીફીકેટ દ્વારા મેડીકલ સ્ટોર ચલાવતા પિતરાઇ ભાઇ એવા કચ્છ જિલ્લા કોગ્રસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ સૈયદ હબીબશા અબ્દુલરસુલશાની પોલીસે ધરપકડ કરી લીધી હતી.
મેડિકલ સ્ટોર ચલાવવા માટે બોગસ તબીબના પિતરાઇ ભાઇ અને કચ્છ જિલ્લા કોંગ્રેસ હેલ્થ એન્ડ હોસ્પિટલ કમિટીના પ્રમુખ હબીબશા અબ્દુલરસુલશા સૈયદ જે ભરતભાઇ રમણભાઇ પટેલના નામના પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ગેરકાયદે મેડિકલ સ્ટોર ચલાવતો હતો. માધાપર પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 125 તથા મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટની કલમ 33 મુજબ ગુનો નોંધાવ્યો હતો.
સુરતનો કાંડ
સુરતમાં એકી સાથે 16 નકલી તબીબ પકડાતાં ગુજરાતમાં ભારે ચિંતા ઊભી થઈ છે.
સુરત શહેરમાં પાંડેસરા અને ડીંડોલી વિસ્તારમાં ડિગ્રી વગર પ્રેક્ટીસ કરી રહેલા 16 બોગસ તબીબને ઝડપી પાડ્યા હતા. ઇન્જેક્શન, સીરપ અને દવા મળી કુલ 2.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેઓ અગાઉ ક્લિનિક, દવાખાના અથવા તો હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા હતા. દવાની સારી જાણકારી મળી જતા નોકરી છોડી જાતે જ તબીબ બની પ્રેક્ટીસ શરૂ કરી દીધી હતી. ડીંડોલીના હરિનગરમાં મધુમીતા ક્લિનીક ચલાવતા ઉત્તમ બિમલ ચક્રવતી અને શીવનગર સોસાયટીમાં સાંઇ ક્લિનીક ચલાવતા સંજય રામક્રિપાલ મોર્યાને ઝડપી પાડયા હતા.
3 હોસ્પિટલ બનાવી
6 એપ્રિલ 2024માં રાજકોટમાં કુવાડવા, સુરેન્દ્રનગરના ચોટીલા અને થાનમાં એમ 3 હોસ્પિટલો ચલાવતો અને જાતે ઓપરેશન કરતો શ્યામ રાજાણી બનાવટી તબીબ પકડાયો હતો. તેના વિડિયોમાં શ્યામ રાજાણી ઓપરેશન કરતો હોય એવા પુરાવા મળ્યા હતા.
શ્યામ રાજાણી થોડા વર્ષો પહેલાં પકડાયો હતો. તેને કોઈ ખાસ સજા થઈ ન હતી. તેથી ફરીથી તેણે મોટો ડોક્ટર બનીને રાજકોટના સાત હનુમાન મંદિર પાસે સોખડા જવાનાં માર્ગે સ્વસ્તિક મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ શરૂ કરી તબીબી પ્રેક્ટિસ શરૂ કરી હતી. જ્યાં પોતે ઓપરેશન કરતો હતો.
વિડીયોમાં શ્યામ રાજાણી ગંભીર બીમારીઓના ઓપરેશન કરતો હોવાના પુરાવા મળી આવ્યા હતા.
ડિગ્રી વિનાનો તબીબ અઠેગઠે ઓપરેશન કરતો હતો. જેની ઊંચી ફી લેતો હતો.
બે નકલી હોસ્પીટલ
2024માં જુલાઈમાં અમદાવાદ પાસે નળ સરોવર રોડ બાવળા વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચલાવતા 3 નકલી ડોક્ટર ઝડપાયા હતા. દર્દીઓના જીવન સાથે રમત રમતો હતો. હોસ્પિટલમાં એક બાળકીનું મોત થયું હતું. એક વાયરલ વીડિયોએ પોલ ખોલી હતી. દર્દીઓ પાસેથી સારવારના નામે લાખો રૂપિયા ખંખેરતો હતો. હોસ્પિટલ નીચે એક મેડિકલ સ્ટોર હતો. ડોક્ટર મેહુલ ચાવડા નામ હતું. સ્ટાફને પણ ડોક્ટર મેહુલ ચાવડા કોણ છે તેની ખબર નહોતી. દર્દીની ફાઈલ ઉપર પણ ડોક્ટરનું નામ કે એડ્રેસ લખવામાં આવતું ન હતું.
જુલાઈમાં ફાળદંગ ગામેથી બોગસ તબીબ ઝડપાયો હતો.
માર્ચમાં બાબરામાંથી પ્રતીક ગોંડલીયા નામનો બોગસ તબીબ ઝડપાયો હતો.
બીજી નકલી હોસ્પિટલ
2024માં જૂલાઈમાં અમદાવાદના મોરૈયા ખાતે શેડ ઉભો કરીને ડોક્ટર મેહુલ ચાવડા દ્વારા જનરલ હોસ્પિટલ ચલાવવામાં આવતી હતી.
જીવ લીધો
ફેબ્રુઆરીમાં સુરતમાં બોગસ ડોક્ટરની દવાના કારણે 8 વર્ષની બાળકીનું મોત થયું હતું. બીમાર બાળાને ઇન્જેક્શન આપતાં મોત થયું હતું. 5 વર્ષથી ક્લિનિક ચલાવતો હતો.
બે બોગસ ડોક્ટર સુરતમાં માર્ચ મહિનામાં પણ પકડાયા હતા.
ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરો હતા હવે શહેરોમાં મોટા પ્રમાણમાં નકલી ડોક્ટર આવી ગયા છે. જનતાને લૂંટનારા અને આરોગ્ય સાથે ચેડાં કરીને અનેક નાગરિકોના જીવ જોખમમાં મૂકે છે.
ગુજરાત રજીસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટ 1963ની કલમ 30 અને આઈપીસી કલમ 419 મુજબ ગુનો નોંધાતો રહ્યો છે.
ઓગસ્ટ 2024માં રાજકોટમાં 8 પાસ કમ્પાઉન્ડર ડોક્ટર તરીકે ઝડપાયો હતો.
ઓગસ્ટમાં ભુજના ઝુરા ગામમાંથી બોગસ તબીબ ઝડપાયો હતો.
સપ્ટેમ્બરમાં વડોદરાના રાયપુરા ગામે ધોરણ-12 સાયન્સ સુધી ભણેલો બોગસ ડોક્ટર ઝડપાયો હતો. જે 18 વર્ષથી તબીબ હતો.
સપ્ટેમ્બરમાં પંચમહાલના મોરવા હડફમાંથી બોગસ તબીબ ઝડપાયો હતો.
ઓગસ્ટમાં પશ્ચિમ કચ્છમાંથી બોગસ તબીબ ઝડપાયો હતો.
મેમાં પોરબંદરના માધવપુર ગામેથી બોગસ તબીબ ઝડપાયો હતો.
દાહોદના જેસવાડામાંથી બોગસ તબીબ ઝડપાયો હતો.
ભ્રષ્ટાચાર
એસીબીએ એક વર્ષમાં લાંચના 176 કેસ નોંધાયા, જેમાં લાંચ લેતા રંગે હાથે 158 સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ તથા 94 વચેટીયા મળી કુલ 252ને ઝડપી પાડ્યા છે. આમાં ગૃહ ખાતું પહેલા નંબરે આવે છે. તેથી નકલી તબિબો ફાવે છે. આરોગ્ય વિભાગના અધિકારઓ નકલી તબીબોને શોધવામાં રસ ધરાવતાં નથી.
2024
માર્ચમાં ઉત્તર ગુજરાતમાંથી એક જ દિવસમાં 3 બોગસ તબીબ ઝડપાયા હતા. દાંતીવાડાના ડેરી ગામમાં બોગસ પ્રેક્ટિસ કરતો હતો. રાજસ્થાનના શિરોહીનો બોગસ તબીબ અલગ અલગ કંપની અને બ્રાન્ડની દવાઓ તથા મેડિકલોના સાધનો રાખતો હતો. બોગસ તબીબી ગોપાલ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
મેમાં જામનગરના સચાણા ગામમાંથી ડિગ્રી વગરનો ઇસ્માઈલ આલમ શેખ અને પોતે મૂળ ઉત્તરપ્રદેશનો વતની બોગસ તબીબ પકડાયો હતો.
જુનમાં દહિખેડ અને કરર્ચોડ ગામે બોગસ ડોક્ટર પકડાયા હતા.
મૂળ પશ્ચિમ બંગળના નોંદીયા જિલ્લાના કમાલપુર ગામના વતની અને જામનગરના મેઘપરમાં રહેતા મનજીત શ્યામપદ હલદાર નામના શખ્સ નકલી તબીબ તરીકે પકડાયો હતો.
જૂલાઈમાં પંચમહાલના નવાગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો.
જાન્યુઆરીમાં પોરબંદર નજીકના રાણાવાડોત્રા ગામેથી વસંતભાઈ મોહનભાઈ પાણખાણીયા બોગસ તબીબ ઝડપાયો હતો. પોરબંદર જિલ્લામાં છેલ્લા છ મહિનામાં છ જેટલા ડિગ્રી વગરના ડોક્ટર પકડાઈ ચૂક્યા છે.
ડોક્ટરનો દીકરો ડોક્ટર
25 જુન 2022માં પાટણ શહેરના ભાટીયાવાડમાં ડિગ્રી વગર પરેશ શાંતિલાલ પ્રજાપતિએ દવાખાનું શરૂ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની અરજી થઇ હતી. ધમધોકાર ધંધો ચલાવાતો હતો. તેના પિતા સાચા ડોક્ટર છે. બન્ને સાથે એક જ રૂમમાં દવાખાનું ચલાવતાં હતા.
2023
જાન્યુઆરીમાં અમદાવાદના લાંભામાં બોગસ ડોક્ટર્સનો રાફડો ફાટ્યો હતો. અહીં મોટાભાગે પરપ્રાંતીય અને ગરીબ વર્ગના લોકો રહે છે. એક જ દિવસમાં 10 નકલી ડોક્ટર્સને પકડી લીધા હતા. રંગોલીનગર, લક્ષ્મીનગર, નારોલમાંથી જન કલ્યાણ હોસ્પિટલમાંથી પ્રિયંકા જોધાણી, ગીરજેશ શાહ, નિશાર ઘાંચી , એમપી જાદવ, શ્વેતા યાદવ, શંકુતલા શ્રીવાસ, સુપ્રીત પટેલ, હેમંત યાદવ, પ્રદીપ નિગમ, રઘુ રાજપાલ નામના બોગસ ડોક્ટર્સ મળી આવ્યા હતા. ચાવી બનાવનારો રાતોરાત દાંતનો ડોક્ટર બની ગયો હતો.
ગુજરાત બહારના પશ્ચિમ બંગાળમાંથી આવેલા ઉજજવલ નિર્મલન્દુ હલદર – શ્રેયા કલીનીક નામે દવાખાનું ચલાવતો હતો.
જાન્યુઆરીમાં ભાવનગરમાં 2 ડમી ડોક્ટર જયંતિ વાસિયા અને જિતેન્દ્ર અમરચોળી પકડાયા હતા.
પંચમહાલના કાલોલના એરાલ ગામમાંથી બે લોકો ડિગ્રી વગર દવાઓ આપતા હતા. ઉજજવલ હલદર પાસેથી રૂપિયા 41,380 અને સરનંદુ હલદરના ક્લીનીક પરથી રૂપિયા 26,284 મળીને કુલ રૂપિયા 67,664ની વિવિધ એલોપેથિક દવાઓ મળી હતી.
મેમાં નવસારીમાં વિજલપોર વિસ્તારમાં આવેલા રામનગર-2 ખાતે બોગસ ડોક્ટર ઝડપાયો હતો.
એપ્રિલમાં સુરતના લિંબાયત વિસ્તારમાં બોગસ તબીબ મોહમ્મદ રહમત હાસીમ અંસારી પકડાયો હતો.

2022
જાન્યુઆરીમાં જામનગરમાં રણજીત સાગર રોડ પર પુષ્કર ધામ સોસાયટીમાં કલ્પેશ જીવરાજ ઉમરેટીયા બોગસ ડીગ્રીના આધારે ક્લિનિક ચાલવતા રંગેહાથ ઝડપી લીધો હતો.
ગા઼ધીધામ નજીક જવાહરનગર પાસે સર્વિસ રોડ પર ડીગ્રી વગર બે વર્ષથી તબીબી પ્રેક્ટિસ કરતો 12 પાસ બોગસ તબીબ પકડાયો હતો.
મેમાં રાજકોટમાં ભાવનગર રોડના ભારતનગર મફતિયાપરામાં સદગુરૂ ક્લિનિક અને સાંઈ ક્લિનિક બે બોગસ ડોક્ટર નરેન્દ્ર ભાનુભાઈ જોટંગીયા અને બીજી વાર ઝડપાયા હતા.
ગોધરાના હાલોલના મોટી ઉભરવાન ગામે બંગાળનો બોગસ તબીબ ગેરકાયદે દવાખાનું ચલાવતો પકડાયો હતો.

2021
ડીસામાં નેટવર્ક
જૂનમાં દાંતા તાલુકામાં 3 બોગસ ડોક્ટર પોલીસે પકડયા પણ આરોગ્ય વિભાગ દેખાયું ન હતું. અંબાજી દાંતા તાલુકામાં 250 કરતા વધુ ડોક્ટર બોગસ હતા. આવા ડોક્ટર પાસે લાખોની સંપત્તિ બની ગઈ છે. જીતપુર ,દલપુરા ,રંગપુર ,ભચડીયા ,માંકડી ,લોટૉલ ,સેંકડા,અંબાજી, હડાદ જેવા નાના નાના ગામોમા બોગસ ડોક્ટરોના દવાખાના હતા. હડાદ ખાતે એક મેડીકલ સ્ટોરના માલિક બાપુ બોગસ ડોક્ટરોનો વહીવટ કરતો હતો. અંબાજી ખાતે પણ એક ખાનગી ડોક્ટર આ વહીવટ કરે છે. દાંતા ખાતે સુલતાન નામનો માણસ વહીવટ કરે છે.

વિરમગામમાં ડિગ્રી વિના એલોપેથીની પ્રેક્ટિસ કરી રહેલા બોગસ ડોક્ટર પકડાયો હતો.
વડોદરામાં 10 દિવસમાં 4 નકલી તબીબ પકડાયા હતા.
વડોદરા ગ્રામ્ય નંદેસરી GIDCમાં છેલ્લા 20 વર્ષથી વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતો ડોક્ટર ઝડપાયો હતો.
જુનમાં પંચમહાલ જિલ્લામાંથી ઝડપાયા 6 બોગસ તબીબ પકડાયા હતા.
વડોદરા ગ્રામ્યમાં ધો-10 સુધીનો અભ્યાસ કરેલો બોગસ તબીબ ઇટોલામાંથી ઝડપાયો હતો.
2 જુન 2021 – આણંદમાં 7 નકલી તબીબ પકડાયા હતા. પ્રિસ્ક્રિપ્શન વિના દવાઓ દર્દીઓને આપતા હતા. 8થી 10 ધોરણ ભણેલા હતા.
જુનમાં જામનગર નજીક લાલપુર તાલુકાના કાનાલુશ ગામે પરપ્રાંતીય વસાહતમાં પશ્ચિમ બંગાળના મેદનીપુર અને નાદિયા જીલ્લાના તુષાર અધિકારી અને સુફલ સુનીલભાઈ મંડલ નામના બે બોગીસ તબીબ પકડાયા હતા.
જુનમાં બનાસકાંઠામાંથી નકલી તબીબ પકડાયા હતા. કોરોનાકાળમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો હતો. પોલીસે 25 જેટલા નકલી તબીબ ઝડપી પડ્યા હતા.
2019
જાન્યુઆરીમાં રાજકોટ શહેરમાં એક જ દિવસમાં 4 બોગસ તબીબ પકડાયા હતા.
કુવાડવામાં બે અને ગોંડલના જેતલસરમાં અને મનહરપુર ગામ નજીકથી બોગસ તબીબ પકડાયા હતા. પ્રકાશ વ્યાસ 10 વર્ષ પહેલા મેડીકલ સ્ટોર ધરાવતો હતો. 10 વર્ષથી મેડીકલ પ્રેક્ટીસ કરી રહ્યો હતો. ડો.શ્યામ રાજાણી સાથે રાજકોટ શહેર અને જિલ્લામાંથી 8 મુન્નાભાઈ એમબીબીએસ પકડાયા હતા.
મેમાં વાંકાનેરમાંથી 4 નકલી ડોક્ટર પકડાયા હતા.
સપ્ટેમ્બરમાં સુરેન્દ્રનગરમાં લીંબડીમાં યુપી કે બિહાર જેવા રાજ્યોમાંથી ગુનાહિત પ્રવૃત્તિ કરી ભાગી છૂટેલા લોકો ડોક્ટર બની ગયા જોવા મળ્યા હતા.
2018
ડુસેમ્બરમાં ડીસાના મુખ્ય માર્ગ ઉપર દવાખામાંથી નકલી તબીબ હર્ષદ પ્રજાપતિ પકડાયો હતો.
2016
અમદાવાદ જિલ્લામાં 3 બોગસ તબીબ વિરુદ્ધ મીરઝાપુર ગ્રામ્ય કોર્ટમાં ચાલી જતાં તેને માત્ર રૂ. 500નો દંડ કરાયો હતો. અમદાવાદ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શિલ્પા યાદવ દ્વારા ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી.

500નો દંડ
ઇન્દીરાનગરના હુડકો વિસ્તારમાં તથા સીંગરવા- કઠવાડા વિસ્તારમાંથી 3 બોગસ તબીબો ઇલેકટ્રોનિક હોમિયોપેથિક, એલોપેથી તથા આયુર્વેદિક દવાઓ આપતા હતા. રમણ કાનજી મકવાણા, હરીરામ રામઅવતાર પાલ, શૈલેન્દ્ર વિષ્ણુપ્રસાદ ભટ્ટને 500નો દંડ કરાયો હતો.

2014 – નિર્દોષ છોડી દીધા
2024ના 10 વર્ષ પહેલાં જામનગરની ઓશવાળ હોસ્પિટલના તબીબ મૃગેશ જગદીશચંદ્ર દવે પકડાયો હતો જેને બોગસ ડિગ્રી અંગેના કેસમાં તબીબને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. ડોક્ટરની ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુન્હો નોંધ્યો હતો. બેંગ્લોરની કેમ્પા ગૌડા યુનિવર્સિટીમાંથી તેઓએ એમબીબીએસની ડિગ્રી મેળવી હતી. યુનિવર્સિટીમાં તપાસ કરાવતા આ નામની કોઈ વ્યક્તિને જણાવાયેલી તારીખે ડિગ્રી મળી ન હોવાનું ખૂલતા મૃગેશ દવે સામે ગુન્હો નોંધાયો હતો.

3 વર્ષની કેદ
મહુવા તાલુકાના સેંદરડા ગામના અનિલ જયસુખ હઠીનારાયણ કે જે મુળ મહુવાના મોટા આસરાણા બોગસ તબીબ 2011માં પકડાયો હતો. જેસરની પ્રિન્સિપાલ સિવિલ અદાલતે સમાજમાં દાખલો બેસે તેથી વધુમાં વધુ 3 વર્ષની સદા કરી હતી.
આઈપીસી ૪૧૯ અને ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર એક્ટની કલમ 30 મુજબ ગુનો દાખલ કર્યો હતો.
રૂ. 5 હજારનો દંડ તેમજ કર્યો હતો. ગુજરાત મેડીકલ પ્રેક્ટીસનર કલમ 30ના ગુના માટે રૂ. 500નો દંડ કર્યો હતો.

20 લાખમાં તબીબ
દેશમાંથી 24 લાખ વિદ્યાર્થીઓ અને ગુજરાતમાંથી 80 હજાર વિદ્યાર્થીઓએ તબીબી શિક્ષણ માટે પ્રેવશ મેળવવા પરીક્ષા આપી હતી. ગુજરાત અને દેશમાં રૂ. 20 લાખમાં તબીબી કોલેજમાં પ્રવેશ માટે શોદા થયા હતા. અત્યાર સુધી ડીગ્રી વગરના તબીબો સારવાર કરતાં હતા હવે ડીગ્રી લઈને આવડત વગરના તબીબો બની રહ્યાં છે.

ગુજરાત મેડિકલ એશોસિએશન
ઈન્ડિયન મેડિકલ એશોસિએશન નકલી તબીબો પકડવા માટે કોઈ કામ કરતું નથી. ગુજરાતમાં તેમના નામે માત્ર એક કિસ્સો શોધી કઢાયો હોવાનું ધ્યાનમાં છે. બાકી તમામ પ્રકારની સારવાર ધરાવતાં 5 હજાર તબીબ બોગસ હોવા છતાં ગુજરાત મેડિકલ એશોસિયેશન પણ આ મુદ્દે વધારે સંવેદનશીલ ન હોવાથી ગુજરાતમાં કામ કરતાં 33 હજાર 100 સાચા તબીબો નોંધાયેલા છે તે, બદનામ થઈ રહ્યાં છે.

8 જુન 2022માં પાટણમાં બોગસ MD ડોક્ટર IMAના વોટ્સએપ ગ્રુપમા હતો.
નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં હોસ્પીટલ ધરાવતા યોગેશ પટેલ નામના તબીબની MD ફિઝીશીયનની ડિગ્રી લગાવી હોસ્પીટલમાં ઓપરેશન અને પ્રેક્ટીસ કરતો હતો. આખી નકલી હોસ્પિટલ ઊભી કરી હતી. સ્પેશયાલિસ્ટ તબીબ બની બેઠો હતો.
IMA પ્રમુખ દ્વારા ડોક્યુમેન્ટની ચકાસણી કરતાં નામ અને નંબરમાં મિસમેચ જોવા મળ્યા હતા. ફોટો પણ એડિટ કરેલો હતો. ભળતા નામની સાથે MD અને MBBS જેવી તબીબી ડીગ્રી બનાવીને પ્રેકિટસ કરતો હતો. ઘટના IMAના ઘ્યાને આવી હતી. ગુજરાત મેડીકલ કાઉન્સિલ દ્વારા પણ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લા આરોગ્ય અધિકારી સામે બનાવ લઈ જવાયો હતો.
બોગસ ડિગ્રીનો પર્દાફાશ થતા યોગેશ પટેલ હોસ્પીટલને તાળા મારી ફરાર થઇ ગયો હતો.
તપાસનો અહેવાલ આરોગ્ય અઘિકારી અને કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો.

સરકારની જવાબદારી
હાથવગા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં આરોગ્ય પાછળનું માથાદીઠ ખર્ચ રૂ.270 છે. એની સામે મિઝોરમમાં રૂ.1611, સિક્કીમમાં રૂ.1446, ગોવામાં રૂ.1149, હિમાચલપ્રદેશમાં રૂ.884, આસામમાં રૂ.471, કેરળમાં રૂ.454, છત્તીસગઢમાં રૂ.371, ઝારખંડમાં રૂ.328, ઉત્તરપ્રદેશમાં રૂ.293 જેટલું માથાદીઠ આરોગ્ય ખર્ચ છે. આર્થિક રીતે વિકસિત અને ઊંચી માથાદીઠ આવકના સંદર્ભમાં આરોગ્ય પાછળનું માથાદીઠ ખર્ચ ગુજરાતમાં ખૂબ જ ઓછું છે,
સરકારી સેવા નબળી હોવાથી લેભાગુ તબીબો ફાવી જાય છે. તેઓ ધીકતો ધંધો કરીને લોકોને મોતને ઘાટ ઉતારી રહ્યાં છે. દવાની આડઅસરનો ભોગ બનાવી રહ્યાં છે. દિવસો સુધી બીમારી રહે છે. આર્થિક રીતે લોકો ખુવાર થઈ જાય છે. તેથી સરકારે માથાદીઠ રૂ. 2 હજાર આરોગ્ય ખર્ચ કરવાની જરૂર છે. 25 વર્ષથી હોસ્પીટલો વધી નથી, ઘટી છે. ઓપીડી દર્દીઓ સરકારી હોસ્પીટમાં વધતાં નથી. તે બધા ખાનગી તબીબો પાસે જાય છે. તેમાં સસ્તી સારવાર કરતાં નકલી તીબબોની પાસે વધારે જાય છે. સરકારી હોસ્પીટલોમાં ઓપરેશનોની સંખ્યા 10 વર્ષથી વધતી નથી.

બીજી ટૂંકી યાદી
સેંકડો તબીબો 10 વર્ષમાં પકડાયા છે. તેમની તમામના નામો અને ઘટનાઓ બનાવવી શક્ય નથી.
તેમ છતાં છેલ્લા વર્ષોમાં પકડાયેલાં કેટલાંક નોંધપાત્ર કિસ્સાઓ અહીં ટાંક્યા છે.
સરકારે પકડેલા નકલી તબીબોની યાદી અખબારોમાં પ્રસિદ્ધ કરવી જોઈએ. તેમ ન કરી શકે તો આરોગ્ય વિભાગની વેસબાઈટ તેની યાદી પ્રસિદ્ધ કરવાની ખાસ જરૂર છે.

કેટલાક કિસ્સાઓ
8 પાસ નિવૃત્ત ST ડ્રાઇવર મુન્નાભાઇ MBBS કડીથી પકડાયો હતો.
સિહોરમાં સાંઇ ક્લીનીકમાંથી બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરતો ઝડપાયો
ઢેબર ગામે ત્રણ વર્ષથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ …
નવાગામમાંથી પકડી પાડી થાન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.
18 Mar 2024 — ભચાઉના નકલી ડૉક્ટર મહેશના હાથે કેટલાં લોકોના મોત નીપજ્યાં? બોગસ ડિગ્રીઓનો અંબાર!
2 Jun 2024 — વડાલીના મેધ ગામમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટર સામે એક જાગૃત નાગરીકે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગમાં લેખિતમાં કાર્યવાહી કરવા છતાં પકડ્યો ન હતો.
13 Jul 2024 — બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક બોગસ હોસ્પિટલ સામે આવી છે.
2 Jun 2024 — વડાલીના મેધ ગામમાં ડિગ્રી વગરના બોગસ ડોક્ટર સામે એક જાગૃત નાગરીકે ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગમાં લેખિતમાં કાર્યવાહી કરવા કહ્યું.
13 Jul 2024 — અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શૈલેષ પરમારે બોગસ ડોક્ટરની બીજી એક નકલી હોસ્પિટલ પકડી પાડી સીલ કરી …
1 Dec 2020 — જામનગર : જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં એસઓજી પોલીસે કોઈ પણ ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટીસ કરતા એક બોગસ ડોક્ટર.
5 Mar 2019 — રિમાન્ડ દરમિયાન ડો.કાદરીની પુછપરછમાં પોતે પણ બોગસ ડોકટર હોવાની કબુલાત આપી છેલ્લા 20 વર્ષથી ખંભાળીયામાં પ્રેક્ટિસ કરતો હતો.
જુલાઈ 2024માં પંચમહાલ નવાગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો.
26 Jun 2023 — બનાસકાંઠામાં બોગસ ડોક્ટર અને તેના પુત્રએ દર્દીનું લાકડી મારીને માથું ફોડી નાખ્યું હતું.
24 Jul 2019 — એએમસીની હેલ્થ વિભાગની ટીમે લાંભામાંથી આર.એમ. વોરા નામના બોગસ ડોક્ટરની ધરપકડ કરી છે. વોરા ઘણાસમયથી હેમલ નામથી ક્લિનિક ચલાવતો હતો.
ટંકારાના છતર ગામે ડીગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો
6 નવેમ્બર 2020 — રાજકોટના રામ પાર્ક મેઇન રોડ આજીડેમ ચોકડી પાસે સંજયભાઈ રસિકભાઈ સોમપુરા નામની વ્યક્તિ નામ વગરનું દવાખાનુ ચલાવતા હતા.
22 માર્ચ 2024 નવસારીમાં ડીગ્રી વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો તબીબ પકડાયો હતો.
15 માર્ચ 2024 — મહેસાણાના કડી ખાતે એક ડીગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો દસ્ક્રોઈના કુહા ગામ ખાતેથી ઝડપાયો બોગસ ડોક્ટર બોગસ ડોક્ટર.
15 જુન 2021 — વડોદરા શહેરમાં બોગસ ડૉકટર પકડવાનો સિલસિલો યથાવત છે, શહેરમાં વધુ એક બોગસ ડૉકટરનો પર્દાફાશ.
ભચાઉથી ઝડપાયેલા બોગસ તબીબ માંગરોળની સરકારી હોસ્પીટલમાં હતો.
26 ઓક્ટોબર 2021 — જામનગર GIDCમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો
16 ડીસેમ્બર 2021 — ખેરાલુના એક બોગસ ડોક્ટર વિરૂધ્ધ લેખીત ફરિયાદ છતાં આજ દિન સુધી આ મામલે કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. શહેરના એક જાગૃત નાગરીકે શહેરના આવા એક બોગસ ડોક્ટરની ડીગ્રી બોગસ હોવાની વારંવાર ફરિયાદો કરી હતી.
3 જાન્યુ 2024 — પોરબંદરના ભડ ગામેથી પોલીસે બોગસ ડોક્ટરને ઝડપી લીધો.
મહીસાગરમાં ઝડપાયો બોગસ ડોક્ટર, 12મું પાસ વ્યક્તિ કરતો હતો પ્રેક્ટીસ. …
22 નવેમ્બર 2023 — જેતપુર ભોજધાર મેઈન ચોકમાં એક બોગસ ડૉક્ટર છેલ્લા ઘણા સમયથી હતો.
નર્મદા જિલ્લામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ડીગ્રીના હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરતા વધુ એક બોગસ ડોક્ટર નર્મદાનાં સાગબારા અંતરિયાળ ગામોમાથી પકડી લીધો.
6 મે 2022 — રાજકોટમાંથી છ દિવસની અંદર બીજો નકલી તબીબ ઝડપાયો છે.
12 Aug 2023 — વડગામના નિઝામપુરા ગામમાં વર્ષોથી અડીંગો જમાવીને બોગસ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો હતો. જે અંગેની જિલ્લામાં રજૂઆત થતાં તપાસના …
10 Jul 2024 — અમદાવાદ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શૈલેષ પરમારે બાવળા તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદે તબીબી પ્રેક્ટિસ કરતા …
રાજકોટમાં વધુ એક બોગસ ડોક્ટર ઝડપાયો, છેલ્લા 2 દિવસમાં ત્રણ પકડાયા.
10 ફેબ્રુઆરી 2020 — બનાસકાંઠાના થરાદમાં મેડિકલ ઓફિસરે તપાસ હાથ ધરતા 2 બોગસ ડોક્ટર પકડાયા.
વાંકાનેરના ઢુવા નજીકથી બોગસ ડોક્ટર અને કમ્પાઉન્ડર ઝડપાયા
31 મે 2024 — કોઇ ડિગ્રી ન હોવા છતાં ચલાવતો હતો ક્લિનિક, જામનગર પોલીસે હીદાયતુલ્લાખાન નામના બોગસ ડૉક્ટરને પકડ્યો
29 જાન્યુઆરી 2022 સુરેન્દ્રનગરના સાયલાના દેવગઢ ગામમાં બોગસ ડોક્ટર ઝડપાયો
14 ઓગસ્ટ 2021 — અમદાવાદ જિલ્લાના વિરમગામના ઉખલોડ ગામેથી ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ પકડાયો.
બોગસ ડોક્ટર મેહુલ ચાવડાની વધુ એક હોસ્પિટલ ઝડપાઈ : અનન્યા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિ. બાદ મોરૈયા હોસ્પિ.
ધોળકાના ગુંદી ગામે નકલી ડોક્ટર પકડાયો.
12 ધોરણ ભણેલો મહીસાગરમાં બોગસ ડોક્ટર ઝડપાયો
કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 4 બોગસ …
17 જુન 2023 — ભરૂચના જંબુસરના કાવી વિસ્તારના કનગામ, ટુંડજ, અને મદાફર ગામેથી ચાર બોગસ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી હતી.
1 માર્ચ 2023માં સુરતના કામરેજમાં બોગસ તબીબ ઝડપાયો.
અમીરગઢ તાલુકાના વિરમપુર ગામર ડીગ્રી વિના તબીબી પકડાયો.
1 ફેબ્રાઆરી 2024 – દ્વારકાના વચલબારા ગામમાંથી ઝડપાયો 5 વર્ષથી કામ કરતો હતો.
જામનગરના ધૂડસીયા ગામે વર્ષોથી દર્દીઓની સારવાર કરતો શાંતિલાલ
7 Jul 2023 — ભાવનગર અને કમળેજમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબ પકડાયા.
ભુજ અને નખત્રાણા તાલુકાને જોડતા આંતરિક માર્ગ ઉપરના ઝુરા ગામેથી ઉંટવૈદ્ય તરીકે ઓળખાતા બોગસ ડોકટર પકડાયા હતા.
મકરપુરા લક્ષ્મીનગર ખાતેથી બોગસ ડોક્ટર ઝડપાયો.
13 સપ્ટેમ્બર 2023 – નવસારી શહેરના અલિફનગર વિસ્તારમાંથી બોગસ ડોક્ટર.
31 જુલાઈ 2024 – સુરતથી 250 રૂપિયામાં ઘરે ઘરે વિઝિટ કરતો ‘ડૉક્ટર’ પકડાયો.
10 ઓગસ્ટ 2023 – સિહોરમાં સાંઇ ક્લીનીકમાંથી બોગસ ડોક્ટર પ્રેક્ટીસ કરતો ઝડપાયો.
મે 2024માં ચીખલીના શિયાદા ગામેથી ડીગ્રી વગર પ્રેક્ટ્રીસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.
16 ઓગસ્ટ 2023 – અમરેલીના ખાંભાના જામકા ગામમાંથી ડિગ્રી વગરના બોગસ ડોક્ટરને દબોચી લીધો.
27 ઓગસ્ટ 2023 – ઝાલોદના કદવાળમાં બોગસ તબીબને ઝડપી લીધો હતો.
4 ઓગસ્ટ 2023 – કાલોલના એરલ ગામેથી બે બોગસ ડોક્ટર ઝડપાયા.
1 જુલાઈ 2022 – પાટણમાં નકલી ડોક્ટર યોગેશ પટેલ પકડાયો હતો.
25 ઓગસ્ટ 2022 – જામનગરના કાલાવડના મોટા વડાળા ગામમાંથી ડિગ્રી વગરનો બોગસ ડોક્ટર ઝડપાયો.
28 ડીસેમ્બર 2021 – મકરપુરામાં 4 વર્ષથી દવાખાનુ ચલાવતો બોગસ ડોક્ટર ઝડપાયો.
16 સપ્ટેમ્બર 2021 – હાલોલ તાલુકાના નવા ઢીકવા ગામે ડિગ્રી વિનાનો બોગસ ડોક્ટર પકડ્યો હતો.
17 મે 2022 – નર્મદા જિલ્લામાં સાગબારામાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં મેડિકલ પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટર પકડાયો હતો.
30 ડિસેમ્બર 2022 – સાવરકુંડલા અને લીલીયા તાલુકામાં ડીગ્રી વગરના 3 બોગસ ડોક્ટર પકડાયા હતા.