ગુજરાતમાં વિદેશ જવા, નોકરી માટે ગુણપત્રકો નકલી બનવાના કૌભાંડો વધી ગયા

Fake marking scams for jobs abroad have increased in Gujarat गुजरात में विदेश में नौकरी के लिए फर्जी मार्किंग के घोटाले बढ़े हैं

અમદાવાદમાં મુખ્ય કારકુનએ 3ને નોકરી અપાવવા ગુણ વધારી કૌભાંડ કર્યું

અમદાવાદ, 01 જાન્યુઆરી 2025
ઉમેદવારોના માર્ક્સ ઓછા હોવા છતાં માર્કશીટમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા. મુખ્ય કારકુન પુલકિત સથવારાને બરતરફ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેરની સરકાર માટે તકનિકી નિરીક્ષકની પરીક્ષામાં 3 ઉમેદવારોના પરીક્ષાના પરિણામમાં ગેરરીતિ સામે આવી છે. કેન્દ્રીય કચેરીના મુખ્ય કારકુને ગુણની યાદીમાં ચેડા કર્યા હતા.

12377 બેકારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 93 ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કરાઇ હતી. ઉમેદવારોના ગુણ ઓછા હોવા છતાં ગુણપત્રકમાં ચેડા કરી ગુણ વધારી દેવામાં આવ્યા હતા.
3 ઉમેદવારો જેમના પરિણામમાં ગેરરીતિ સામે આવી છે, અને હાલ જે કર્મચારી તરીકે નિમણૂક કરાયા છે, તેમને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.

આવા અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે જેમાં ગુણપત્રકમાં ચેડાં કરીને કૌભાંડ કરવામાં આવ્યું હોય.
માણસામાં ગુણપત્રકમાં ચેડા કરી વિદ્યાર્થી વિઝા અપાવવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. બે દલાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગાંધીનગરના યુવકના ખોટા દસ્તાવેજ બનાવી કેનેડા મોકલાયો હતો.

13 ઓગસ્ટ 2022માં વિદેશ મોકલવા ગુણપત્રકમાં ચેડા કરીને નકલી ગુણપત્રક બનાવી દેવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું હતું.

એલિસબ્રિજ પોલીસે ગુજરાત વિશ્વવિદ્યાલય કેમ્પસની સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે ગુણપત્રકમાં ચેડા કરવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. છાત્રાલયમાં પ્રવેશ માટે 50 ટકા ગુણ જરુરી છે.

માર્કશીટમાં ચેડાં કરી યુવાનોને વિદેશ મોકલવાનું કૌભાંડ …

14 ઓગસ્ટ 2022 — જૂનાગઢમાં ગુણપત્રકમાં ચેડા કરી પીએસઆઈ બનનારને સાત વર્ષની કેદ થઈ હતી. ફરિયાદી સહિત નવ જણાની જુબાની અને 12 સાંયોગિક પુરાવા રજૂ થયા હતા.

પોલીસે બોગસ માર્કશીટ બનાવી વિદેશ પહોંચી ગયેલા …

17 ઓગસ્ટ 2022માં અમદાવાદમાં વિદેશ જવા ઇચ્છુક વિદ્યાર્થીઓની ગુણપત્રકમાં ચેડા કરીને નકલી બનાવી હતી. એલિસબ્રિજ પોલીસે કેસમાં ત્રણની ધરપકડ કરી હતી.

મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ લેવા ધોરણ 12ના ગુણપત્રકમાં ચેડાં કરાયા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. વિદ્યાર્થીના પિતા પણ માર્કશીટમાં ચેડા કર્યા હોવાની વાતથી અજાણ હતા. વધુ કાર્યવાહી ન કરીને પ્રવેશ રદ કરાયો હતો.

અમદાવાદમાં અસલ પરથી નકલી ગુણપત્રક બનાવતો શખ્સ પકડાયો હતો.

21 એપ્રિલ 2023માં ખેડામાં ગુણપત્રક સાથે ચેડા કરી આરોપી વિદ્યાર્થીઓેને વિદેશ મોકલતા હતા.

13 ઓગસ્ટ 2022માં અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં નકલી ગુણપત્રકનું કૌભાંડ કરીને ઈંગ્લેન્ડ મોકલવાની લાલચ આપી હતી. માત્ર રૂ. 10માં ગુણપત્રક બનાવી આપતા હતા.

30 માર્ચ 2024માં સુરતમાં નકલી ગુણપત્રક બનાવવાનું કૌભાંડ ઝડપાયું હતું. ઈંગ્લેન્ડ કે કેનેડામાં મોકલવાની લાલચ આપી હતી.

30 માર્ચ 2021માં પાટણ યુનિવર્સિટી માર્કશીટ કૌભાંડ થયું હતું. જે.જે.વોરાએ તપાસ સમિતિના દસ્તાવેજોમાં ચેડા કર્યા હતા.

અમદાવાદમાં નકલી ગુણપત્રક બનાવીને ધોરણ 12માં 46 ગુણ વધારી અપાયા હતા.
બોગસ ગુણપત્રકથી તબીબ થયેલા અમદાવાદા શક્સનો 44 વર્ષે પકડાયો હતો. ઉત્પલ પટેલે પોતાના ગુણ 398થી વધારીને 547 કરી નાખ્યા હતી. ધોરણ 12માં 68 ટકા મળ્યા હોવાની માર્કશીટ રજૂ કરી હતી.

7 જૂન 2024માં સાવરકુંડલામાં યુવકે ડાયાલીસીસ ટેકનીશીયનની નોકરી મેળવવા ગુણપત્રકમાં છેડછાડ કરી હતી. તે સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયમાં નાપાસ થયો હતો.

28 સપ્ટેમ્બર 2019માં સુરતમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા ઓછા ટકા વધારી દીધા હતા.

5 ડિસેમ્બર 2024માં સુરતના પાંડેસરાના રાંદર માર્ગ પર 10 પાસ બેકાર બોગસ તબીબ બનવા નકલી પદવી અને નકલી ગુણપત્રક મેળવી લીધા હતા. લોકોની જીંદગી સાથે ચેડા કરતો હતો.

1 ઓક્ટોબર 2024માં મહેસાણાના દંપતીના પાસપોર્ટમાં ચેડા કરનાર એજન્ટ સહિત ત્રણ પકડાયા હતા.