દેશના કૃષિ વિજ્ઞાનીઓએ 50 વર્ષમાં 5500 નવી જાતો શોધી પણ ગુજરાતના ખેડૂતો હતાં ત્યાં જ

ગાંધીનગર, 23 જૂલાઈ 2021

ખેતી અને પશુપાલનની 5500 જાતો 1969થી વિકસાવી છે. ઉત્પાદન વધી શકે છે પણ ભાવ નથી મળતાં તે અંગે ખેડૂતોને સારા ભાવ મળે તે માટે કોઈ નવી બજાર વ્યવસ્થા અંગે શોધ નથી થઈ કે માળખુ નથી રચાયું. ખેતરમાં પેદા થતી વસ્તુ નાના વેપારીઓના ગ્રાહકોના ઘર સુધી પહોંચે ત્યાં સુધીમાં ખેડૂતના ભાવ કરતાં 100થી 300 ટકા ભાવ વધી જાય છે.  જો કોર્પોરેટ આ વસ્તુ પર એકાધિકાર મેળવી લેશે તો 100 રૂપિયાની વસ્તુ 1000 રૂપિયામાં વેચાશે. ઓછા ભાવે માલ વેચતી સહકારી સંસ્થાઓને ગુજરાતમાં ખતમ કરી દેવામાં આવી છે.

ખેડુતોની ખેતી અને પશુપાલન માટે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છેલ્લા ઘણા સમયથી નવી સંશોધન અને નવી તકનીકીઓ વિકસાવી રહી છે. વર્ષ 2014 થી 2021 સુધી અનાજની 770, તેલીબિયાંની 225, કઠોળની 236, દોરા-રેશા પાકની 170, ઘાસચારાની 104, શેરડીની 52 અને અન્ય પાકની 8 સહિત 70 પાકની 1575 જાતો વિકસિત થઈ છે. આ સાથે બાગાયતી પાકની 288 જાતોનો વિકાસ થયો છે. પણ તે ગુજરાતના ખેડૂતોના ખેતર સુધી પહોંચી નથી.

મરઘાંની 12 સુધારેલી જાતો, ડુક્કરની 9 જાતો અને 1 જાતનાં ઘેટાંનો વિકાસ કરવામાં આવ્યો છે. માછલીની 48 જાતો વિકસાવી છે. જેથી માંસાહાર કરનારા લોકો વધું સારું માંસ ખઈ શકે અને સારું માંસ ઉત્પાન્ન કરી શકે.

7 વર્ષમાં સંશોધન સંસ્થાઓ દ્વારા યાંત્રિકીકરણ વધારવા, મજૂરી ઘટાડવા, ખેતીની કાર્યક્ષમતામાં સુધારો કરવા, લણણીના નુકસાનને ઘટાડવા માટે 230 કૃષિ મશીનરી કે ઉપકરણો વિકસાવવામાં આવ્યા છે. ભારત સરકારે  સાત વર્ષમાં 15390 કસ્ટમ હાયરિંગ સેટર્સ, 360 હાઇ-ટેક હબ્સ, 14235 કૃષિ મશીનરી બેંકોની સ્થાપના કરી છે. છતાં પણ ખેડૂતોની આર્થિક સ્થિતી સારી થઈ નથી. ખરાબ થઈ છે. શોધનો હેતુ લોકોનું જીવન સુધરે અને આવક વધે એવો હતો પણ તેનો સીધો ફાયદો ગુજરાતના 58 લાખ ખેડૂત પરિવાલો અને 60 લાખ ખેત મજૂર પરિવારોને ફાયદો થયો નથી.

ગુજરાત, પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ચલાવવામાં આવતા વાયુ પ્રદૂષણ અને પાકના કચરાના નિકાસ માટે મશીનરીને સબસિડી આપવાનું નક્કી કર્યું છે. પણ તેનો ફાયદો શહેરને મળ્યો નથી કે ખેડૂતોને મળ્યો નથી.