ગાંધીનગર, 23 જૂલાઈ 2021
8 મહિનાથી કૃષિ કાયદા વિરુદ્ધ આંદોલન કરી રહેલા સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હીમાં કિસાન સંસદની શરૂઆત 22 જૂલાઈ 2021થી કરી છે. ખેડૂતોની આ સંસદ સંસદના ચોમાસુ સત્ર સુધી દરરોજ યોજાશે અને ઠરાવ પસાર કરશે. ખેડૂતોને મળવા માટે દેશના 20 સાંસદો ગયા હતા. પણ ગુજરાતના લોકસભાના 26 અને રાજ્યસભાના 11 સભ્યો મળી 37 સાંસદમાંથી કોઈ મળવા ગયા ન હતા.
ગુજરાતના ખેડૂતો એવી અપેક્ષા રાખતાં હતા કે 37 સાંસદો ખેડૂત સંસદમાં જાય. ભાજપના 34 સાંસદો ન જાય એ સમજી શકાય પણ કોંગ્રેસના માત્ર 3 સાંસદો છે. તેઓ પણ બિલાડીની જેમ આંખો બંધ કરીને દિલ્હીમાં બેસી રહ્યાં છે છતાં ખેડૂત સંદદમાં ગયા ન હતા. કોંગ્રેસના ગુજરાતના સાંસદોમાં શક્તિ ગોહીલ, નારણ રાઠવા અને અમી યાજ્ઞિક ગયા ન હતા.
દિલ્હીમાં આંદોલન ભૂમિ જંતર મંતર પર ખેડૂત નેતાઓ અને ખેડૂત સંગઠનોએ ત્રણ કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હીમાં પોતાની સંસદની શરૂઆત કરી છે. કિસાન સંસાદના પહેલા દિવસે ખેડૂત આગેવાનોએ તેમના સ્પીકર, ડેપ્યુટી સ્પીકર જાહેર કરીને વ્હીપ આપ્યો અને ઠરાવો પણ પસાર થશે.
આઠ મહિના સુધી સંયુક્ત કિસાન મોરચાની આગેવાની હેઠળ ખેડૂત નેતાઓએ ત્રણેય કૃષિ કાયદા, ફાર્મ કાયદાને રદ કરવાની માંગ સાથે ગુરુવારે સંસદની કૂચ કરી હતી. સંયુક્ત કિસાન મોરચાએ જો ખેડુતોની માંગ નહીં ધ્યાને લેમાં આવે તો સંસદની સમાંતર ખેડૂત સંસદ ચલાવવાની જાહેરાત કરી હતી. સંસદની આજુબાજુ મંજૂરી ન મળ્યા બાદ ખેડૂત નેતાઓને જંતર-મંતર ખાતે જગ્યા મળી ગઈ છે, જ્યાં સંસદ જેવી ખેડૂત સંસદ 13 ઓગસ્ટ સુધી ચાલશે.
સંસદના પહેલા દિવસે ખેડૂતને 43 નેતાઓએ સંબોધન કર્યું હતું. જેમાં રાકેશ ટીકાઈટ, યોગેન્દ્ર યાદવ, શિવકુમાર કક્કા, મહેન્દ્ર રાય, હન્નાન મૌલા, અગ્રણી વકતા હતા. એપીએમએક એક્ટ એપીએમસી એક્ટ અંગે કિસાન સંસદના પહેલા દિવસે ચર્ચા કરવામાં આવી હતી.
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા અને સંયુક્ત કિસાન મોરચાના મહત્વપૂર્ણ સભ્ય, રાકેશ ટીકાઈતે કહ્યું કે સારું થયું, આજે સરકારે સ્વીકાર્યું કે જે લોકો વિરોધ કરી રહ્યા છે તે ખેડૂત છે. આ ખેડૂતોની સંસદ છે, અહીંથી દરખાસ્તો પણ પસાર કરવામાં આવશે. અહીંથી પ્રસ્તાવ હશે કે ભારત સરકારની સંસદ, કિસાન કિસાન સંસદ, કિસાન સંસદ દ્વારા રદ કરવામાં આવેલા ત્રણ કાળા કાયદા દેશની સંસદ પણ રદ કરે એવો પ્રસ્તાવ આજે અહીંથી પસાર કરવામાં આવ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું કે આજે જે વાતચીત ચાલી રહી છે તે બજારમાં છે. બજાર સંપૂર્ણ બરબાદ થઈ ગયું છે. મંડીનો અર્થ એમએસપી નહોતી.
આ દરમિયાન યોગેન્દ્ર યાદવે કહ્યું કે સરકાર સાથેની 11 બેઠકોમાં જે બન્યું, અમે તેની વિગતવાર માહિતી અહીં આપીશું. અમે ત્રણ કૃષિ કાયદાઓની વિગતવાર ચર્ચા કરીશું. ખેડુતોના નેતાઓના મતે તેમનો સમર્થન વધી રહ્યું છે. કેરળના 20 સાંસદ પણ તેમને મળવા આવ્યા હતા. આગળ અનેક સંસદસભ્યો તેમની સાથે સંપર્કમાં છે. તેમના મુદ્દાઓ કોણ ઉઠાવશે.
કિસાન સંસદના કન્વીનર કિસાન સ્વરાજે કહ્યું હતું કે, સંસદમાં ખેડુતો જોશે કે અમારી સાથે કયા સાંસદ છે અને કોણ નથી. કોણે અમારા માટે મગરના આંસુ વહેવડાવ્યા છે, જે કંઇ કરતા નથી, તે પણ જાણી શકાશે. નહીં આવે તેની નોંધ લઈશું.
તેમણે કહ્યું, “મોદી સરકારે 200 ખેડુતોને માટે આખી દિલ્હી પોલીસને કામે લગાડી છે. આ સાબિત કરે છે કે સરકાર જાણે છે કે લાખો લોકો આ ખેડૂતોની પાછળ ઉભા છે. આ 200 નહીં પણ 20 લાખ છે, તેથી તેમને દૂર રાખવા માટે 40 હજાર પોલીસ મૂકી છે. સરકાર પર ભરોશો નથી પણ લોકશાહી પર વિશ્વાસ છે. કોઈ ખેડૂત વિરોધી બનીને દેશમાં સિંહાસન પર બેસી શકશે નહીં.
જંતર-મંતરથી થોડે દૂર સંસદ ભવનમાં ચોમાસુ સત્ર દરમિયાન બંને ગૃહોનું વાતાવરણ ગરમ હતું. ગુરુવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં કોંગ્રેસ પાર્ટીએ મહાત્મા ગાંધીની પ્રતિમા પાસે દેખાવો કર્યા હતા પણ ગુજરાતના 3 સાંસદો ખેડૂત સંસદમાં ગયા ન હતા. કોંગ્રેસ પાર્ટી સતત કૃષિ અધિનિયમ પાછો ખેંચવાની માંગ કરી રહી છે. પણ ગુજરાત કોંગ્રેસના આ 3 સાંસદો દૂર હતા.
બીજી તરફ સંસદમાં ઘણા પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે કિસાન સંગઠનોની સરકાર વચ્ચે 11 વખત વાતચીત થઈ છે. ખેડૂત આંદોલનને સમાપ્ત કરવા સરકારે પ્રયાસો કર્યા. ખેડુતોને કૃષિ કાયદાની કલમો પર વાટાઘાટો કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી તેમની સમસ્યાઓનું નિરાકરણ આવી શકે. પરંતુ, ખેડૂત આગેવાનો કૃષિ કાયદાને દૂર કરવા અડગ રહ્યા છે. સરકાર ખેડૂત સંઘો સાથે વાતચીત કરવા માટે હંમેશા તૈયાર છે. અને આ મુદ્દાને હલ કરવા હંમેશા તત્પર રહેશે.
ખેડૂતોનો આરોપ છે કે સરકારે હવે વાત કરવાનું જ બંધ કરી દીધું છે તેથી દિલ્હીના જંતર મંતર પર અમારે સંસદ બોલાવવી પડી છે.
ભાજપના સાંસદો કયા કયા છે જે ખેડૂતોની સંસદમાં ગયા ન હતા.
રાજ્યસભાના ભાજપના સાંસદ નરહરી અમિન, અનાવડિયા દિનેશ, બારા રમીલા, જયશંકર (વિદેશપ્રધાન), લોખંડવાલા જુગલ, માંડવીયા મનસુખ(આરોગ્ય પ્રધાન, રામ મોકરીયા, પરસોતમ રૂપાલા(કૃષિ પ્રધાન).
લોકસભાના 26 સભ્યો તમામ ભાજપના છે
1 કચ્છ વિનોદ ચાવડા
2 બનાસકાંઠા પરબત પટેલ
3 પાટણ ભરત ડાભી
4 મહેસાણા શારદા પટેલ
5 સાબરકાંઠા દીપ રાઠોડ
6 ગાંધીનગર અમિત શાહ
7 અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
8 અમદાવાદ પશ્ચિમ કિરીટ સોલંકી
9 સુરેન્દ્રનગર મહેન્દ્ર મુંજપરા
10 રાજકોટ મોહન કુંડારીયા
11 પોરબંદર રમેશભાઇ ધડુક
12 જામનગર પૂનમ માડમ
13 જૂનાગઢ રાજેશ ચુડાસમા
14 અમરેલી નારણ કાછડિયા
15 ભાવનગર ભારતી શિયાળ
16 આણંદ મિતેશ પટેલ
17 ખેડા દેવુ ચૌહાણ
18 પંચમહાલ રતન રાઠોડ
19 દાહોદ જસવંત ભાભોર
20 વડોદરા રંજન ભટ્ટ
21 છોટા ઉદેપુર ગીતા રાઠવા
22 ભરૂચ મનસુખ વસાવા
23 બારડોલી પ્રભુ વસાવા
24 સુરત દર્શના જરદોષ
25 નવસારી સી.આર. પાટીલ
26 વલસાડ કે.સી.પટેલ