किसान खेती बेचकर मजदूर बन रहे हैं, गुजरात कृषि का मॉडल नहीं है
અમદાવાદ, 13 જૂલાઈ 2023
5 દાયકામાં ખેડૂતોમાં 17.1 ટકાનો ઘટાડો થયો હતો. એ હિસાબે 2021સુધીના 6 દાયકામાં ખેડૂતોની સંખ્યા 20 ટકા ઘટી હોવાનો અંદાજ છે. ખેતમજૂરોની સંખ્યા પણ એટલી જ વધી હતી.
કેટલાં ખેડૂતો
દેશમાં નાબાર્ડના અંદાજ પ્રમાણે10.07 કરોડ ખેડૂત પરિવારો છે. જે દેશના કુલ પરિવારોના 48 ટકા છે. 2016-17ના કૃષિ મંત્રાલયના ઈનપુટ સરવે પ્રમાણે 14.62 કરોડ ખેડત પરિવારો હતા. જ્યારે કિસાન સન્માન નિધિ યોજનામાં 11.15 કરોડ ખેડૂતોને સહાય આપી હતી. 2020-21માં તે ઘટીને 10.20 કરોડ ખેડૂતોએ સહાય લીધી હતી.
ગુજરાતમાં 58 લાખ ખેડૂત પરિવારો છે.
આ પણ વાંચો ……..
ખેડૂતની આવક
વર્ષ 2017માં ભારતમાં ખેડૂત પરિવારની કુલ માસિક આવક રૂ.8,931 હતી. ભારતમાં ખેડૂત પરિવારમાં સભ્યોની સરેરાશ સંખ્યા 4.9 છે, જેનો અર્થ છે કે પ્રતિ સભ્યની આવક પ્રતિ દિવસ રૂ. 61 હતી.
દેશના ખેડૂતો ત્રણ રીતે આવક મેળવે છે, જેમાં ખેતી, પશુપાલન અને મજૂરી છે.
સૌથી ઓછી માસિક આવક મધ્યપ્રદેશ (રૂ. 7,919), બિહાર (રૂ. 7,175), આંધ્રપ્રદેશ (રૂ. 6,920), ઝારખંડ (રૂ. 6,991), ઓડિશા (રૂ. 7,731), ત્રિપુરા (રૂ. 7,731) છે. ઉત્તર પ્રદેશ (રૂ. 6,668) અને પશ્ચિમ બંગાળ (રૂ. 7,756), ગુજરાત (રૂ.10,518) પંજાબ (રૂ. 23,133), હરિયાણા (રૂ. 18,496)માં ખેડૂતોની તુલનાત્મક રીતે ઊંચી સરેરાશ માસિક આવક નોંધાઇ હતી. ઉત્તર પ્રદેશ અને પંજાબ વચ્ચે ખેડૂતોની આવકમાં સાડા ત્રણ ગણો તફાવત છે.
વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની હતી. જે થઈ નથી.
ઉત્તર પ્રદેશમાં પ્રતિ સભ્ય આવક રૂ.37 છે. ખેડૂત પરિવારના પ્રતિ સભ્ય આવક ઝારખંડમાં રૂ.43, મણિપુરમાં રૂ. 51, મિઝોરમમાં રૂ. 57, છત્તીસગઢમાં રૂ. 59 અને મધ્યપ્રદેશમાં રૂ. 59, પંજાબમાં રૂ. 116, કેરળ રૂ. 99, નાગાલેન્ડ અને હરિયાણામાં રૂ. 91 હતી.
2012-13માં ભારતમાં ખેડૂતની સરેરાશ માસિક આવક રૂ.6,426 હતી. તેમાંથી 48 ટકા એટલે કે રૂ. 3,081 પાકમાંથી કમાયા હતા, વર્ષ 2016-17માં (નાબાર્ડ રિપોર્ટ) આ આવક ઘટીને 35 ટકા થઈ ગઈ હતી. પછી, 2018માં ખેડૂત પરિવારની કુલ માસિક આવક રૂ. 8,931 હતી, જેમાંથી માત્ર રૂ. 3,140 (35 ટકા) ખેતીમાંથી આવી હતી એટલે કે 5 વર્ષમાં માત્ર રૂ. 59નો વધારો થયો હતો.
પશુપાલન-મજૂરી
વર્ષ 2012-13માં પશુપાલનમાંથી રૂ. 763 (12 ટકા)ની આવક થતી હતી. વર્ષ 2016-17માં પશુપાલનમાંથી ખેડૂતની આવક ઘટીને રૂ. 711 (કુલ માસિક આવકના 8 ટકા) થઈ ગઈ હતી.
ભાજપ સરકારના પાંચ વર્ષમાં, ખેડૂતોની કુલ માસિક આવકમાં સૌથી મોટો હિસ્સો મજૂરી કે વેતનમાંથી આવકનો રહ્યો છે, જે પાંચ વર્ષમાં રૂ. 2,071 (32 ટકા) થી વધીને રૂ. 3,025 (34 ટકા) થયો હતો. મજૂરીની આવક વધી પણ ખેતીની આવક ઘટી હતી. પાંચ વર્ષમાં, ખેડૂતની માસિક આવકમાં ખેતી, ઉત્પાદન અને પશુધનમાંથી થતી આવકનો હિસ્સો પ્રમાણસર ઘટ્યો છે.
2012-13ના અભ્યાસ મુજબ, 6,426 રૂપિયાની માસિક આવકમાંથી, પાક અને પશુધનમાંથી 3,844 રૂપિયા (60 ટકા)ની કમાણી થઈ હતી. પાંચ વર્ષ પછી 2017-18માં ઘટીને 43 ટકા થઈ ગયું.
વર્ષ 2016-17માં ખેડૂતોની 8,931 રૂપિયાની આવકમાંથી માત્ર 3,851 રૂપિયા પાક અને પશુધનમાંથી આવ્યા હતા. બાકીના 57 ટકા અન્ય સ્ત્રોતો એટલે કે મજૂરીમાંથી આવ્યા હતા. વાસ્તવમાં ખેતીમાંથી થતી આવકમાં મહિને માત્ર રૂ.7નો વધારો થયો હતો.
પરિવારોની સભ્ય સંખ્યા
2016-17માં, કૃષિ આધારિત પરિવારમાં સભ્યોની સરેરાશ સંખ્યા 4.9 હતી. કેરળમાં એક પરિવારમાં 4 સભ્યો છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં સભ્યોની સંખ્યા 6, મણિપુર 6.4, પંજાબ 5.2, બિહાર 5.5, હરિયાણા 5.3, ગુજરાત 4.9, કર્ણાટક અને મધ્ય પ્રદેશ 4.5 અને મહારાષ્ટ્રમાં 4.5 હતી.
ખેડૂતોમાં 2001ની સરખામણીએ તેમાં 9.3 ટકાનો ઘટાડો 2011 સુધીમાં થયો હતો. કૃષિ કામદારોની સંખ્યામાં 9.3 ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો. કૃષિ ક્ષેત્રમાં કુલ શ્રમબળમાં 3.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો. જો આપણે આ રીતે જોઈએ તો જાણવા મળશે કે વર્ષ 1971માં ખેડૂતોની સંખ્યા 62.2 ટકા હતી જે વર્ષ 2011માં ઘટીને 45.1 ટકા થઈ ગઈ હતી. 17.1 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ખેતમજૂરો 37.8 ટકા હતા તે વધીને 54.9 ટકા થયા છે. જેમાં 17.1 ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ 1971માં કૃષિ ક્ષેત્રમાં કામ કરતા લોકોની કુલ સંખ્યા 69.7 ટકા હતી, જે વર્ષ 2011માં 15.1 ટકા ઘટીને 54.6 ટકા થઈ ગઈ છે. 2021માં 49 ટકા અને 2025 સુધીમાં 40 ટકા લોકો જ કૃષિ ક્ષેત્ર સાથે હશે. જેમાં 50 ટકાથી વધારે ખેત મજૂરો હશે. આમ 2014થી 2024 સુધીના 10 વર્ષમાં ખેતીનું વધારે પતન થયું છે. તેથી વસતી ગણતરી હાલની ભાજપની મોદી સરકાર કરાવતી નથી.
વર્ષ 2001 પછી ખેડૂતો મોટા પાયે ખેતીથી દૂર થવા લાગ્યા. મુશ્કેલીઓના કારણે ખેતી છોડી દીધી. જે ખેડૂતોએ ખેતી છોડી દીધી હતી તેઓને ખેતમજૂર બનવાની ફરજ પડી હતી. આ જ કારણ છે કે વર્ષ 2001 પછી ખેડૂતોની સંખ્યામાં ઝડપથી ઘટાડો થયો હતો. બીજી તરફ ખેતમજૂરોની સંખ્યામાં પણ એટલી જ ઝડપથી વધારો થયો છે
2022:
વર્ષ 2001ની સરખામણીએ 2022માં ખેડૂતોની સંખ્યામાં 9.3%નો ઘટાડો થયો છે. કૃષિ કામદારોની સંખ્યામાં 9.3% નો વધારો નોંધવામાં આવ્યો હતો. કૃષિ ક્ષેત્રમાં કુલ શ્રમબળમાં 3.6%નો ઘટાડો થયો છે.
ભારતમાં આઝાદી પછીના બીજા દાયકામાં વર્ષ 1971માં ખેડૂતોની સંખ્યા 62.2 ટકા હતી જે વર્ષ 2011માં ઘટીને 45.1 ટકા થઈ ગઈ છે. 2023માં તં સંખ્યા 40 ટકા થઈ ગઈ હોવાનું અનુમાન છે.
1981
9.25 કરોડ (62.5 ટકા) ખેડૂતો હતા. ખેત મજૂરોની સંખ્યા વધીને 5.55 કરોડ (37.5 ટકા) થઈ છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની સંખ્યા વધીને 14.8 કરોડ (60.5 ટકા) થઈ હતી. ખેતી કરનારાઓની સંખ્યામાં 0.3 ટકાનો વધારો થયો હતો. ખેતમજૂરોની સંખ્યામાં 0.3 ટકાનો ઘટાડો થયો હતો.
1991
ગામડાઓની વસ્તી 63.06 કરોડ (74.5 ટકા) હતી. તે અગાઉના દાયકા કરતાં 2.4 ટકા ઓછી હતી. કામદારો વધીને 31.41 કરોડ થઈ છે. જેમાં ખેડૂતો 11.07 કરોડ (59.7 ટકા) અને ખેત મજૂરો 7.46 કરોડ (40.3 ટકા) બન્યા. ખેતી અને ખેત મજૂર બંને મળીને 18.53 કરોડ (59 ટકા) થયો હતો.
1981 અને 1991 ની વચ્ચે, 10 વર્ષમાં ખેડૂતોમાં 2.8 ટકાનો ઘટાડો થયો હતો. ખેતમજૂરોની સંખ્યામાં 2.8 ટકાનો વધારો નોંધાયો. કૃષિ ક્ષેત્રે કામ કરતા લોકોની સંખ્યા 60.5 ટકાથી ઘટીને 59 ટકા થઈ ગઈ હતી. એક દાયકામાં ખેતીમાં કામકરનારાઓમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
2001
વર્ષ 2001 માં 12.73 કરોડ (54.4 ટકા) ખેતી કરતા હતા. 10.68 કરોડ (45.6 ટકા) ખેત મજૂરો હતા. કુલ કૃષિમાં કામકરનારા 23.41 કરોડ (58.2 ટકા) હતા.
ખેડૂતોની સંખ્યામાં 5.3 ટકાનો મોટો ઘટાડો થયો હતો. ખેતમજૂરોની સંખ્યામાં વધારો થયો હતો. 5.3 ટકા ખેડૂતો ખેતમજૂર બની ગયા હતા.
1991 અને 2001 ની વચ્ચે, કૃષિ ક્ષેત્રના શ્રમબળમાં 0.8 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
2011
દેશમાં વસ્તી 102.87 કરોડથી વધીને 121.08 કરોડ થઈ. ગામડામાં 83.37 કરોડ (68.9 ટકા) લસતી થઈ. કામદારોની સંખ્યા 48.17 કરોડ પર પહોંચી ગઈ છે. તેમાંથી 11.88 કરોડ (45.1 ટકા) ખેતી કરતા હતા અને 14.43 કરોડ (54.9 ટકા) ખેત મજૂરો હતા. આ રીતે, કૃષિ ક્ષેત્રમાં કામ કરતા લોકોની કુલ સંખ્યા 26.31 કરોડ (54.6 ટકા) રહી.
મોદી મોડેલ
ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રીઓને ખેડૂતો માટેનું ગુજરાત બનાવ્યું હતું. પરંતુ નરેન્દ્ર મોદી 13 સાલ મુખ્ય મંત્રી રહે ત્યાં સુધીમાં ખેતી કરતું ગુજરાત, ખેત મજૂરી કરતું ગુજરાત બની રહ્યું છે. હવે ખેડૂતો જમીનો વેચી રહ્યાં છે અને મજૂર બને છે કાંતો શહેરમાં હિજરત કરે છે. મોટી જમીનો મોદીના અને ત્યાર પછીના 3 મુખ્ય મંત્રીઓએ ઉદ્યોગોને આપી દીધી છે. હવે ગુજરાત એ ખેતી માટે મોડેલ સ્ટેટ નથી. આ માટે જો કોઈ એક વ્યક્તિ જવાબદાર હોત તો તે નરેન્દ્ર મોદી છે. જેમણે ખેડૂતોનં કંગાળ બનાવ્યા અને શહેરોને સમૃદ્ધ બનાવી ધનવાનો બનાવ્યા.
વર્ષે 1 લાખ દેશી ગાય ઘટી, 47 લાખ બળદ ગુમ, ગાયને રૂ.900ની સહાય કામ ન આવી
4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્ફળ
આખું વિશ્વ કૌટુંબિક ખેતીના દશકાની ઉજવણી કરે છે, ગુજરાતમાં ખેડૂતોને તોડી નંખાયા
ખેડૂતો અનાજ અને કઠોળની ખેતી છોડી રહ્યાં છે, ગુજરાતમાં અનાજની ખાધ ઊભી થશે, કારણ સરકારનું મફત અનાજ
ગુજરાતમાં અનાજમાં 25 લાખ ટનનો જંગી ઘટાડો ખેડૂતોએ કર્યો, અન્નદાતા કોપાયમાન કેમ
ખેતરોમાં 10 હજાર ટન જંતુનાશકો અને 4 લાખ ટન તમાકુના ઉત્પાદનથી ગુજરાત કેન્સરમાં નંબર 1
શિકારી પોતે શિકાર, પક્ષી બચાવો અભિયાન પણ મોદી રાજમાં 50 કરોડ પશુઓની ગુજરાતમાં હત્યા
ગુજરાતમાં ગાય આધારિત ભાજપની કૃષિ નીતિ, પણ 90 ટકા બળદનું નિકંદન નિકળી ગયું
47 લાખ નાના ખેડૂતો જેટલી જમીન એટલી જ 8.32 લાખ મોટા ખેડૂત પાસે જમીન
ગુજરાતમાં ચિંતાજનક સ્થિતિ, GDPમાં ખેતીનો ફાળો સતત ઘટતો જાય છે