[:gj]ખાનગી હોસ્પિટલો સરકાર હસ્તક લઈ લો [:]

[:gj]

ગુજરાત સોશિયલ વોચના મહેશ પંડ્યાએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કેટલાંક ગંભીર મુ્દદાઓ ઊભા કરેલાં છે. જેમાં ….

1. કેટલીક ખાનગી હોસ્પિટલોને સરકાર હસ્તક કોરોનાની સારવાર માટે લઈ લેવી જોઈએ. ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 પોઝિટિવ દર્દીઓ રઝળી પડેલા તે ઉપરાંત એક પોલીસ કોન્સ્ટેબલે લેખિતમાં ફરિયાદ કરેલી કે તેને પથારી નથી મળી અને પંખાની સગવડ પણ નથી.

2. એક જ વોર્ડમાં મોટી સંખ્યામાં પોઝિટિવ દર્દીઓને દાખલ કરવામાં આવે છે. સંડાસ-બાથરૂમ માટે લાઈનો થાય છે. તે ઉપરાંત પીવાના પાણી માટેના જગ પણ ઓછા હોય છે. એટલે ત્યાં પણ લાઈન થાય છે. એટલે પોઝિટિવ દર્દીઓની વચ્ચે પણ lockdown જળવાતું નથી, આવા સંજોગોમાં રાજ્ય સરકારને વિનંતી છે કે કેટલીક ખાનગી હોસ્પિટલોને થોડા સમય માટે કોરોનાની સારવાર હેતુ સર પોતાના હસ્તક કરીલે.

3. આજથી કેટલાક ઉદ્યોગોને છૂટ આપવામાં આવે છે અને તે આવકાર્ય પણ છે, એક તરફ મજૂરોને રહેવાની તકલીફ છે બીજી તરફ તેમને ખાવા પીવાની પણ તકલીફ છે એવી વખતે મજૂરોને રોજગારી પણ મળી રહેશે. કેટલાક અંશે તેને રાહત પણ મળશે. પરંતુ જે ઉદ્યોગો ચાલુ થશે તેમાં lockdown જળવાશે ખરું ? હવે જેઓને ચાલુ કરવાનો પરવાનો મળ્યો છે તે ઉદ્યોગોના માલિકોની જવાબદારી થાય કે તેમણે સામાજિક અંતર રાખવું જોઈએ, નહીં તો પછી lockdown નો કોઈ અર્થ ન સરે અને ફરી વખત પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધતી જશે. એટલે જે ઉદ્યોગોને ચાલુ કરવાની છૂટ આપી છે તે ઉદ્યોગોનું યોગ્ય રીતે મોનીટરીંગ થવું જોઈએ.

4. આજે પણ રેશનીંગ કાર્ડની દુકાનમાં lockdown જળવાતું નથી. સરકારે પ્રયત્નો કર્યા છે કે, રેશનકાર્ડના નંબરના છેલ્લા બે આંકડાઓ મુજબ આયોજન કરવું તેમ છતાંય આયોજન જળવાતું હોય એવું લાગતું નથી. એટલે સરકારે દુકાનધારકો અને લોકો સાથે સંવાદ સાધીને lockdown જળવાતો કેમ નથી તેના કારણો જાણવા જોઈએ અને તે પ્રમાણે હવે પછીના આયોજનો કરવા જોઈએ.

5. સહાયપેટે રૂપિયા ૬૫ લાખ ખાતાધારકોમાં જમા કરાવવાની વાત કરી છે પરંતુ અહીં પણ પૈસા લેવા જવામાં બેંકમાં બહુ મોટી ભીડ થશે અને એટલે ભીડ ના થાય તે માટે જે તે બેન્કોએ ગામે ગામ જવું જોઈએ. અને ત્યાં કોઈ ચોક્કસ પદ્ધતિ વાપરવી જોઈએ. જેથી એકસાથે લોકોની ભીડ ઉમટે નહિ. આ માટે પણ સરકારે લોકો સાથે સંવાદ સાધીને રસ્તો કાઢવો જોઈએ.

6. થોડા દિવસો પહેલા આપણે જોયું કે સુરત અને અમદાવાદમાં મજૂરો રસ્તા પર આવેલા અને lockdownનો ભંગ કરેલો આ મજૂરોને પણ કોરોના વાયરસની બીક લાગે છે. તેમ છતાંય જ્યારે તેઓ જીવના જોખમે lockdown તોડે છે, ત્યારે તેમને સમજાવવાની જરૂર છે .તેમની સાથે વિગતે વાર્તાલાપ કરવાની જરૂર છે. ટોળું ભેગું થાય અને પોલીસ ટોળું વિખેરવા માટે સામાન્ય સમજાવટ અને છેલ્લે લાઠી ચાર્જ કરે અને મામલો થાળે પાડે તે પૂરતું નથી.

7. મજૂરો પાસે તેમની મજબુર સ્થિતિનો અભ્યાસ કરીને રસ્તો કાઢવાની જરૂર છે. જ્યાં એક રૂમમાં દસ મજૂરો રહેતા હતા તેઓ બે પાલીમાં કામ કરતા હતા એટલે એકસાથે એક રૂમમાં પાંચ મજૂરો ચાલુ દિવસોમાં રહેતા હતા. હવે lockdown થતા આ દસેય મજૂરોએ એક જ રૂમમાં એકસાથે રહેવાની અને સુવાની ફરજ પડી છે. એટલે અહિં lockdown જાળવવું મુશ્કેલ છે.

8. સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં સ્ટેડિયમ અને મોટા મોટા હોલ આવેલા છે આ મજૂરોને અથવા તો જે આશરો લઈ રહ્યા છે તેવા લોકોને આવી જગ્યાએ સ્થળાંતરિત કરવા જોઈએ જેથી સામાજિક અંતર જળવાઈ રહે આ ઉપરાંત ત્યાં જ કોમ્યુનિટી કિચન શરૂ કરી દેવું જોઈએ જેથી આ લોકોને બે ટાઈમનું ભોજન અને બે ટાઈમ ચા મળી રહે.

9. કિરાણા સ્ટોર અને શાકભાજીની લારી ચલાવતા લોકોનો ટેસ્ટ કરવો જોઈએ. તેઓ નેગેટિવ આવ્યા હોય તેમને સર્ટિફિકેટ આપવુ જોઈએ જેથી ગ્રાહકોને માનસિક રીતે ચિંતા ના રહે, કે તેઓ કોઈ કોરોના ગ્રસ્ત વેપારીને ત્યાં વસ્તુ ખરીદી રહ્યા છે. તેવી જ રીતે અમૂલ પાર્લર પર બેસવા વાળા માણસોના પણ ટેસ્ટ થવા જોઈએ કારણકે તે લોકો જ lockdown માં વધારે લોકોના સંપર્ક માં આવે છે.

10. રાજ્ય સરકાર રોજ ત્રણ વખત પત્રકાર પરિષદ સંબોધે છે. લોકોને માહિતગાર કરવા માટે પત્રકાર પરિષદ અતિ આવશ્યક બાબત છે .પરંતુ આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ અને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી અલગ-અલગ જે પત્રકાર પરિષદ કરવામાં આવે છે. તેને સ્થાને માત્ર સાંજે એક જ વખત ત્રણેય વિભાગની ભેગી પત્રકાર પરિષદ જો કરવામાં આવે તો વારંવાર પત્રકારોએ અહીં તહીં દોડવું ના પડે. અને લોકો પણ એક ચોક્કસ નિર્ધારિત સમયે પત્રકાર પરિષદ સાંભળી શકે આજે કોરોના અને lockdown ની પરિસ્થિતિમાં પત્રકારોની સંખ્યા પણ ઘટી છે. તેવા સમયે પત્રકારો જો ફિલ્ડમાં વધારે સમય ફાળવે તો સરકારને કેટલીક ઘટનાઓ જાણવા મળે અને તેની પર કામ કરીને કોરોના થી લોકોને પડતી હાડમારી રોકી શકાય.

11. કરફયૂમાં માત્ર મહિલાઓને છૂટ આપવામાં આવે છે. તે અભિગમ બદલવાની જરૂર છે. ધમાલ અને અશાંત પરિસ્થિતિને લીધે કરફ્યું નાખવામાં આવતો હતો. જેમાં પુરુષો પર પ્રતિબંધ મૂકવામાં આવતો હતો. કારણકે સામાન્ય રીતે પુરુષો ધમાલમાં સહભાગી થતા આવે છે. અને એટલે કરફ્યું વખતે મહિલાઓને છૂટછાટ આપવામાં આવતી હતી. અલબત્ત, આજે પણ એજ પરંપરા જાળવી રાખવામાં આવી છે. તે બરાબર નથી એક દિવસ પુરુષોને છૂટ આપો બીજા દિવસે મહિલાઓને છૂટ આપો આવું કરવામાં આવશે તો મહિલાઓ અને પુરુષો બંનેને વારાફરતી બહાર નીકળવા મળશે જેથી રાહત રહેશે અને lockdown નો અમલ સારી રીતે થઇ શકાશે.[:]