મંત્રીમંડળે ગાર્મેન્ટ અને તૈયાર વસ્ત્રોની નિકાસ પર કરવેરામાં રિબેટ લંબાવવા મંજૂરી આપી
નવી દિલ્હી, 25-03-2020
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 1 એપ્રિલ, 2020થી રિબેટ ઑફ સ્ટેટ એન્ડ સેન્ટ્રલ ટેક્ષીસ એન્ડ લેવીસ (RoSCTL)ને જાળવવા માટેની મંજૂરી આપી હતી. જ્યાં સુધી આ યોજનાને રેમિશન ઑફ ડ્યુટીઝ એન્ડ ટેક્સિસ ઓન એક્ષ્પોર્ટેડ પ્રોડક્ટ્સ (આરઓડીટીઇપી)માં વિલિન નહીં કરવામાં આવે, ત્યાં સુધી આ મંજૂરી જળવાઈ રહેશે.
તૈયાર વસ્ત્રો માટેની RoSCTL યોજનામાં 1 એપ્રિલ, 2020થી તેની માર્ગદર્શિકામાં કોઈ પણ પ્રકારનાં ફેરફાર વિના જળવાઈ રહેશે. વળી જ્યાં સુધી RoSCTLને RoDTEP સાથે વિલિન નહીં કરવામાં આવે, ત્યાં સુધી ટેક્સટાઇલ મંત્રાલયે જાહેર કરેલા દર પણ જળવાઈ રહેશે.
RoSCTL 31 માર્ચ, 2020 પછી જળવાઈ રહેવાથી ટેક્સટાઇલ ક્ષેત્ર તમામ કરવેરા/વેરાના રિબેટ દ્વારા સ્પર્ધાત્મક બનશે એવી અપેક્ષા છે, જેને અત્યારે કોઈ પણ અન્ય વ્યવસ્થા હેઠળ રિબેટ મળતું નથી.
ગુજરાતી
English




