લોકોની આર્થિક હાલત ખરાબ થતાં સુરતની સરકારી શાળામાં વિદ્યાર્થીઓને ભળાવવા લાગ્યા

Financial condition worsened, students started getting education in govt schools of Surat लोगो की आर्थिक स्थिति खराब होने से, छात्रों को सूरत के सरकारी स्कूलों में प्रवेश

સુરત, 20 ઓગસ્ટ 2024

સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે. ખાનગી શાળામાંથી સમિતિની શાળામાં પ્રવેશ મેળવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં શિક્ષણ સમિતિની શાળામાં 48778 વિદ્યાર્થીઓએ ખાનગી સ્શાળામાં પ્રવેશ મેળવ્યો છે.
ખાનગી શાળામાંથી અભ્યાસ છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. સમિતિના વિદ્યાર્થીઓ 1.90 લાખ સુધી પહોંચી ગયો છે.
કોરોના કાળ દરમિયાન સૌથી વધુ 13 હજાર 673 બાળકોએ ખાનગી શાળા છોડીને પાલિકાની શાળામાં પ્રવેશ લીધો હતો. કોરોના કાળ દરમિયાન અનેક લોકોના નોકરી ધંધા બંધ થઈ ગયા હતા તેના કારણે ફી ભરવી પણ પોસાય તેમ ન હોવાથી અનેક વાલીઓએ પોતાના બાળકોને ખાનગી શાળામાંથી પાલિકાની શાળામાં એડમિશન લેવડાવ્યું હતું.

સતત વધતી સંખ્યા હોવાના કારણે શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે અને ગરીબી વધી છે તે તેનું મુખ્ય કારણ છે.

વધતી જતી મોંઘવારી અને તેમાં પણ ખાનગી શાળાઓમાં શિક્ષણ ઘણું જ મોંઘુ થઈ રહ્યું હોવાથી મધ્યમ વર્ગમાં પણ ખાનગી શાળાનો મોહ ઓછો થઈ રહ્યો છે. શાળાઓમાં શિક્ષકોની ઘટ વચ્ચે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ઈન્ટર એક્ટિવ(સ્માર્ટ બોર્ડ) પર શિક્ષણ અપાય છે. બોર્ડના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણમાં રૂચી વધવા સાથે શિક્ષકો ઓછી મહેનતે વધુ સારું શિક્ષણ આપી રહ્યાં છે. વિવિધ પ્રયોગ, દાખલા અને વાર્તાનું ઓડિયો વિડિયોથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો આવતો નથી અને રસપૂર્વક માહિતી નિહાળી રહ્યા હોવાથી શિક્ષણ જલ્દી પણ ગ્રહણ કરી રહ્યાં છે. બોર્ડને ઈન્ટરનેટ સાથે જોડી દેવામાં આવ્યું હોવાથી આધુનિક માહિતી વિદ્યાર્થીઓને મળી રહે છે અને વિદ્યાર્થીઓ ઝડપથી શીખી પણ રહ્યાં છે. રિવિઝન કરાવવાની કામગીરી તદ્દન સરળ અને અસરકારક બની ગઈ છે. રેફરન્સ માટે ફોટા અને વિડિયો નેટ પરથી સીધા બતાવી શકાય છે.

શિક્ષકો ઈન્ટર એક્ટિવ બોર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. હાલમાં એકમ કસોટીના પ્રશ્નપત્ર તથા તેના જવાબો માટેની માહિતી સાથેની ઓડિયો વ્યુઝીયલ ઈન્ટર એક્ટિવ બોર્ડ પર બતાવી અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. પરીક્ષાની તૈયારી મેન્યુઅલી કરવામા આવે.
શાળાઓમાં ફી વિના ખાનગી શાળા જેવી સુવિધાના કારણે વિદ્યાર્થીઓ વધી રહ્યાં છે હોવાની વાત શિક્ષણ સમિતિના અધ્યક્ષ કરી રહ્યાં છે.

વર્ષ – ખાનગી શાળામાંથી પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યા
2019-20 – 5814
2020-21 – 7051
2021-22 – 13673
2022-23 – 8971
2023-24 – 12369
કુલ – 48778