ભગવા અંગ્રેજ ભાજપ માટે શહેરો પ્યારા, ગામડાઓ અછૂત
भगवा अंग्रेजी भाजपा के लिए शहर प्यारे, गांव अछूत
For saffron English BJP, cities are lovely, villages are untouchable
દિલીપ પટેલ
ગાંધીનગર, 30 જૂન 2022
2009થી 2021-22 સુધીના 12 વર્ષોમાં રાજ્ય સરકારે કુલ 44102 કરોડ રૂપિયાની ફાળવણી કરેલી છે. હવે, રાજ્યના નગરો અને મહાનગરો માટે 2022-23ના માટે 5100 કરોડ રૂપિયા આપ્યા છે. 12 વર્ષમાં શહેરો માટે 49,202 કરોડ આપેલા છે. આમ માથાદીઠ 17 હજાર રૂપિયા ખર્ચ કર્યું છે. કુટુંબ દીઠ રૂપિયા 1 લાખ શહેરોમાં આપ્યા છે. સ્થાનિક સરકારે તેના બે ગણા વેરા ઉઘરાવીને ખર્ચ કર્યું છે. આમ દરેક કુટુંબ દીઠ સરકારે 3 લાખનું ખર્ચ કર્યું છે.
ઉપરાંત 25 હજાર કરોડ આ વર્ષે કેન્દ્ર સરકાર આપવાની છે. 2.50 લાખ કરોડ 10 વર્ષમાં શહેરોને જોડતા રાષ્ટ્રીય ધોરી માર્ગો માટે ખર્ચ થયું હોવાનું અનુમાન છે.
આમ લગભગ 3 લાખ કરોડનું ખર્ચ 12 વર્ષમાં શહેરો માટે કરાયું છે. 1 લાખ ખર્ચ વ્યક્તિ દીઠ અને શહેરી કુટુંબ દીઠ 5 લાખ ખર્ચ કરાયો છે.
આમ શહેરો માટે સરકાર વધારે ખર્ચ કરી રહી છે. ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આટલું ખર્ચ કરવામાં આવતું નથી. કારણ કે શહેરોમાંથી ભાજપના ધારાસભ્યો ચૂંટાય છે. 8 મહિનગરો, જિલ્લા મથકો પર ભાજપની સરકારો ચૂંટાય છે. તેથી સરકાર શહેરોને વધારે પૈસા આપીને રાજી રાખે છે.
ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડને રૂ.3800 કરોડની રકમ અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ.1294 કરોડ ફાળવવામાં આવશે.
જેમાંથી મહાનગર પાલિકાઓને રૂ.3345 કરોડ, નગરપાલિકાઓને રૂ.1628 કરોડ તથા શહેરી વિકાસ સત્તામંડળોને રૂ.127 કરોડની રકમ અપાશે.
8 મહાનગરપાલિકાઓને રૂ.1917 કરોડ, નગર પાલિકાઓને રૂ.379 કરોડ અને શહેરી વિકાસ સત્તામંડળોને રૂ.72 કરોડ આપવાની જોગવાઇ છે.
મુખ્યમંત્રી શહેરી સડક યોજના માટે રૂ.500 કરોડમાંથી 8 મહાનગરપાલિકાઓને રૂ.300 કરોડ અને નગરપાલિકાઓને રૂ.200 કરોડ ફાળવવામાં આવશે.
ખાનગી સોસાયટીઓને રૂ.350 કરોડ અને આગવી ઓળખના કામો માટે 100 કરોડની જોગવાઈ છે.
મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા માટે ફલાય ઓવર બનાવવા રૂ.250 કરોડ ફાળવાશે.
8 મહાનગરપાલિકાઓના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ માટે રૂ.238 કરોડની ફાળવણી થશે.
ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનને રૂ.1294 કરોડ નગરો-મહાનગરોમાં કામો માટે ફાળવવામાં આવશે.
ભૂગર્ભ ગટર, પાણી પુરવઠા, નળ થી જળ કાર્યક્રમ અન્વયે પીવાના પાણી માટેના વિતરણ કામો, બસ પરિવહન ખર્ચ સહાય આપવામાં આવશે.
ગુજરાતમાં રૂ.3761 કરોડના ખર્ચે 34 રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામ શરૂ થશે.
6 મહિનામાં રાજ્યના 33 જિલ્લાઓમાં રૂા.12200 કરોડના ખર્ચે માર્ગ નિર્માણ કે વિકાસના કામો શરૂ કરાયા છે. હવે રૂ.3761 કરોડના ખર્ચે 34 રાષ્ટ્રીય ધોરીમાર્ગના કામ શરૂ થશે.
આ રકમ મોટા ભાગે શહેરોને જોડતા માર્ગો માટે ખર્ચ કરાશે.
જેમાં રૂા.2511 કરોડના રસ્તાના બાંધકામ અને નવા બ્રીજના બાંધકામો તેમજ રૂ।. 1250 કરોડના પ્રી-કન્સ્ટ્રકશન એક્ટીવીટીના કામો હાથ ધરાશે. આ રસ્તાઓમાં નદીઓ ઉપર બ્રીજ, રેલવે ફાટક ઉપર આર.ઓ.બી, આર.યુ.બીનુ નિર્માણ કરાશે, જેના થકી રેલવે ફાટક ઓછી થશે.
વાર્ષિક પ્લાનમાં રૂા.350 કરોડના ખર્ચે અમદાવાદના નારોલ જંક્શનથી ઉજાલા જંક્શન સુધીના 12.8 કી.મી.ના રસ્તાને વિકસાવવામાં આવશે. છ-માર્ગીય રસ્તાને આઠ માર્ગીય કરાશે. હાલના સાબરમતી નદી પરના પુલને છ-માર્ગીય બનાવાશે.
રૂ.128 કરોડના ખર્ચે વિશાલા જંક્શનથી ઉજાલા જંક્શન વચ્ચેના 5.28 કી.મી.ની ચાર-માર્ગીય લંબાઇના રસ્તાને છ-માર્ગીય બનાવી એલીવેટેડ કોરીડોર બનાવાશે.
રૂ.110 કરોડના ખર્ચે સરખેજ – ગાંધીનગર હાઇવે પર ઇસ્કોન ફ્લાઇઓવરથી સાણંદ ફ્લાય-ઓવર વચ્ચે 4 કી.મી. લંબાઇ 3 એલીવેટેડ ફ્લાય-ઓવર બનશે.
રૂા. 257 કરોડના ખર્ચે મહુવાથી અમરેલી વચ્ચે બાધડા સુધીના 50 કી.મી.ના 10 મીટર પહોળો રસ્તો બનશે. જેના પર 2 રેલવે ઓવરબ્રિજ અને નવા પુલીયા બનશે. 100 કી.મી.ની ઝડપે વાહનો દોડી શકશે.
રૂ.451 કરોડના ખર્ચે બાધડા – અમરેલીના 50 કી.મી.નો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેમા અમરેલી બાયપાસ તેમજ બગસરા જવા માટે નદીના પુલ તથા રેલવે ઓવરબ્રિજ બનશે.
રૂા.450 કરોડના ખર્ચે ભિલોડા – શામળાજી નેશનલ હાઇવે 168-Gનો નવો 10 મીટર પહોળો રસ્તો બનાવાશે. જેના પર નાના પુલ તથા ભીલોડા બાયપાસ બનશે.
આહવા-સાપુતારા નેશનલ હાઇવે-953 માર્ગને 10 મીટર પહોળો બનાવાશે.
રૂ.250 કરોડના ખર્ચે જામનગર – કાલવાડ નેશનલ હાઇવે-927-D ને ચાર માર્ગીય બનાવાશે. જે માટે જમીન સંપાદન તેમજ જંગલ વિસ્તારમાં બનશે.
આ કારણો છે ભાજપ શહેરોમાં કેમ છે —–
શહેરી મતદારો ભાજપના પક્ષે રહે છે. કુલ 6 મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં 144 વોર્ડ અને 576 બેઠકો હતી. જેમાંથી ભાજપે 483 બેઠકો જીતી. જ્યારે કોંગ્રેસ ફક્ત 55 બેઠકો પર સમેટાઇ ગઇ. અન્ય પાર્ટીઓને 38 બેઠક મળી. આ ચૂંટણીઓમાં બે વાત મહત્વની હતી. પ્રથમ પ્રદેશ ભાજપમાં એકચક્રી સાશન માટે
રાજ્ય ધોરી માર્ગો હતા તેમાં સુધારો કરીને 967 કિલો મીટરના રાષ્ટ્રીય ધોરી માર્ગો બનાવવામાં આવ્યા છે, જેમાં 769 માર્ગો જો રાજ્ય ધોરી માર્ગોને રાષ્ટ્રીય ધોરી માર્ગમાં ફેરવેલા છે. જે સૌરાષ્ટ્રના કોસ્ટલ હાઈવે પરના છે. જેનો ઉપયોગ લોકો કરતાં ઉદ્યોગો માટે વધું ફાયદો કરી રહ્યાં છે.
આમ રૂપાણી સરકારે 3 ટકા ગ્રામ્ય રસ્તા વધાર્યા તેની સામે શહેરના માર્ગોમાં 35 ટકાનો વધારો કર્યો છે. જે બતાવે છે કે, રૂપાણી સરકાર શહેરોમાં સારા માર્ગો આપી રહી છે. પણ ગ્રામ્ય વિસ્તારોમાં તેમ નથી કરતી તેની પાછળનું કારણ એ છે કે, 2017માં ગ્રામ્ય પ્રજાએ રૂપાણીને મત આપ્યા ન હતા. શહેરોમાં રૂપાણીને મતો મળતા તેમની સરકાર બની હતી.
નાના શહેરો
2015ની સ્થાનિક સ્વરાજ્યની – મહાનગર પાલિકા, પાલિકા અને પંચાયતોની ચૂંટણીમાં જનાધાર 4.59 ટકા વધી ગયો હતો. આથી ભાજપને પાલિકા-પંચાયતોની ચૂંટણીઓમાં મોટાભાગની સંસ્થાઓ ગુમાવી હતી. ભાજપના મતમાં 1.25 ટકાનો ઘટાડો થયો હતો. કોંગ્રેસને 31માંથી 23 જિલ્લા પંચાયત, 221માંથી 151 તાલુકા પંચાયત અને 12 પાલિકામાં સત્તા મેળવી હતી. મિજાજ બદલતાં વલણમાં છેવટે કોંગ્રેસનું વજન વધ્યું હતું.
2021માં ભાજપને જિલ્લા પંચાયતમાં 54.19 ટકા મતો મળ્યા હતા. કોંગ્રેસને 39.17 ટકા મતો મલ્યા છે. આમ આદમી પક્ષને 2.66 ટકા મતો મળ્યા છે.
ગુજરાત ભાજપની સરકાર શહેરી મતદારોના મત પર બની હોવાથી ગુજરાત સરકાર હવે શહેરી વિસ્તારો કેમ ઝડપથી વધે તે માટે યોજના બદ્ધ આગળ વઘી રહી છે. પાંચ મહિલામાં જ ગુજરાતમાં 500 ચોરસ કિલોમિટરનો શહેરી વિસ્તાર વધારી દેવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન અને શહેરી વિકાસનો હવાલો સંભાળતા વિજય રૂપાણીએ નવી સરકાર બનાવતાં જ તેઓ હવે ઝડપી શહેરીકરણ તરફ નીતિ અખત્યાર કરી રહ્યાં છે. શહેરો માટેની યોજનાઓ ઝડપી બનાવી છે.
શહેરીકરણ ઝડપી કરો – મુખ્ય પ્રધાન
ભાજપ સરકારે શહેરી નીતિનો ઝડપી અમલ કરવા માટે TPO – નગર નિયોજક અને CTP અને વિભાગને સુચના આપી છે. બાકી રહેતી TP પણ તાત્કાલિક પૂર્ણ થાય અને શહેરના વિકાસમાં TP નો વિલંબ બાધારૂપ ના બને તેવા સ્પષ્ટ આદેશો આપેલા છે. લોકસભા ચૂંટણીની આચાર સંહિતા પૂર્ણ થતા જ શહેરી પ્રશાસનના ભાગરૂપે 21 TP ટાઉન પ્લાનીંગ સ્કીમ અને ડેવલપમેન્ટ પ્લાન મંજૂર કરીને શહેરોનો વિસ્તાર ઝડપથી વધે તે માટે કામ કર્યું છે. 5 મહિનામાં 50 TP મુખ્ય પ્રધાને મંજૂર કરી છે.
શહેરી વિકાસ વિભાગમાં લોકોને નહિવત્ મુશ્કેલી પડે અને તમામ સ્તરીય ઝડપી કાર્યવાહી થાય તેવી સ્પષ્ટ સૂચનાઓ પણ તેમણે આપી છે.
5 મહિનામાં 50 શહેરી આયોજન
2019ના 5 જ મહિનામાં 50 TP મંજૂર કરી છે. નવી સરકાર આવી તેની સાથે દોઢ વર્ષમાં 150 TP મંજૂર કરી છે. જે અગાઉની તમામ સરકારો કરતાં વધું છે. 10 હેક્ટરની એક TP સ્કીમ બને છે.
અમદાવાદ મોટું થયું
અમદાવાદ શહેરની 3 પ્રારંભિક TP તથા એક ડ્રાફ્ટ TPને મંજૂરી આપી છે. આ સ્કીમ્સમાં ઓઢવની TP 112, ઓગણજની TP 54 તથા બોપલની TP 1 એમ 3 પ્રારંભિક તથા ઘાટલોડીયા – સોલા – ચાંદલોડીયાની ડ્રાફટ TP 28ને મંજૂરી આપી છે. અમદાવાદની આ 3 પ્રારંભિક યોજના મંજૂર થવાથી શહેરને બાગ-બગીચા, ખુલ્લી જમીન, સોશ્યલઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટીઝ તેમજ આર્થિક – સામાજિક વર્ગના લોકોના રહેણાંકના વેચાણ હેતુથી પ્રાપ્ત થશે. ખાસ કરીને પ્રારંભિક ટીપી મંજૂર થવાથી આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે જમીન પ્રાપ્ત થશે અને શહેરી વિસ્તારમાં સામાન્ય માનવીના ઘરના ઘરનું સ્વપ્ન પુરૂ કરવામાં આ નિર્ણય એક વધુ કદમ પૂરવાર થશે. એવું મુખ્ય પ્રધાન માની રહ્યાં છે. તેનો સીધો મતલબ એ થયો કે શહેરોમાં વસતી વધારવી.
સુરતમાં સૌથી વધું TP
સુરતની એક પ્રારંભિક સ્કીમ પૂણા 20 મંજૂર કરી છે. મુખ્ય પ્રધાન જે ઝડપથી ડ્રાફ્ટ સ્કીમને મંજૂરી આપવામાં આવે છે તે જ રીતે ઝડપી કાર્યવાહીથી ડ્રાફ્ટ TPમાં રસ્તા તેમજ અન્ય આંતરમાળખાકીય સુવિધાના સમયસર અમલીકરણ થવા માટે પણ સંબંધિત સત્તામંડળોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.
ચૂંટણી પછી ઝડપ કેમ ?
લોકસભાની ચૂંટણી પૂરી થતાં અને ભાજપની સરકાર બનકતા આચારસંહિતા બાદ જે 12 ફાઇનલ TPને મંજૂરી આપી છે તેમાં રાજકોટ TP નં.15 -વાવડી, અમદાવાદ TP નં.89(વટવા-૧), રાજકોટ TP 27 (મવડી), ઉંઝા 4, ઉંઝા 6, સુરત 38 વરીયાવ, વડોદરા 1 ખાનપુર – સેવાસી, અમદાવાદ 111 (નિકોલ – કઠવાડા), ગાંધીનગર – GUDA 16, પેથાપુર, ગાંધીનગર GUDA 13 વાવોલ, ઉંઝા 1, ફર્સ્ટ વેરીડ અને અમદાવાદ 109 મુઠીયા – લીલાસીયા-હંસપુરાનો સમાવેશ થાય છે.
ચૂંટણી પહેલાં શું થયું
ચૂંટણીઓ પહેલા 6 ફાઇનલ TP ને મંજૂરી આપી હતી. ફાઇનલ TP મંજૂર થતાં, તેટલી TP સ્કીમની કાર્યવાહી પૂર્ણ થઇ તમામ રેકર્ડ સંબંધિત ઓથોરીટીને ટાઉન પ્લાનિંગ ઓફિસર દ્વારા સોંપી દેવામાં આવે છે અને પરિણામે આવા TPOની કચેરીમાં અન્ય TPની વધુ ઝડપથી કામગીરી હાથ ધરી શકાશે. નાના શહેરો મોટા થશે વિજયભાઈ રૂપાણીએ રાજકોટની ફાઇનલ TP 15 વાવડી અને 27 મવડીની મંજૂર કરી છે. કરજણ તથા ઝઘડીયા – સુલતાનપુરના ડેવલપમેન્ટ પ્લાન, બિલીમોરા-દેસરાની TP 1 પ્રારંભિક તથા અન્ય વેરીડ સ્કીમો, ભાવનગર શહેરની 2 ડ્રાફ્ટ સ્કીમો 19 અને 20 નારીને પણ મંજૂરી આપી છે.
ભાજપને કોઈ હરાવી શકશે નહીં
3 કરોડ લોકો શહેરોમાં રહે છે. જો આ રીતે જ શહેર મોટા થતાં રહેશે તો 2024 સુધીમાં ગુજરાતમાં 50 ટકાથી વધું વસતી શહેરમાં વસતી હશે. તેમ થાય તો પછી ગુજરાતમાંથી ભાજપને કોઈ હરાવી નહીં શકે, તેઓ લાંબો સમય સુધી ગુજરાતની સત્તા ભોગવશે.
શહેરી રાજકારણ
અમદાવાદ મેટ્રો સિટી છે. અમદાવાદમાં જેટલાં શહેરી વિસ્તાર ભેળવતાં ગયા તેમ સત્તા ટકતી રહી હતી. સુરત, વડોદરા અને રાજકોટ શહેર મીલીયન સિટી તરીકે છે. જેની વસતી 10 લાખથી વધું છે. મોટા શહેરોમાં જે કંઈ થાય છે તેની સીધી અસર ગામડાંના લોકો પર પડે છે. જે નાજકીય પક્ષોને ફાયદો કે નુકસાન કરાવે છે.
શહેરો મોટા થયા
1થી 10 લાખ સુધીના 27 શહેરો છે. જેમાં 4 મહાનગર પાલિકા ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગરનો સમાવેશ થાય છે. ઉપરાંત 23 નગરપાલિકાઓ મળીને તમામ 27 શહેરોમાં ભાજપનું રાજ છે.
34 શહેરો એવા છે કે જેની વસતી 50 હજારથી 1 લાખ સુધી છે. આ તમામ નગરપાલિકાઓ છે. જેમાં 90 ટકા પર ભાજપનો કબજો છે. 5 જિલ્લા મથક પણ નગરપાલિકા છે જેમાં રાજપીપળા, આહવા, વ્યારા, લુણાવાડા, મોડાસાનો તેમાં સમાવેશ થાય છે. જેમાં 4 પર ભાજપની સત્તા છે.
ગામડાની પ્રજાને શહેરમાં લઈ જવાઈ
ભાજપ ગુજરાતમાં સત્તા પર આવ્યો ત્યારે 500 લોકો રહેતાં હોય એવા ગામોની સંખ્યા 3 હજાર હતી જે 2011માં 2400 થઈ ગયા હતા. 2024 સુધીમાં ઘટીને 2 હજાર નજીક આવી જશે. આમ નાના ગામોના 50 ટકા લોકોએ હિજરત કરી છે. જો હિજરત ન કરી હોત તો આ ગામોની સંખ્યા વધીને 3500 ગામો હોત. જો તેમ હોત તો ભાજપના મતોનું ધોવાણ થયું હોત.
ગામ શહેર બનશે
તેની સામે શહેરી વિસ્તારોમાં જબ્બર વધારો થયો છે. ભાજપ સત્તા પર ગુજરાતમાં આવ્યો ત્યારે 5 હજારથી ગણીને 264 શહેર હતા. 2011માં 348 શહેર બન્યા અને હવે બીજી લોકસભાની ચૂંટણી 2024 સુધીમાં આવશે ત્યાં સુધીમાં 400 મોટા ગામ કે શહેર બની ગયા હતા.
શહેરોની વસતી પણ વધી રહી છે
2.70 કરોડની ગ્રામ્ય વસતી હતી જે 2011માં 3.46 કરોડ અને 2024માં 4 કરોડ થઈ જશે. તેની સામે 1.42 કરોડની શહેરી વસતી 2.57 કરોડ 2011માં થઈ હતી અને 2014 સુધીમાં તે 4 કરોડ નજીક પહોંચી જશે. આમ ભાજપના રાજમાં ગ્રામ્ય વિસ્તારોમાં વસતી વધારાનો દર 15 ટકાથી ઘટીને 9.30 ટકા 2011 સુધીમાં થયો છે અને 2014માં 5 ટકા થઈ શકે છે. આમ ગામડાની વસતી ઘટી રહી છે. તેની સામે શહેરી વસતી વધારાનો દર 34 ટકાથી વધીને 36 ટકા થયો અને હવે 2024 સુધીમાં 40 ટકા થઈ જશે. તેમાં ગ્રામ્ય વિસ્તારોમાં જન્મનું પ્રમાણ વધું છે જો તે શહેરો જેટલું હોત તો આજે શહેર અને ગામડાની વસતી સમાન થઈ ગઈ હોત અને 2024 સુધીમાં શહેરોની વસતી ગામડાઓ કરતાં વધી હોત.
2002નું હિન્દુત્વ
2002ની ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 35.38 ટકા જ મત મળ્યાં હતા. જે 2015ના અંતે વધીને 43.52 ટકા થયો હતો. આમ હિંદુત્વની અસર મતદારો પર ભારે હતી. જે આજે 2021માં પણ સવાર છે. 2021માં ઘટીને 39 ટકા થઈ ગયો છે. 4 ટકા જનાધાર ઘટી ગયો છે.
કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષો ડિસેમ્બર 2022ની ચૂંટણીને ગુજરાતી પ્રજાના મિજાજના રાજકીય બેરોમીટર તરીકે જોઈ રહ્યાં છે.
અમદાવાદ તૂટ્યું
2015માં શહેરોમાં 12 વર્ષના વનવાસ પછી કોંગ્રેસને જનાધાર મળ્યો હતો. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર વધ્યા હતા. અમદાવાદ મહાનગર પાલિકામાં નવા વોર્ડના સીમાંકનથી 4 કોર્પોરેટરોની પેનલના કારણે 2010ની સરખામણીએ કોંગ્રેસના કોર્પોરેટરોનું સંખ્યાબળ વધ્યું હતું. ભાજપના 11 કોર્પોરેટર ઓછા ચૂંટાયા હતા. 2010ની ચૂંટણીમાં કોંગ્રેસના 37 કોર્પોરેટર હતા. જે વધીને 49 થયા હતા. 2015માં ભાજપના 151 કોર્પોરેટર ઘટી 142 થયા હતા.
હિંદુત્વ હજું પણ ચાલું છે
ગુજરાતના શહેરી વિસ્તારોએ વર્ષ 2002ના ગોધરાકાંડ પછી કોંગ્રેસને હિંદુ મતદારોએ વનવાસ આપ્યો હતો. 12 વર્ષને અંતે 2015માં હિંદુત્વની લહેર ઓછી થઈ હતી. સુરત, રાજકોટ, અમદાવાદ મહાનગરોમાં મજબૂત વિપક્ષ મળ્યો હતો. હવે કોઈ લહેર વગર પણ પ્રજાના પીડા આપતાં પ્રશ્નો હોવા છતાં 2021માં ફરી ભાજપને ફરીથી મતો મળ્યા છે.
શંકરસિંહ વાઘેલાના બળવા પછી પણ ગુજરાતમાં ભાજપ કરતા કોંગ્રેસ પાસે સૌથી વધુ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનું બળ હતું. સ્થાનિક સ્વરાજ્યની તમામ સંસ્થાઓમાં 2010માં કુલ 4778માંથી ભાજપ પાસે 2460 જન પ્રતિનિધિઓ હતા. તે વર્ષ 2015માં ઘટીને 1718 થઈ ગયા હતા. જ્યારે કોંગ્રેસના 1428થી વધીને 2102 થયા હતા.
2021માં
2021માં જિલ્લા પંચાયતમાં ભાજપની પાસે 800 બેઠકો થઈ છે. કોંગ્રેસની 169 થઈ છે.
તાલુકા પંચાયતમાં ભાજપને 3351 બેઠકો સાથે 52.27 ટકા અને કોંગ્રેસને 1252 બેઠકો સાથે 38.82 ટકા મત મળેલા છે. આમ આદમી પક્ષને 31 બેઠક મળી છે. કુલ 4771 બેઠકો હતી.
નગરપાલિકાની 2720 બેઠકોમાંથી ભાજપને 52.7 ટકા મત સાથે 2085 બેઠક મળી છે. કોંગ્રેસને 29.09 ટકા મત સાથે 388 બેઠક મળી છે. એનસીપીને 0.5 ટકા મત સાથે 5, સમાજવાદી પક્ષને 0.83 ટકા મત સાથે 14 બેઠક, આમ આદમી પક્ષને 4.16 ટકા મત સાથે 9 બેઠક, ઔવૈસીને 0.7 ટકા મત સાથે 17 બેઠક મળી છે. અપક્ષોને 1.19 ટકા મત સાથે 24 બેઠક લઈ ગયા છે.