ભાજપની કચેરીએ ફોર્મ છાપીને તેના કાર્યકરોને અપાયાનો કોંગ્રેસનો આરોપ
અમદાવાદ, 30 જાન્યુઆરી 2026
12 લાખ 50 હજાર ફોર્મ 7 ચૂંટણી પંચને મળ્યા છે. ચૂંટણી પંચ કહે છે કે, હજુ સુધી 1 લાખ 50 હજાર નામો રદ કરવા અરજી દાખલ કરી છે. મતલબ છે કે 10 લાખ કરતાં વધારે ફોર્મ ખોટા હોવાનો એકરાર ચૂંટણી પંચ કર્યો છે. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને 17 જાન્યુઆરીએ ફરિયાદ કરી હતી કે, ભારતીય જનતા પછની કોબાની કચેરીએથી સોફ્ટવેરથી છાપેલા થયેલા ફોર્મ છે.
કોંગ્રેસ પક્ષે માંગણી કરી કે 10 લાખ ખોટા ફોર્મ ભરનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
તેમની સામે પોલીસ ફરિયાદ કરીને જેલના સળિયા પાછળ મોકલી આપવામાં આવે.
પંચ પ્રત્યે લોકોનો વિશ્વાસ ડગ્યો છે એ સંપૂર્ણ ખતમ ના થઈ જાય એટલા માટે તાત્કાલિક પગલા ભરો એવી માગણી કરી છે.
ગુજરાતની અસ્મિતા સમાન પદ્મશ્રી એવોર્ડ વિજેતા શાહબુદ્દીન રાઠોડ અને પદ્મશ્રી નોમિનેટ હાજી રમકડાંનું નામ કમી કરવા ભાજપ અને ચૂંટણી પંચ ભેગા મળી ફોર્મ 7ની કાર્યવાહી કરી છે. ચૂંટણી પંચ ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહ્યું છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતના ચૂંટણી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. સમગ્ર દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના શાસકો અને ચૂંટણી પંચની મીલીભગતના કારણે વોટ ચોરી થઈ રહી છે. તો બીજી બાજુ SIR ની કામગીરીના નામે દેશના અને ગુજરાતના લોકોનો બંધારણે મતનો અધિકાર છીનવી લેવામાં આવ્યા છે.
ગુજરાતમાં એસઆઈઆરની પ્રક્રિયા શરૂ થઈ. બીએલઓ અને આખું ચૂંટણી પંચ અને આખું સરકારી તંત્ર કામે લાગ્યું અને જે રીતે મતદાર યાદીનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો. તેમાં 70 લાખ કરતાં વધારે મતદારોના નામ પહેલા જ કમી થઈ ચૂક્યા હતા.
વોટ ચોરી ચાલતી હતી એ ગુજરાતમાંથી પકડાઈ ગઈ છે. પણ ડ્રાફ્ટ યાદી જાહેર થયા પછી એમાં વાંધા, વિરોધ કે નવા નામ ઉમેરવા માટેનો સમયગાળો 18 જાન્યુઆરી નક્કી કરવામાં આવ્યો હતો. 15 જાન્યુઆરીએ ફોર્મ નંબર 7 નહિવત પ્રમાણમાં ચૂંટણી પંચની ઓફિસોમાં જમા થયા હતા. જે 16, 17 અને 18 જાન્યુઆરીએ રાતો રાત લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયા હતા.
સુનિયોજિત રીતે સંગઠિત ગુનાખોરી છે.
ભાજપના નેતાઓ, કાર્યાલય માંથી ઠેલા ભરી ભરીને જથ્થાબંધ ફોર્મ જમા કરાવે છે.ચૂંટણી પંચે તારીખ લંબાવીને 18 જાન્યુઆરીને બદલે 30 જાન્યુઆરી કરી છે. ત્યારે ફરી 18 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ કોંગ્રેસ પક્ષે એક ડેલીગેશન ચૂંટણી પંચમાં મોકલીને આ ફરિયાદ આપી હતી.આ ઉપરાંત ગુજરાતના દરેક જિલ્લામાં ફરિયાદ આપી છે.
તાલુકે તાલુકે ફરિયાદ આપી છે કે નામ જેના નામે વાંધો લેવામાં આવ્યો છે એવા સેંકડો લોકોએ પોલીસમાં ચૂંટણી અધિકારીઓ સામે સ્ટેટમેન્ટ આપ્યું છે કે અમારી સહી નથી, અમારા નામનો દુરુપયોગ થયો છે, અમારે એપિકનો દુરુપયોગ થયો છે.
કચ્છ જેવી જગ્યાએ તો બીએલઓએ રિપોર્ટ આપ્યો છે કે વાંધો લેનારના મોટે ભાગના એપિક કાર્ડ નંબર ખોટા છે, મોબાઈલ નંબર ખોટા છે, વાંધો લેનારના નામ ખોટા છે, કેટલાક કિસ્સામાં તો જે વ્યક્તિ વિદેશમાં રહે છે એવા લોકોના નામે વાંધો આપ્યો છે.
ચૂંટણી પંચના ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી હારિશ શુક્લા પ્રેસ કોન્ફરન્સ કરે છે કે બાર લાખ પચાસ હજાર કરતાં વધારે ફોર્મ નંબર 7 અમને મળ્યા છે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ભાજપના નામે રિસીપ્ટ સુરતમાં આપવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા નવ હજાર સાતસો કરતાં વધારે ફોર્મ અમને મળ્યા છે.
ચૂંટણી કમિશનર કહે છે કે અમે ઓનલાઈન જે એન્ટ્રી કરી છે એટલા જ ફોર્મ મળ્યા કહેવાય અને એનો આંકડો એક લાખ કરતાં વધારે જ છે. બાર લાખને પચાસ હજારની આટલા દિવસ પછી પણ એન્ટ્રી કરતા નથી. લગભગ સાડા બાર લાખ લોકોના મતના અધિકારને ખતમ કરવાનું ષડયંત્ર ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની મિલીભગતથી રચાયું છે.
વારંવાર માગણી કરી, આવેદનપત્ર આપ્યા, ધરણા કર્યા, લોકો રેલીઓ કાઢી રહ્યા છે. પણ ચૂંટણી પંચ નામ જાહેર કરતા નથી કે કોના સામે વાંધો આવ્યો છે, કોના દ્વારા વાંધો આપવામાં આવ્યો છે,કયાં કારણોસર વાંધો આપવામાં આવ્યો છે?
માહિતી પબ્લિક ડોમેનમાં જાહેર કરવી પડે. કાયદામાં જોગવાઈ છે કે, ફોર્મ નંબર સાતનો જે અરજદાર છે એણે પૂરાવા રજૂ કરવાની જવાબદારી છે. જો એની પાસે પૂરાવા ના હોય તો એ જ મિનિટે ફોર્મ દફતરે કરવાની જોગવાઈ છે. તેમ છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી.
પરંતુ BLO ને ફરી પાછા ઘેર ઘેર ચકાસણી કરવા મોકલી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના શરણે બેઠેલું આ ચૂંટણી પંચ ગુજરાતના લોકોના મતના અધિકારની રક્ષણ કરવાની જવાબદારીમાંથી જાણે હાથ ઊંચા કરી રહી છે.
જમીન પર ઉતરીને પણ લોકો માટે લડીશું અને ચૂંટણી પંચ પાસે અપેક્ષા રાખીએ છે કે જે કાયદાની નિયમોની જોગવાઈ છે એ મુજબ કામ કરે. કોઈના પણ હાથો બનવાનું કામ ના કરે, નહી તો એવા તમામ અધિકારીઓની જવાબદારી ફિક્સ થશે. એક પણ સાચા મતદારનો મતનો અધિકાર છીનવાશે તે એના માટે સંપૂર્ણ જવાબદાર આ ચૂંટણી પંચ બનશે. ફોર્મ નંબર સાત માં સ્પષ્ટ જોગવાઈ છે કે ખોટી માહિતી આપે,ખોટું એકરાર કરે તો અરજદાર સામે FIR નોંધાય અને કાયદેસરની કાર્યવાહી ચૂંટણી પંચ કરે એવી માગણી પણ કરીએ છીએ.
ગુજરાતી
English





