ભાવનગરની નિર્દોષાનંદ હોસ્પિટમાં મફત સારવાર અને ઓપરેશન

भावनगर के निर्दोषानंद अस्पताल में मुफ्त इलाज और ऑपरेशन, Free treatment and operation at Bhavnagar’s Ashkanand Hospital

અમદાવાદ, 17 ઓગસ્ટ 2023

ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબી ગામમાં સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે એકપણ રૂપિયો લેવામાં આવતો નથી. હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર જ નથી. દવા, લેબોરેટરી પરિક્ષણો, તપાસ, નિદાન, સોનોગ્રાફી, એક્સ-રે, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઇપણ ચાર્જ લીધા વિના તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે.

જાન્યુઆરી 2011થી ઓગસ્ટ 2023 સુધીમાં 20 લાખ 74 ઓપીડી, 57 હજાર ઓપરેશન, 9,420 પ્રસૂતિ મફત અને 28 લાખ 50 હજાર લોકોને મફત ભોજન આપવામાં આવ્યું છે. દરરોજના 1000 થી વધુ OPD એને 25 ઓપરેશનો થાય છે.  મોતિયા, ઝામર અને વેલના ઓપરેશન કરવામાં આવ્યા છે.

વધારે વિગતો માટે

Statistics

સ્વામી નીર્દોષાનંદ સરસ્વતીના શિષ્ય મનુબેન દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે જમીન દાનમાં આપી હતી.  ત્યાં હોસ્પિટલ બની છે. દરરોજના 700 થી 800 દર્દીઓને સારવાર આપવામાં આવે છે. સંચાલન માટે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. હોસ્પિટલ 9 જાન્યુઆરી 2011ના રોજ રૂ.5 કરોડના ખર્ચે બની હતી. મહીને 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.

24 કલાક ઈમરજન્સી સારવારમાં અધ્યતન લેબોરેટરી, ફીઝિયોથેરાપી, ફેકો મશીન, ફિટલ ડોપ્લર, ઓટો રીફેક્ટોમીટર, લેસર મશીન, નવજાત બાળકો માટે વોર્મર, ડિજિટલ એક્સ-રે, ડેન્ટલ એક્સ-રે, ટોનીમીટર, કલર ડોપ્લર, ઈકોકાર્ડિયોગ્રામ, પ્રસૂતી, TMT (ટ્રેડમિલ ટેસ્ટ), હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ – ડીફ્રિબ્રીલેશન, મોનિટરિંગ વગેરેની સુવિધા છે.

પ્રોસ્ટેટ, થાઈરોઈડ, એપેન્ડિક્સ, આંતરડા, નાક, કાન, ગળા, સીઝેરિયન, મોતિયા, ઝામર, ઓર્થોપેડિક, મણકા, ફેફસા, ગર્ભાશયની કોથળી, સારણગાંઠ, એપેન્ડીકસમ થાઈરોઈડ, ગર્ભાશય, સ્તન કેન્સર, નાક-કાન ગળાના ઓપરેશનો તથા સરકમસિઝન સર્જરી થાય છે.

ઈ.એન. ટી. યુરોલોજીસ્ટ, ફીઝીસીયન, રેડિયોલોજીસ્ટચેસ્ટ, ફિઝીશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રીક, એનેસ્થેટીક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.

મહિલાઓ માટે

દર મહીને સરેરાશ 75 થી 80 જેટલી પ્રસૂતિ થાય છે. 6418 પ્રસૂતિઓ થઈ છે. પ્રસૂતિ બાદ મહિલાને ચોખ્ખું ઘી-ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ અપાય છે. ઘરે લઈ જવા શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કિલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે. પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડીલીવરી, સિઝેરિયનનું ઓપરેશન, ગર્ભાશય કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન, સ્ત્રી નસબંધીનું ઓપરેશન, ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશન સુવિધા અને સેવા આપવામાં આવે છે.

ભોજનાલય

31 ઓક્ટોબર 2019 ના રોજ દાતાશ્રી ધનસુખ ભાઈ દેવાણીના ખર્ચે ભોજનાલયનું ખાતમુહુર્ત થયું હતું જેનો ખર્ચ થયો હતો 4 કરોડ રૂપિયા. જેનો સમગ્ર ખર્ચ ધનસુખભાઈ દેવાણીએ ઉઠાવી લીધો હતો. ગૃરુકૃપા અન્નક્ષેત્ર કુલ 21 લાખ લોકોને ભોજનાર્થીઓનેને વિનામુલ્યે ભોજન આપવામાં આવ્યું છે.

અન્ય સેવા

દર્દીના પરીવાર જનોને રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવે છે. હોસ્પીટલમાં ગૌશાળા છે. દૂધ બીમાર દર્દીઓને અપાય છે. રાહતદરે એમ્બ્યુલન્સ છે. છાશ કેંદ્ર છે. શિયાળામાં ઉકાળા કેન્દ્ર ચલાવાય છે.

દાતા

અત્યાર સુધી ફંડની કમી નથી ઉભી થઈ. દાતાઓનું પૂરતુ દાન મળી જ રહે છે.

2011 ખીમજીભાઈ દેવાની દર મહીને 5 લાખ રૂપિયા આપે છે. 13 આજીવન દાતાઓ દરેક મહીને 1 લાખ રૂપિયા આપે છે. એક દાયકાથી આ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ વિનામૂલ્યે લોકોની સેવા કરી રહી છે. દાન આપવા માટે https://nirdoshanandhospital.org/ મુલાકાત લો. સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી, ઉમરાળા, જિ. ભાવનગર – 364320, ગુજરાત, ભારત.

35 દાતાઓની યાદી

ગં. સ્વ. મનુબેન લવજીભાઈ ભીંગરાડીયા – ટીંબી (ભુમિદાતા )

લવજીભાઈ ડી. ડાલીયા – સુરત(આજીવન દાતા)

શ્રીમતી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટ – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

વલ્લભભાઈ પી. સવાણી – સુરત (આજીવન દાતા )

શ્રી બાબુભાઇ શામજીભાઈ લખાણી – મુંબઈ(આજીવન દાતા)

વલ્લભભાઈ એસ. લખાણી – મુંબઈ (આજીવન દાતા )

સ્વ. જીવાભાઈ માધાભાઇ ડોંડા – મુંબઈ (આજીવન દાતા )

શ્રી ખીમજીભાઈ કે. દેવાણી – મુંબઈ (આજીવન દાતા )

સ્વ. પરષોત્તમભાઇ વી. સુરાણી – સુરત (આજીવન દાતા )

ગં.સ્વ. રામુબેન ગોવિંદભાઇ વાનાણી – સુરત(આજીવન દાતા)

શ્રી ધનસુખભાઇ જસમતભાઈ દેવાણી – જામનગર (આજીવન દાતા)

ચંપાબેન પોપટભાઈ લૂખી – સુરત(આજીવન દાતા)

શ્રી ગોવિંદભાઈ ધોળકિયા – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી લાલજીભાઈ ટી. પટેલ – સુરત(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી અરવિંદભાઈ બી. માવાણી – બેલ્જીયમ(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી મનહરભાઈ એમ. કાકડીયા – સુરત(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી મનસુખભાઇ એમ. દેવાણી – જામનગર (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

સ્વ. ધરમશીભાઈ હરિભાઈ દેવાણી – ભાવનગર (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

સ્વ.કલ્યાણભાઈ બેચરભાઈ દેવાણી – મુંબઈ(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

ગં. સ્વ. દેવકુંવરબેન કલ્યાણભાઈ દેવાણી – મુંબઈ (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રીમતિ ક્રિષ્નાબેન ઉમેશભાઈ દેવાણી – મુંબઈ (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રીમતિ પીનાબેન પરેશભાઈ દેવાણી – યુ.એસ. એ (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી

શ્રી દિલીપભાઈ ઠક્કર – એન્ટવર્પ (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી રાજુભાઈ કે. વાઘણી – મુંબઈ(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી નાગજીભાઈ એમ. સાકરીયા – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી અનુભાઈ તેજાણી – સુરત(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી જસમતભાઈ એન. વીડીયા – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી નવસર્જન પ્રતિષ્ઠાન – મુંબઈ (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી કિશોરભાઈ કોશિયા – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી વસંતલાલ લક્ષ્મીચંદ મહેતા – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી જીવરાજભાઈ શામજીભાઈ ગાબાણી – ખોપાળા (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી દેવરાજભાઇ મોહનભાઇ શેટા અને નાનુભાઈ પ્રેમજીભાઈ મોણપરા – સુરત (પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

શ્રી મનુભાઈ પરષોત્તમભાઇ લાઠીયા – સુરત(પાંચ વર્ષ સુધી પ્રતિમાસના દાતાશ્રી)

સરકારી ભોજન

કોરોના સમયમાં મોદીની કેન્દ્ર સરકારે રાશનકાર્ડ નહીં ધરાવતા આઠ કરોડ પ્રવાસી મજૂરોને મફત અનાજ પહોંચાડવાનું લક્ષ્ય આપ્યું છે, પરંતુ માત્ર 20 લાખ 36 હજાર પ્રવાસી મજૂરો સુધી જ મફત અનાજ પહોંચાડી શકી હતી.

રાજકોટમાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ ખાતે કોઇપણ પાસેથી પૈસા દીધા વગર આંખના મોતિયાના ઓપરેશનો કરવામાં આવી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૯૫૮૬૩ ૦૮૧૭૮ અથવા ૮૪૬૦૯ ૨૮૫૦૮ અથવા ફોન ૦૨૮૧ ૨૪૫૭૦૦૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

ડોક્ટરની સેવા

ડોક્ટર ઉદય મોદી મૂળ ગુજરાતના છે પરંતુ મુંબઈમાં રહે છે. ક્લિનિક ચલાવે છે. 15 વર્ષથી મુંબઈના મીરા રોડ ભાઈંદર વિસ્તારમાં નિરાધાર અને જરૂરિયાતમંદ વૃદ્ધોને મફત ભોજન આપી રહ્યા છે. શ્રવણ ટિફિન સર્વિસ નામની સંસ્થા તરીકે કામ કરે છે. દરરોજ 500 વૃદ્ધોને ભોજન પૂરું પાડે છે.

મફત ભોજન

સિદ્ધપુરમાં સેવાધારી વૃદ્ધ સિદ્ધપુરના સિવિલના દર્દીઓ અને સગાને છેલ્લા 4 લાયકાથી નિરંતર દિવસમાં બે ટાઇમ નિ:શુલ્ક ભોજન પહોંચાડે છે.

અરવલ્લી

અરવલ્લી જીલ્લાની અન્નપુર્ણા સંસ્થા 3 દાયકાથી મોડાસામાં સાર્વજનિક અને ખાનગી હોસ્પિટલોમાં અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહીત રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ગરીબ દર્દીઓ સારવાર અર્થે  આવતા હોય છે. અન્નપૂર્ણા ટ્રસ્ટ બહાર ગામથી આવતા જરૂરિયાતમંદ અને ગરીબ દર્દીઓ માટે ગરમા ગરમ શુદ્ધ અને સાત્વિક ભોજન પૂરું પાડી રહ્યું છે. આ ભોજન ને ટિફિન મારફતે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે. સાથે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ભોજન માટેના સબ સેન્ટર પણ કાર્યરત કર્યા છે. જેમાં ફક્ત રૂ.2 માં દર્દી અને તેની સાથે રહેલા લોકો માટે ભોજનમાં દાળ ભાત રોટલી શાક જેવો પૌષ્ટિક આહાર આપવામાં આવે છે.

ઓલપાડ

ઓલપાડતાલુકાનાં કુડસદ ગામમાં ડૉ.સતીષ પટેલ દુખી, રોગીષ્ઠ, ગરીબ વ્યક્તિઓ માટે આરોગ્ય ક્ષેત્રે વિનામૂલ્યે તબીબી સેવા પૂરી પાડી રહ્યાં છે.

1975થી રક્તદાન શરૂ કરીને એક લાખ ગરીબ દર્દીઓને મફત દવા અને સારવાર આપી છે. આંખનિદાન કેમ્પો કરાવી 5000 દર્દીઓને વિનામુલ્યે નિષ્ણાત તબીબો પાસે સારવાર કરવી ચૂક્યા છે.  700 દર્દીઓને વિનામુલ્યે મોતિયાના ઓપરેશન કરવી આપ્યા છે.