નારંગી-સંતરાથી પેદા કરેલા વર્ણસંકર દ્રાક્ષફળમાં લીલી ફૂગને અચકાવતી નવી શોધ

27 જૂલાઈ 2021

સંતરા, નારંગી અને ચકોતરેથી પેદા કરેલું સંતરા જેવું ફળ દ્રાક્ષફળ તરીકે જાણીતું છે. ગુજરાતમાં તેનું મોટું ઉત્પાદન છેલ્લાં 3 વર્ષથી થઈ રહ્યું છે. ખાટાથી મીઠી અને કંઈક અંશે કડવો સ્વાદ માટે જાણીતો છે. તે દ્રાક્ષ જેવા ઝાડમાં ફળ આપતું હોવાથી તેને દ્રાક્ષફળનું નામ આપવામાં આવ્યું છે.

સંકર જાતનું ફળ હોવાથી તેમાં ફૂગ જન્ય રોગ મોટા પ્રમાણમાં આવે છે. વર્ણસંકર ફળમાં આવતી ફૂગના ચેપને રોકવા માટે વિજ્ઞાનીઓએ શોધથી નવી પદ્ધતિ વિકસાવી છે.

ફળના સંગ્રહમાં સૌથી મોટી મુશ્કેલી ફંગલ ચેપ છે, જે આ ફળના ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને વેચાણમાં ઘણી મુશ્કેલી પેદા કરે છે. ફળના પોષક તત્વ ખાઈ જાય છે.  ગ્રીન ફંગસ પેનિસિલિયમ ડિજિટેટમ – લીલા ફૂગના ચેપ સામે તંદુરસ્ત દ્રાક્ષના ફળ પર કુદરતી રીતે જોવા મળે છે. ફળ ઉતારી લીધા પછી ફળમાં આ ફૂગ ઝડપથી ફેલાય છે. જેનાથી ફળમાં સડો પેદા થાય છે.

ભારતીય વૈજ્ઞાનિકો સહિત આંતરરાષ્ટ્રીય સંશોધનકારો દ્વારા સંયુક્ત અધ્યયનમાં લીલી ફૂગના ચેપ સામે કાર્બોક્સી-મિથાઈલ-સેલ્યુલોઝ ફળને ચેપથી બચાવે છે.

કર્ણાટકની મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના મિકેનિકલ અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના સંશોધકો, અને ચાઇનાની સાઉથ વેસ્ટ ફોરેસ્ટ્રી યુનિવર્સિટી, ગુઆંગઝો યુનિવર્સિટી, ઝેંગઝો યુનિવર્સિટી અને યુએસએના ટેનેસી યુનિવર્સિટીના સંશોધનકારો દ્વારા આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

લીલી ફૂગ સામે પાંચ માઇક્રોબાયલ પ્રજાતિઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આમાંથી, ક્રિપ્ટોકોકસ લૌરન્ટિ લીલી ફૂગના ચેપ સામે સૌથી અસરકારક સાબિત થયું છે. મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના  આ સંશોધનનાં તારણો આંતરરાષ્ટ્રીય જર્નલ ઓફ બાયોલોજિકલ માઈક્રો મોલેક્યુલ્સ સંશોધન જર્નલમાં પ્રકાશિત થયા છે.

કાર્બોક્સી-મિથાઈલ-સેલ્યુલોઝનો ઉપયોગ ઘણી ફૂગ દ્વારા કાર્બન સ્ત્રોત તરીકે ઉપયોગ થતો નથી.

લીલી ફુગ પેનિસિલિયમ ડિજિટાઇટમને ચેપગ્રસ્ત દ્રાક્ષથી અલગ કરી અને તેના પાતળા સ્તર પર કાર્બોક્સી-મિથાઈલ-સેલ્યુલોઝ અને ક્રિપ્ટોકોકસ લૌરેન્ટીના મિશ્રણની વિવિધ માત્રામાં પરીક્ષણ કર્યું હતું.

સંશોધનકારોએ દ્રાક્ષફળ પર આ મિશ્રણનું પડ ચઢાવ્યું ત્યારે ચીટિનેઝ જેવા ઉત્સેચકો ઉત્પન્ન થયા છે, જે બીટા-ગ્લુકેનાઝ ફૂગની કોષની દિવાલોને તોડી નાખે છે, ફૂગમાં ચીટિનના રક્ષણાત્મક પડને તોડી નાખે છે.

મિશ્રણ પેરોક્સિડેઝ પ્રવૃત્તિમાં વધારો કરે છે અને ફળની પ્રતિરક્ષા સુધારે છે. ફળોના વજનમાં ઓછો ઘટાડો જોવા મળે છે. તેનો ઉપયોગ ફળને 28 દિવસ સુધી બચાવી શકે છે.

પેનિસિલિયમ ડિજિટાઇટમ ફૂગ અન્ય ફળો માટે પણ ઉપયોગી છે કે કેમ તેનું સંશોધન ચાલી રહ્યું છે.