Gandhi Ashram house eviction scam गांधी आश्रम में मकान खाली कराने का घोटाला
અમદાવાદ, 20 મે 2024
નવો સાબરમતી આશ્રમ બની રહ્યો છે. જેમાં 289 મકાનો ખાલી કરાવવા માટે સરકારે વળતર આપ્યું છે. એક મકાનના 60 લાખથી 1.20 કરોડ સુધીની રકમ કુટુંબ દીઠ કે મકાન દીઠ ચૂકવાઈ છે. તેમાં મોટું કૌભાંડ થયું છે. ઓછામાં ઓછા 18 મકાનો એવા છે કે જેને વળતર મળી શકે તેમ ન હતું તેમને વળતર આપવામાં આવ્યું છે.
જેમાં ભાજપના નેતાઓના ડ્રાઈવર, પટાવળા, અંગત મદદનીશ અને જમાઈનો સમાવેશ થાય છે. તેમના કુટુંબના લોકોનો સમાવેશ થાય છે.
સાબરમતી આશ્રમ માટે 1246 કરોડ રૂપિયા સરકારે ફાળવેલા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માનીતા આર્કીટેકને પ્રોજેક્ટ તૈયાર કરવાનું કામ લાગવગથી આપી દેવામાં આવ્યું છે. કૌભાંડની શરૂઆત નરેન્દ્ર મોદીના માનીતા લોકોથી થઈ હતી.
પંડિતની લાઈન, 7 ઓરડી, 10 ઓરડી રંગશાળા જેવા મકાનો જે ગાંધીજીના સમયમાં બન્યા હતા. તેની હેરીટેઝ વેલ્યું છે, તે જાળવી રખાશે. 1915થી 51 સુધીના હેરીટેજ એવા 65 મકાનો હતા. જેમાં હાલ 45 મકાનો હયાત છે, અગાઉ બીજા મકાનો ગાંધી આશ્રમના ગેરવહીવટમાં તોડી પડાયા હતા. આવા મકાનોના છાપરા ઉતારી લેમાં આવી રહ્યાં છે. જેની હેરીટેઝ લાઈનની ઈંટ પ્રામાણે નવેસરથી મકાનો મોટા ભાગે બની રહ્યાં છે. જેની મૂળ સ્થિતી જાળવી રખાશે.
ગાંધીજીના સમયમાં 100 એકરમાં આશ્રમ હતો. હવે 2 એકરમાં જ રહ્યો છે. કુલ 55 એકરમાં નવો આશ્રમ બની રહ્યો છે. જેમાં જમનાલાલ બજાજ કુટીર પણ આવી જાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચ 2024ના રોજ દાંડીકૂચ દિવસે અમદાવાદમાં ‘આશ્રમ ભૂમિ વંદના’ ભૂમિ પૂજનનો કાર્યક્રમ હતો. તે પહેલાં તો ઘણાં મકાનો તોડી પાડવાનું ખાત મૂહુર્ત કરી દેવામાં આવ્યું હતું. આખો આશ્રમ અમદાવાદ લકેક્ટર, મુખ્ય પ્રધાનના સચિવ કે કૈલાશ નાથન, એમ આઈ પટેલ, પોલીસ અધિકારી ગોતમ પરમાર સંભાળી રહ્યાં છે.
સાદગીના પ્રતીક ગાંધીજી માટે આ સરકાર રૂ. 1246 કરોડનો પ્રોજેક્ટ બનાવ્યો છે. કરોડોનું વૈભવી ખર્ચ , ગાંધીજીના પારદર્શિતાના સિધ્ધાંતની વિરૂદ્ધ તેઓ કામ કરી રહ્યાં છે. સાદગીની વિરૂદ્ધ આશ્રમ બની રહ્યો છે.
મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનો આરંભ થયો છે. હાલ 124 મકાનો તોડી નંખાયા છે. બીજા મકાનો તોડી પાકવા માટે કામ ચાલે છે. નવા આશ્રમને બનતાં બે વર્ષ નિકળી જશે. ટેન્ડર નિકળી ગયા છે.
ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યા બાદ 1917માં અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે આશ્રમનો પાયો નાખ્યો હતો. આઝાદીની ચળવળનું મુખ્ય કેન્દ્ર રહ્યો હતો. અંગ્રેજો સામે આઝાદીના અહિંસક આંદોલનની વ્યૂહરચનાઓ બનાવી અને દેશવાસીઓને સ્વાધીનતા માટે જાગૃત કર્યા હતા. હવે તેનું ભગવાકરણ થઈ રહ્યું છે. શુક્ષ્મ હિંસા આચરીને અત્યાચાર કરી રહ્યાં છે. અહીં મકાનોની સહાય ચૂકવવામાં ભ્રષ્ટાચારના કિસ્સા બન્યા છે.
આશ્રમની ઓળખ તો 1917થી એટલે કે 106 વર્ષથી છે. પણ નરેન્દ્ર મોદી તેની ઓળખ આપવા માંગે છે. હવે ગાંધીજીના વિચારનો આત્મા નહીં રહે. સત્ય, અહિંસા અને શાંતિનો સંદેશ આપનારા મહાત્મા ગાંધીના જીવનની યાદો છે. જે હવે અહીં રહ્યાં નથી. જેમાં ભ્રષ્ટાચાર ઉમેરાયો છે.
મુખ્ય આશ્રમની સાદગી અને સ્મારકો જાળવી રાખીને 20 જૂના મકાનોનું સંરક્ષણ, 13 મકાનોનો જીર્ણોદ્ધાર અને 3 મકાનોનો પુનઃવિકાસ કરાશે. 46 મકાનો છે. વિકાસમાં 2.50 એકર જમીન પર ઊભેલા હ્રદ કુંજ, મગન નિવાસ, મીરા કુટીર, મહેમાન નિવાસ સ્થાન અને બીજા 4 મકાનો પર સરકારનો કબજો નથી. બાકીના મકાનો પર સરકારે એક ટ્રસ્ટ બનાવીને ગેરકાયદે પ્રવેશીને કબજો મેળવેલો હતો.
સ્વાતંત્ર્ય સેનાનીઓની તપોભૂમિ રહી હતી, આત્મખોજનું સ્થળ છે અને જીવનમૂલ્યોની પાઠશાળા છે. ત્યાં સરમુખત્યાર નોકરશાહી અને ગાંધીજીના જીવમુલ્યોને નદીમાં નાંખી દેવામાં આવ્યા છે. અહીંના કણ-કણમાં આજે પણ ગાંધીજીની વિરાસત, સાદગી અને વિચારોની સુગંધ પ્રસરી છે. અહીં, હવે સરકારી સરમુખત્યારશાહી અહીં છે. કાયદાઓ અને નિયમોનો અહીં છેદ ઉડાવી દેવાયો છે.
ગાંધીજીના ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનનો સાક્ષી આશ્રમ રહ્યો છે. હવે તે તમામ અહીં રહેવા દેવામાં આવ્યા નથી. સરકારે પોતાનું નવું ટ્રસ્ટ બનાવીને 12 ટ્રોસ્ટોના હક્ક ગેરકાયદે છીનવી લીધા છે. હવે સરકારનું ટ્રસ્ટ અહીં ગેરકાયદે ઘુસીને મિલકતો પર કબજો જમાવી લીધો છે. પ્રોજેક્ટ સાથે કામ કરતાં આપીએસ અધિકારી અહીં ધમકી આપીને ઘણાં લોકોને કહી ચૂક્યા છે કે, મામલતદાર જે રૂપિયા આપે તે લઈ લો. બાકી કંઈ ન મળે. આવી દાદાગીરી અહીં કરવામાં આવી હતી. તેથી મોટા ભાગના લોકો પૈસા લઈને કે ફ્લેટ લઈને જતાં રહ્યાં છે.
ટ્રસ્ટી
ટ્રસ્ટીઓ મૌન ધારણ કરીને બેઠા છે. ગાંધીઆશ્રમ દ્વારા જો કોઇ કામકાજ થતુ હોય અને તેમાં સરકાર મદદરૂપ થઇ શકે છે. પરંતુ સરકાર ગાંધી આશ્રમમાં પગપેસારો કરે તે કોઈ રીતે બરાબર નથી. અંગ્રેજોએ પણ આશ્રમમાં પગપેસારો કર્યો ન હતો. ગાંધી આશ્રમને જેમ છે તેમ રાખવાની જરૂર હતી. રીનોવેશનને મંજૂરી આપનાર ટ્રસ્ટીઓ સૌથી વધારે જવાબદાર છે. જેમણે સરકારને ગેરકાયદે અંદર આવવાની મંજૂરી આપી.
પ્રોજેક્ટને ગાંધીજીના સિધ્ધાંતોની વિરૂદ્ધ જઈને કે કૈલાશનાથન , આઈ કે પટેલ અને ગૌતમ પરમારે કામ કર્યું છે. આ અંગે તેમની સમક્ષ વારંવાર રજૂઆતો થઈ છે.
ગાંધીઆશ્રમની જમીન પર ચાલતી વિવિધ સંસ્થાઓને ‘વિકાસના કામ અર્થે’ સહયોગ કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકાર તરફથી નોટિસ આપવામાં આવી હતી. ગાંધીઆશ્રમના વાસીઓને નોટિસ આપી હતી. ટ્રસ્ટ ગાંધીઆશ્રમના વિકાસના કામમાં સરકારને સહકાર આપશે, તેવી અપેક્ષાઓ રાખીને આડકરતી ધમકી જ હતા. નોટિસમાં બીજી કોઈ વિગત ન હતી. કેવા પ્રકારનો વિકાસ છે, શું કરવા માગે છે, શું પ્લાન છે, શું અપેક્ષાઓ છે, તેવી કોઈ સ્પષ્ટતા નોટિસમાં કરવામાં આવી ન હતી. છતાં નફ્ફટ ટ્રસ્ટીઓ સરકારને સહકાર આપવા તૈયાર થઈ ગયા હતા.
ખાદી સંસ્થા ટ્રસ્ટ પાસે 40,000 સ્ક્વેર મિટર જમીન છે. જેમાં સ્ટાફ, લૅબોરેટરી, ચરખા મ્યુઝિયમ, ચરખાના ભાગો બને છે. જેને નોટિસ ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આપવામાં આવી હતી.
સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુદર્શન આયંગર તેમાં સૌથી વધારે જવાબદાર છે. તેમણે ગાંધી આશ્રમને ખતમ કરાવ્યો અને ગુજરાત વિદ્યાપીઠને પણ ખતમ કરાવી છે. હૃદયકુંજ, મીરાકુટિર, વિનોબા ભાવેકુટિર જેવી ઇમારતોમાં કોઈ બદલાવ ન જ થવો જોઈએ, એવું અદાલતના આધારે કહી શકીએ પણ તેમ થશે કે કેમ તે એક સવાલ છે.
વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગી અને શાંતિને હણી લીધી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આશ્રમનું ભગવાકરણ કરી રહ્યા છે.
ગાંધી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ ગાંધીના વિનાસ માટે જવાબદાર છે. તેમણે હંમેશ ભગવા અંગ્રેજ ભાજપને સાથ આપ્યો છે. મોદીનો બચાવ કર્યો છે. ગાંધીના વિચારોની હત્યા કાર્તિકેય સારા ભાઈ અને સુદર્શન આયંગરે કરી છે. ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓએ તેનો વિરોધ ન કર્યો. કોઈની મંજૂરી વગર સરકાર ગેરકાયદે આશ્રમમાં પ્રવેશી ગઈ હતી.
પૂર્વ મુખ્ય પ્રધાનના એક ડ્રાઈવર માટે અહીં મનમાની રકમ અપાઈ છે. મોદીના એક ખાસ વ્યક્તિને અહીં મનમાની રકમ અપાઈ છે.
પુનર્વસન માટેની નીતિ દરેક વખતે બદલાતી રહી છે. વળતરમાં અનૈતિક કામો ઘણાં થયા છે. કેટલાંક ને તો રોકડામાં લાંચ આપવામાં આવી છે. પુર્વસન માટે રૂ. 350 કરોડથી વધારાનું ખર્ચ થયું હોવાનું માનવામાં આવે છે. જેની વિગતો સરકારે જાહેર કરી નથી.
કૃણાલ રાઠોડનું કુટુંબ પણ વળતર માટે વડી આદાલતમાં ગયું છે. તેઓ જમનાલાલ બજાજના બંગલામાં રહે છે. જેને બજાજ કુટીર રહે છે. આ મકાનની માલિકી ગાંધી આશ્રમની નહીં પણ તે સમયના ઉદ્યોગપતિ બજાજની છે.
કરણ સોની પણ જમના કુટીરમાં રહે છે. તેમના ત્રણ કુટુંબ રહે છે. તેની અપીલ હતી તે કોર્ટે કાઢી નાંખી. બે ચેક 90 લાખ આપ્યા છે. તેઓ અદાલતમાં ગયા પણ અગાઉ બીજા લોકોની જેમ તેઓને અદાલતે ન્યાય આપ્યો નથી. તેથી તેઓ બે જજની બેચ સમક્ષ અપીલ કરવાના છે. જમના કુટીર માટે સરકારે નોટિસ કાઢી હતી.
પુનર્વસન સમિતિ બની પણ તેને સરકારના આધિકારીઓએ વિખેરી નાંખી છે. પોલીસ અધિકારીએ પાવર બતાવીને ધમકાવીને મકાનો ખાલી કરાવવા આદેશ આપ્યો હતો. રૂપિયા લઈ જાઓ અને મકાન ખાલી કરી ચાલતાં થાવ એવું તમામને જણાવી દીધું હતું.
25 માર્ચ 2023માં સમિતિના સભ્ય જે બી દેસાઈએ ધમકાવીને બુલડોઝર ફેરવવા કહ્યું હતું. બે વર્ષ સુધી અહીંના લોકોએ આંદોલનો કર્યા હતા. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલને અનેક આવેદનપત્રો અપાયા છે.
જે મકાન ખાલી કરવાના બદલામાં ચેક લેવા ન માંગતા હોય તો તેમના ખાતમાં બળજબરીથી ચેક જમા કરાવી દીધા હતા.
તુષાર ગાંધી અદાલતમાં ગયા હતા. તેમની અરજી કાઢી નાંખી હતી.
કાયદાનો ભંગ
માહિતી અધિકાર કાયદાનું ઉલંઘન થયું છે. તેની વિગતો માંગી તો અહીં વિસ્થાપિત લોકોને આપી ન હતી. આરટીઆઈના તે ન મળે એવો જવાબ આપ્યો હતો. તેની સામે ઘણા લડ્યા અને માહિતી મેળવી હતી. અમદાવાદ કલેક્ટરે જવાબ આપ્યો છે.
અહીં ચેરીટી કાયદાઓનો ખુલ્લેઆમ ભંગ થયો છે. ઘણાં લોકોને અધિકારીઓએ ધમકી આપી હતી.
મનીષા પરમાર ગૃહમાતાનું મકાન તોડી પાડ્યું. 60 લાખ રોકડા આપવા માટે ગયા હતા. તેમનું મકાન પંચોની હાજરીમાં તોડી નંખાયા હતા. તેઓ આ મકાન છોડવા માંગતા ન હતા. હવે તેઓ હોસ્ટેલમાં રહે છે. એક ફ્લેટમાં તેનો સામાન રાખી દેવાયો છે અને તે સામનનું ભાડું વસૂલ કરવા માટે સરકારે તેને નોટિસ પણ આપી છે.
ભાજપના જમાઈ
જયેશ પટેલ અને ટ્રસ્ટ સામે સીટ રચાઈ છે. વિનય વ્યાસાના અધ્યક્ષ સ્થાને અને પૂર્વ ચેરીટી કમિશનર તમામ પુરાવા મેળવી લીધા છે. અમિત શાહના કહેવાથી તપાસ સમિતિની રચના કરી છે. એક નેતાની પોત્રીને ત્યાં આવકવેરાના દરોડા પડ્યા હતા. પછી પટેલ સામે તપાસ સમિતિની રચના કરી હતી. વિદેશનું દાન મેળવીને ઘણાં પૈસા મેળવી લીધા છે. તેમના ઘણાં લોકોને અહીં કે કૈલાશનાથનના કહેવાથી મકાનોના નાણાં અપાયા છે. તેથી અમિત શાહને આ બાબત માટે અણગમો છે. 1995માં પંડિત ચાલીની સામે આવેલા મકાન નંબર 136માં માનવ સાધના નામનું એક ગેરકાયદે ટ્રસ્ટ નોંધાયું હતું.