જૂતાંથી ઝાડું સુધીની ગોપાલ ઈટાલીયાની સફર, હવે આમ આદમી પક્ષમાં

અમદાવાદ, 27 જૂન 2020

2013માં અરવિંદ કેજરીવાલે આમ આદમી પક્ષ ઊભો કરી ગુજરાતમાં 2013માં પક્ષને સક્રિય કર્યો હતો. ગુજરાતના ક્રાંતિકારી સામાજિક નેતા સુખદેવ પટેલ અને કનુભાઈ કળસરીયાએ પક્ષને ગુજરાતમાં પ્રતિષ્ઠા અપાવી હતી. પણ પછી વિખવાદો અને મોદીની ધોંસ બાદ પક્ષ મૂર્છાવસ્થામાં છે. ફરી ગુજરાતમાં આપ દ્વારા નવી ભરતી કરીને આક્રમક વલણ અપનાવ્યું છે. તેમાં ચળવળકાર ગોપાલ ઈટાલીયાને પક્ષમાં લેવામાં આવ્યા છે.

ગોપાલ ઈટાલીયાએ 27 જૂન 2020થી સુરતમાં ટ્રાફિક પોલીસની દંડની કાર્યવાહી સામે વિરોધ કરવા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપવાના કાર્યક્રમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું શરૂ કર્યું છે. allgujaratnews.in

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજાને વિધાનસભા સંકુલમાં 2017માં જૂતું મારીને અને નાણાં પ્રધાન નિતીન પટેલનો ઓડિયો ટેપ જાહેર કરીને પ્રખ્યાત બનેલા ગોપાલ ઈટાલીયા હવે આપને ગુજરાતમાં પ્રખ્યાત બનાવશે.

જૂતાંથી ઝાડું સુધી તેમની સફર હવે કઈ રીતે આગળ વધે છે તે ગુજરાતના લોકો તેમના પર નજર રાખશે.પંજાબ સિવાય અન્ય કોઈ રાજ્યમાં આમ આદમી પાર્ટી પોતાનું રાજકીય પ્રભુત્વ ઉભું કરી શકી નથી.

દિલ્હી મોડલથી પ્રભાવિત થઈ ને આમ આદમી પક્ષમાં જોડાતાંની સાથે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

2017માં પોલીસ કોન્સ્ટેબલ હતાં.

ગોપાલ ઈટાલીયાએ કહ્યું હતું કે સામાજિક જીવનમાં ઘણો સંઘર્ષ કર્યા બાદ હું એક શિક્ષિત નેતાઓની પાર્ટીમાં જોડાયો છું. હું મારા ગામ ટીંબીએ બાળપણથી જ મારુ ઘડતર કર્યું છે.

પાટીદાર આંદોલનના નેતા

મને કોઈપણ ઓળખતું ન હતું, ત્યારે મને બોટાદ પાટીદાર આંદોલન સમિતિ તેમજ લાઠીદડ ગામના સંગઠને તમામ પ્રકારે મદદ કરી અને સતત મને તન, મન ધનથી ટેકો પૂરો પાડી નેતા બનવાની તમામ સહાયતા કરી હતી. પછી તો ગુજરાત અને જિલ્લા પાટીદાર આંદોલન સમિતિએ મને ખુબ જ સાથ, સહકાર અને મદદ પુરી પાડેલી હતી. એક સમયના પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલના આક્રમક સાથીદાર તેઓ રહ્યા છે.

સરકારી નોકરી

ગોપાલ ઇટાલિયાનો જન્મ ભાવનગરના ટીમ્બી ગામમાં થયો હતો. 2012માં કોન્સ્ટેબલ તરીકે પોલીસમાં ભરતી થયા હતા. પછી અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં રેવન્યુ વિભાગમાં કારકુન તરીકે કામ કર્યું હતું. ગુજરાતમાં સરકારી વિભાગોમાં ચાલતા ભ્રષ્ટાચાર જોઈને 2017માં નોકરીમાંથી રાજીનામુ આપ્યું હતું. 2017 થી 2019 વચ્ચે પાટીદાર આંદોલનમાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. ગોપાલ ઇટાલિયાએ ગુજરાતમાં શિક્ષણ, આરોગ્યમાં સુધારો કરવા માટે સેમીનાર કરવાના શરૂ કર્યા હતાં.

ભાજપ અને કોંગ્રેસ ભાગીદારી

ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ભાગીદારીથી ભ્રષ્ટાચારની સત્તા ચલાવે છે. 60-40 જેવી ભાગીદારી છે. કેટલીય સ્કૂલોમાં, સંસ્થાનોમાં તગડી ફી વસુલવામાં આવે છે જેમાં આ લોકોની મિલીભગત છે. રાજ્યમાં જનતા બીજેપી અને કોંગ્રેસથી કંટાળી છે. આગામી સમયમાં આમ આદમી પાર્ટી શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર જેવા મુદ્દાઓ પર રાજ્યમાં આંદોલન કરશે અને જનતા જાગૃતિની કરવામાં આવશે.

ગુજરાતમાં ત્રીજી પાર્ટી 

ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે હેરાન થતા વાલીઓ, બાળકો અને સરકારી નોકરી માટે અનેક પ્રકારના યુવાઓ જે આંદોલન કરી રહ્યા છે તે જ યુવા આમ આદમી પાર્ટીનો ચેહરો હશે. તો સાથે જ કહ્યું કે એક ભ્રમ ગુજરાતમાં બીજેપી અને કૉંગ્રેસની મિલીભગત એ અન્ય કોઈ પાર્ટીને આગળ વધવા નથી દીધી. તો સાથે જ એક ભ્રમ ઉભો કર્યો છે કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી સફળ થતી નથી.

વિપક્ષ કોંગ્રેસ અને શાસક ભાજપ એક 

દિલ્હી સરકારના પ્રધાન અને ગુજરાતના પ્રભારી ગોપાલ રાયે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ એવો સમય છે કે વિપક્ષ કોંગ્રેસ અને શાસક ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય આગળ કઈ પાર્ટીમાં હશે તે નહીં ખબર અને ભાજપના ધારાસભ્ય કઈ પાર્ટીમાં હશે તેની પણ કોઈને ખબર નહીં. allgujaratnews.in

ચૂંટણીઓ લડશે

આમ આદમી પક્ષ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડશે. 6 મહાનગર પાલિકા અને 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી લડશે. 70 ટકા ટીકીટ એવા યુવકોને આપવામાં આવશે જે પક્ષ અને વિપક્ષની કામગીરીથી હેરાન છે. 1 જુલાઈ 2020 સુધીમાં ગુજરાતમાં સંગઠનનું માળખુ બનાવી દઈશું. લોકોના મુદ્દે આગામી દિવસે રસ્તા પર ઉતરીને આંદોલન કરી શકાય. ગોપાલ ઈટાલીયા અને તેનો પક્ષ આ ચૂંટણીઓ લડશે. આમ આદમી પાર્ટીના પ્રમુખ પ્રો.કિશોરભાઈ દેસાઈ તેમજ ઉપ-પ્રમુખ ભેમાભાઈ ચૌધરી છે. allgujaratnews.in

આપ આદમી પક્ષમાં જોડાનારા કેટલાંક નેતાઓ આંદોલનો કરે છે પણ પછી બેસી જાય છે. તેના બે બનાવો નોંધપાત્ર છે. ટોરેન્ટ પાવર સામેનું આંદોલન અને દૂધની ડેરીઓ સામેનું આંદલન. અને બીજા એવા 3 આંદોલનો પણ છે. ગોપાલ ઈટાલીયા માટે આ પડકાર છે. allgujaratnews.in