સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યું તો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી
સરકારે ગરીબોને વિનામુલ્યે અનાજ આપ્યુંતો નવસારીની બહેનોએ અડધુ અનાજ દળાવીને તેની રોટલી બનાવી દાનમાં આપી. લોકડાઉનના સમયમાં દરેકને અનાજ સહિત વિવિધ વસ્તુની જરૂર પડતી હોય છે. તેવા સમયે ખાસ કરીને ગરીબોને ભોજનની વ્યવસ્થા થઇ રહે તે માટે સરકારે બીપીએલ કાર્ડ ધારકોને વિનામુલ્યે ઘઉ, ચોખા, દાળ વિગેરે આપ્યુ હતુ. નવસારીની દશેરા ટેકરી વિસ્તારની 13 જેટલી બહેનોએ સરકાર દ્રારા તેમને અપાયેલા ઘઉમાંથી દરેકે ત્રણ થી ચાર કિલો ઘઉદળાવીને તેની 1200 જેટલી રોટલી બનાવી આર. એસ. એસ. સંસ્થાને ફુડ પેકેટ માટે મોકલી આપી હતી. બહેનોએ પોતાની જરૂરીયાત હોવા છતા થોડા માં થોડુ ચલાવીને બીજા ભુખ્યાને ભોજન કરાવવાની પ્રેરણા આપી દાનનુ મહત્વ સમજાવ્યું હતું.