રાજ્યના માર્કેટયાર્ડ ૧૫ એપ્રિલથી શરૂ કરવાની અનુમતિ આપી હતી.
રાજ્યભરના માર્કેટ યાર્ડમાં વેચાણ માટે આવેલ અનાજની વિગતો આપતા જણાવ્યું કે, સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં તા.૨૩મી મે સુધીમાં કુલ ૬૬ લાખ ૪૯ હજાર ૨૫૪ ક્વિન્ટલ અનાજ ખેડૂતો વેચાણ માટે લાવ્યા છે.
આ અનાજમાં ૧૯,૩૭,૧૬૧ ક્વિન્ટલ ઘઉં ૧૪,૬૬,૪૯૨ ક્વિન્ટલ એરંડા, ૩,૫૩,૧૮૨ ક્વિન્ટલ કપાસ તેમજ ૧,૮૩,૭૯૪ ક્વિન્ટલ તમાકુ અને ૨,૮૫,૧૯૭ ક્વિન્ટલ ચણા મુખ્યત્વે ખેત ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
આ માર્કેટયાર્ડમાં ખરીદી અને વેચાણની પ્રક્રિયા દરમિયાન કોરોના સંક્રમણ નિયંત્રણ સુરક્ષા માટે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ, સેનીટાઈઝરનો ઉપયોગ તેમજ માર્કેટયાર્ડમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગની પણ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવેલી છે.
રાજ્યના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ઘઉં અને તુવેર તેમજ રાયડો અને ચણાની ખરીદી પ્રક્રિયા ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ અને ગુજકોમાસોલ દ્વારા શરૂ કરવામાં આવી છે તેની પણ વિગતો આપી હતી.
ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા ૨૩,૪૩૭ મેટ્રિક ટન ઘઉં તેમજ ૧૧,૫૮૩ મેટ્રીક ટન તુવેરની ખરીદી અત્યાર સુધીમાં કરવામાં આવેલી છે.
ગુજકોમાસોલ પણ રાજ્ય સરકાર વતી ચણા અને રાયડાની ખરીદી કરે છે તે અંતર્ગત ૭૩,૫૭૪ ચણા અને ૧૨,૨૧૩ મેટ્રિક ટન રાયડો ખરીદ થયો છે.
લોકડાઉનને કારણે ખેડૂતોના ખેત ઉત્પાદન વેચાણ પ્રવૃત્તિને જે વિપરીત અસર પડી હતી તેમાંથી હવે આ લોકડાઉન-૪માં અપાયેલી વ્યાપક છૂટછાટોને પરિણામે રાહત થતા ધરતીપુત્રોને પણ પોતાના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ સાથોસાથ આર્થિક આધાર પણ મળતો થયો છે.