ધૂળેટીએ માર્ગ અકસ્માત 78 ટકા વધી ગયા, ભાંગની અસર
રંગોના તહેવારોમાં લોહીની હોળી ખેલાઈ
-
માર્ગ અકસ્માતોમાં વધારો: ધૂળેટીના દિવસે રાજ્યમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં 78% નો વધારો નોંધાયો હતો. સામાન્ય રીતે રોજના સરેરાશ 257 અકસ્માતો થાય છે, જ્યારે ધૂળેટીના દિવસે આ સંખ્યા 458 સુધી પહોંચી હતી.
-
મેડિકલ ઇમરજન્સી કેસોમાં વધારો: ધૂળેટીના દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં મેડિકલ ઇમરજન્સી કોલ્સમાં 30% નો વધારો થયો હતો. કુલ 3,485 કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માત સંબંધિત હતા.
-
ભાંગનો નશો અને તેની અસર: હોળી અને ધૂળેટી દરમિયાન ભાંગનો નશો કરવાનું પરંપરાગત છે. પરંતુ આ નશાના કારણે લોકોની સાવધાનીઓમાં ઘટાડો થાય છે, જે માર્ગ અકસ્માત અને અન્ય ઇમરજન્સી ઘટનાઓમાં વધારો કરે છે.
સાવધાનીઓ:
-
નશા હેઠળ વાહન ચલાવવાથી બચો: ભાંગ અથવા અન્ય નશીલા પદાર્થોનો સેવન કર્યા બાદ વાહન ચલાવવું જોખમી છે.
-
સાવધાન રહેો: તહેવારોના ઉત્સાહમાં પણ સાવધાનીઓનું પાલન કરવું જરૂરી છે.
-
સુરક્ષા નિયમોનું પાલન કરો: ટ્રાફિક નિયમોનું પાલન અને સુરક્ષા સાધનોનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
અમદાવાદ, 17 માર્ચ 2025
ગુજરાતમાં હોળી-ધૂળેટીના પર્વમાં મારામારી, માર્ગ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. રાજ્યમાં ધૂળેટીની સાંજ 6 વાગ્યા સુધીમાં આવેલા ફોન કોલમાં મેડિકલ ઈમરજન્સીના કેસમાં ૩૦ ટકા વધારો થયો હતો. માર્ગ અકસ્માતોમાં 78 ટકાનો વધારો થયો હતો. ધૂળેટીએ ભાંગનો નશો કરવાની હિંદુ તહેવારોમાં પરંપરા છે.
સામાન્ય રીતે રાજ્યમાં સરેરાશ રોજ 3735 ઈમરજન્સી કોલ્સ નોંધાતા હોય છે. માર્ગ અકસ્માતો 458 નોંધાયા હતા જે રોજ સરેરાશ 257 હોય છે. માર્ગ અકસ્માતોમાં 78 ટકાનો વધારો બતાવે છે.
ધૂળેટીના દિવસે 3485 મેડિકલ ઈમરજન્સી કોલ્સ આવ્યા હતા. જેમાંથી માર્ગ અકસ્માતની ઘટનાના સૌથી વધુ 715 કોલ્સ નોંધાયા હતા.3485 ફોન કોલ્સમાંથી 715 માર્ગ અકસ્માત હતા.
360 મારામારીના અને 209 સામાન્ય ઈજાના નોંધાયા હતા. અમદાવાદમાં સૌથી વધુ 95 માર્ગ અકસ્માતના ઈમરજન્સી કેસ નોંધાયા. અકસ્માતના કેસમાં અમદાવાદમાં 95, સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 30, ખેડામાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલ 23, ભરૂચ 23, વલસાડ 20, નવસારી 20, આણંદ 20 હતા.
ગુજરાતમાં 2025ની હોળી-ધુળેટીનો તહેવાર લોહિયાળ બનીને ગોઝારો બન્યો હતો.
બે દિવસમાં 21 લોકોના મોત નીપજ્યાં હતા.
માર્ગ અકસ્માતમાં 13 લોકોના મોત.
આગમાં 3 લોકોના મોત.
આપઘાત- ડૂબી જવાથી 5 લોકોના મોત.
રાજકોટની એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં આગ લાગતા 3ના મોત થયા હતા.
વડોદરામાં બે અકસ્માતમાં ચારના મોત થયા હતા. નશામાં ચૂર કારચાલકે 8 લોકોને અડફેટે લઈને ફૂટબોલની જેમ ફંગોળ્યા હતા. જેમાં ઘટનાસ્થળે જ હેમાલી પટેલ નામની મહિલાનું મોત થયું હતું. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
યુવકોએ ડ્રગ્સ લીધું હતું.
વડોદરાના પોર નજીક સુરતના એક પરિવારને ઝાડ સાથે કાર અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા હતા. પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
નડિયાદ
નડિયાદમાં બે અલગ-અલગ વાહન અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા.
જામનગર
જામનગરમાં કપાસ ભરેલા ટ્રકમાં કરંટ લાગતાં એકનું મોત થયું, 4ને ઈજા થઈ હતી.
જામનગર નજીક મોરકંડા ગામમાં હોળીની રાત્રે બોલાચાલીમાં હત્યા કરી દેવામાં આવી હતી.
રાજકોટ
આઈસરનું ટાયર ફાટતાં રાજકોટના બે યુવકના મોત થયા હતા.
બાવળા
અમદાવાદ-બાવળા હાઈવે પર કારની ટક્કરે સિક્યુરિટી ગાર્ડનું મોત થયું હતું.
લાઠી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે પતિએ ખુની ખેલ ખેલ્યો હતો. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરી વડે હત્યા કરી નાખી હતી.
અરેઠ
સુરતના માંડવી તાલુકાના અરેઠ ગામમાં અકસ્માત સર્જાતા ટ્રેક્ટરચાલક રમેશભાઈ મીચરાભાઈ ચૌધરી (ઉં.વ.58)નું મૃત્યુ થયું હતું.
ઉંઝા
વિસનગર તાલુકાના તરભ ગામમાં હોળીના પ્રસંગમાં જઈ રહ્યા હતા. કરલીથી તરભ ગામ જવાના રોડ પર જીઇબી સ્ટેશન નજીક એક અજાણ્યા વાહનચાલકે તેમના બાઇકને ટક્કર મારી હતી.
માંડવી
સુરતના માંડવીની કરંજ GIDCમાં યુવતીએ આપઘાત કરી લીધો હતો.
ગઢડા
બોટાદના ગઢડા નજીક કાળુભાર નદીમાં નાહવા પડેલા 2ના મોત થયા હતા. રાજસ્થાનના સિકર જિલ્લાના વતની અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.
નર્મદા કેનાલ
થરાદમાં ગુમ યુવતીનો નર્મદા કેનાલમાંથી ધુળેટીના દિવસે એક યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
બારડોલી
બારડોલીમાં પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.