રાહુલ ગાંધીના 19 જૂનના જન્મદિવસની ઉજવણી ગુજરાત કોંગ્રેસ નહીં કરે

અમદાવાદ, 19 જૂન 2020

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના જન્મ દિવસની ઉજવણી નહીં કરવાનો ગુજરાત કોંગ્રસ પક્ષે નિર્ણય કર્યો છે. રાહુલ ગાંધીના જણાવ્યા અનુસાર કોરોના મહામારીનું સંકટ તથા ભારત ચીન સરહદે દેશના બહાદુર વીર સપૂત જવાનો શહીદ થવાની ઘટનાથી આખો દેશ ખુબજ દુઃખી, ચિંતાતુર અને શોકમાં ઘેરાયેલો છે.

રાહુલ ગાંધી 19 જૂન 2020ના રોજ તેમના જન્મદિવસ પર તેઓ ઉજવણી નહીં કરે તેમજ તેમણે સૌને અપીલ કરી છે કે આ દિવસે ઉજવણીના કોઈ જ કાર્યક્રમના કરી તકલીફો, સમસ્યાઓનો સામનો કરી રહેલા જરૂરિયાતમંદ લોકો માટે મદદ અને રાહતકાર્ય કરવાની અપીલ કરી છે.

રાહુલ ગાંધી એ અપીલ કરી છે કે આ દિવસે આપણા બહાદુર જવાનોના સન્માનમાં નિસહાય અને ગરીબો માટે અનાજની કીટ વિતરણ કરવા તેમજ રાહતના રસોડા જેવા સેવાકીય કાર્યક્રમ ચલાવવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ ખાસ એમને ખાસ જણાવ્યું છે પક્ષના કાર્યક્રમો વિકટ સમયમાં નિસહાય- વંચિત અને તકલીફોનો સામનો કરી રહેલા લોકોને સેવાકીય હેતુથી કરવામાં આવનાર છે, જેમાં કેક કટિંગ, સૂત્રોચ્ચાર તેમજ શુભકામના સંદેશના બેનરો લગાવવા જેવી કોઈપણ ઉજવણી કોઈપણ સ્થાન પર કરવામાં ન આવે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, જિલ્લા કોંગ્રેસ સમિતિઓ, ફ્રન્ટલ- સેલ- ડિપાર્ટમેન્ટ તથા તાલુકા કોંગ્રેસ સમિતિઓ સેવાકીય કાર્યક્રમ શરૂ કરતાં અગાઉ શહીદ જવાનોની યાદમાં 2 મિનિટનું મૌન અને પ્રાર્થના કરવી.