[:gj]#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ 20 હજાર ટ્વીટ સાથે સોશિયલ મીડિયા પર છવાયો[:]

[:gj]અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2020

#વિકાસ_છુપાવી_દીધો_છે ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર છવાયો
ગુજરાતી ભાષામાં ટ્વિટર પર સતત 11 કલાક સુધી ૧૮૦૦૦+ ટ્વિટ સાથે નબર #૧ ટ્રેન્ડ

ગુજરાત કોંગ્રેસના સમગ્ર ગુજરાતનાં ગામેગામથી સોશિયલ મીડિયાના તથા દરેક પદાધિકારીઓએ પોતાના શહેર-ગામના અધૂરા રહેલા વિકાસના કાર્યો, રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના ફોટા તથા વિડીયો સોશિયલ મીડિયાના દરેક માધ્યમ ફેસબૂક, ટ્વીટર , ઇન્સ્ટાગ્રામ તથા હેલો પર મૂકીને વ્યંગયાત્મક રીતે ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના વિસ્તારમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

કારણ કે, ગુજરાતમાં માત્ર એક વિસ્તારમાં ટ્રમ્પ આવવાના હોવાથી વર્ષોના અધૂરા કાર્યો જાદુઈ રીતે થઈ જતાં હોય તો સમગ્ર ગુજરાતમાં રોડ, પાણી, ગટર, ગંદકી, વીજળી વગેરેના અટકેલાં કામો પણ પ્રેસિડંટ ટ્રમ્પના આવવાથી થઈ જાય તેવો આશાવાદ સેવ્યો હતો અને #વિકાસ_છુપાવી_દીધો_છે (રીજનલ લેન્ગ્વેજમાં હોવા છતાં) સોશિયલ મીડિયા પર સતત 11 કલાક સુધી નબર #૧ ટ્રેન્ડ તરીકે છવાયો હતો.

તો તેમની આ મુલાકાત દરમિયાન કરાઈ રહેલા ખર્ચ મામલે પણ વિવાદ થઈ રહ્યો છે. તો અગાઉ ઘણા મીડિયામાં જેમાં ‘ગુજરાત મૉડલ’ની ઝાટકણી કઢાઈ હતી અને લખાયું હતું કે ટ્રમ્પથી ગરીબી છુપાવવા માટે 130 કરોડ રૂપિયાનો ખર્ચ કરાઈ રહ્યો છે. ટ્રમ્પ અમદાવાદમા જે વિસ્તારમાં આવવાના છે ત્યાના વર્ષોથી અધૂરા રહેલા વિકાસના કામો પૂર જોશથી થઈ ગયા છે.

ગુજરાત સરકારના અધિકારીઓ જણાવે છે કે અમદાવાદમાં ટ્રમ્પ ત્રણ કલાકમાં 350 કરોડ રૂપિયાનો ખર્ચ થયું છે. અંદાજે 12 હજાર પોલીસ અધિકારી તહેનાત હતા. રટ્રમ્પની મુલાકાત દરમિયાન થનારા સુશોભનમાં વપરાતાં ફૂલ પાછળ આશરે સાડા ત્રણ કરોડ રૂપિયા ખર્ચ થવાનો છે.

સોશિયલ મીડિયા યુઝર દ્વારા કેટલીક પ્રસિદ્ધ ટ્વીટનું સંકલન દર્શાવેલ છે.

ये फर्जी डिग्री वाले डॉक्टर है जनाब..ज़ख्म का इलाज़ ना कर सके तो पट्टी से ही ढंक दिया..

#વિકાસ_છુપાવી_દીધો_છે
ડ્રમ વગાડી ને તીડ ભગાડવા વાળી સરકાર..હવે ટ્રમ્પ બોલાવી ને વિકાસ જગાડે છે..

#વિકાસ_છુપાવી_દીધો_છે
ग़रीबी को तो ठीक मोदीजी ने तो पानी को भी पानी से ढंक दिया..

#વિકાસ_છુપાવી_દીધો_છે
जैसे हमारे यहां आज भी सैनेटरी पेड अख़बार के पन्नो में छिपा कर दिए जाते है..
ऐसे ही मोदीजी देश के विकास को दीवारों के पीछे छिपा कर ट्रंपजी को दिखा रहे है..

#વિકાસ_છુપાવી_દીધો_છે
સરકાર ની વિપર્યાય નિતી સરકાર બનાવા ગરીબી બતાવવી વિકાસ બતાવા ગરીબી છુપાવવી

#વિકાસ_છુપાવી_દીધો_છે
Some Famous Walls એક દીવાલ ચીન એ બનાવી, એક દીવાલ અકબર એ બનાવી, અને એક દીવાલ “સંવેદનશીલ સરકાર” એ બનાવી

#વિકાસ_છુપાવી_દીધો_છે
જો આવી જ રીતે દીવાલો બનતી રેહશે ..તો અમદાવાદ હવે દરવાજાઓનું શહેર નહી પણ દીવાલોનું શહેર તરીકે ઓળખાશે..

#વિકાસ_છુપાવી_દીધો_છે
गुजरात मॉडल की शरुआत कहा से करे?? “Smart wall” से

#વિકાસ_છુપાવી_દીધો_છે
સરકારની વિ(દેશ) નીતિ શું આવી મુલાકાતોથી જ વિકાસના અટકેલા કામો પૂરા થશે? જો એવુ જ હોય તો આવી મુલાકાતો દર ૬ – ૮ મહિને થવી જ જોઈએ ભલે ૧૩૦ કરોડ ના ખર્ચનું ભારણ પ્રજા પર આવતું પરંતુ પ્રજાજનો એ ભરેલા વિવિધ ટેક્સ નેતાઓના ખિસ્સામાં નહિ પણ રસ્તાઓ સુધારવા, ગંદકી દૂર કરવા અને વિવિધ પ્રજાલક્ષી કાર્યોમાં વપરાશે. શું કહેવું છે તમારું મિત્રો?..

#વિકાસ_છુપાવી_દીધો_છે
जिन लोगो की आबादी इस देश में सबसे ज्यादा है उनको ही दीवारों के पीछे कर दिया .. अब कहा से लाओगे 7000000 लोग..

#વિકાસ_છુપાવી_દીધો_છે
“व्यापार (deal) तो गुजराती के खून में होता है” पर इस गुजराती ख्यातनाम जोड़े को एक गोरे ने धोखा दिया आज इस्ट इंडिया और ब्रिटिश शासन की फिर से याद आ गई No trade deal

#વિકાસ_છુપાવી_દીધો_છે
जिन लोगो की आबादी इस देश में सबसे ज्यादा है उनको ही दीवारों के पीछे कर दिया ..
अब कहा से लाओगे 7000000 लोग..

#વિકાસ_છુપાવી_દીધો_છે
સંવેદનશીલ સરકારનો નિર્ણય: સરકારી નોકરીઓની ભરતીમા હવે કડિયા કામની ભરતી પણ કરવામાં આવશે (ભરતી કોન્ટ્રાક્ટ પર કરવામાં આવશે , જ્યારે વિદેશી મહેમાનો આવવાના હોય ત્યારે જ )

#વિકાસ_છુપાવી_દીધો_છે
“अतिथि देवो भव:” જે કામની અરજીઓ કરી કરીને થાક્યા તે કામો રાતોરાત પૂરા થયા છે.
આ અતિથિની મુલાકાત ખરેખર દેવતા સમાન લાગે છે.

#વિકાસ_છુપાવી_દીધો_છે
ટ્રમ્પના આવવાથી ખુબ જ ખુશ થયેલો વિકાસ દિવસેના વધે એટલો “રાત્રે” વધી રહ્યો છે

#વિકાસ_છુપાવી_દીધો_છે
ट्रम्प आया डम्प गया

#વિકાસ_છુપાવી_દીધો_છે
ટ્રમ્પના આવવાથી ચિરનિંદ્રામાં સુતેલો વિકાસ અચાનક “અર્ધનિંદ્રા”માં જાગ્યો છે (નિંદર પૂરી કરવા થોડા દિવસમાં ફરીથી સૂઈ જવાની રાહમા છે)[:]