ઘઉંમાં ઓછી ઉત્પાદકતાના કારણે 20 હજાર કરોડનું ખેડૂતોને નુકસાન થયું

ગુજરાતના ખેડૂતોએ ઓછી ઉત્પાદકતાં મળવા ઉત્તર ભારતના ખેડૂતો કરતાં રૂ.20 હજાર કરોડનું ઉત્પાદન ગુમાવવું પડ્યું હતું

ગાંધીનગર, 28 ઓક્ટોબર 2020

ઘઉંની વધુ ઉત્પાદન આપતી જાતો શોધવા વિજ્ઞાનીઓ માટે મોટો પડકાર છે. ગુજરાતમાં ઘઉંનું હેક્ટર દીઠ 3100 કિલો સરેરાશ ઉત્પાદન મળે છે. સારી જાત અને માવસત હોય તો 4500 કિલો મળે છે. તેનાથી વધું ઉત્પાદન થઈ શકતું નથી. ગુજરાતના વિજ્ઞાનીઓએ એવી કોઈ સારી જાત વિતસાવી નથી કે જે 10,000 કિલો ઘઉં પેદા કરી શકે. પણ ભારતમાં અનેક વેરાઈટી એવી છે કે જે 8200 કિલોથી 9700 કિલો ઘઉં પેદા કરી આપે છે.

ઉત્તર ભારતમાં એક હેક્ટર દીઠ 5000 કિલો ઘઉં પાકે છે. ગુજરાતમાં 3100 કિલો પાકે છે. આમ એક હેક્ટર દીઠ 1900 કિલોનું નુકસાન ગુજરાતના ખેડૂતો ભોગવી રહ્યાં છે. તેથી ઉત્તર ભારતના ખેડૂતો સામે ગુજરાતના ખેડૂતો ભાવમાં ટકી શકતા નથી. જો ગુજરાત સરકાર, કૃષિ વિભાગ, 4 કૃષિ વિશ્વ વિદ્યાલય, કૃષિ વિજ્ઞાનીઓ અને ખેડૂતો ઘઉંનું ઉત્પાદન નહીં વધારે તો મોટું નુકસાન થઈ શકે છે.

2019-20માં એટલે કે ગયા વર્ષે 13.83 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું એમ સરકાર કહે છે. તે વર્ષે સારી ઉત્પાદકતાં સરકારે બતાવી છે. તેમ છતાં 983 કરોડ કિલો ઘઉંનું ઉત્પાદન ગુમાવવું પડ્યું છે. જેનો કિલોનો ભાવ રૂ.20 ગણવામાં આવે તો 19660-20,000 કરોડનું ઉત્પાદન નુકસાન થયું છે. કોઈ પણ પ્રદેશ માટે આ મોટી રકમ છે. રૂ.20 હજાર કરોડના ઘઉં જો આ રીતે ઓછા ઉત્પાદનથી ગુમાવવા પડે તે ગંભીર કટોકટી બતાવે છે. તુરંત ઊંચા ઉત્પાદન આપતાં ઘઉંની જાતો વિકસાવવા માટે કૃષિ વિભાગે નક્કી કરવું પડે એવી સ્થિતી છે.

ઊંચુ ઉત્પાદન આપતી જાતો

ભારતમાં ઘઉંની 314 જાતો છે. જેમાં ગુજરાતમાં 3 જાત છે. પ્ટીટીકમ એસ્ટીવમ પિયત, ટ્રીટીકમ ડ્યુમર બિન પિયત, ટ્રીટીકમ ડાયકોકમ – પોપટીયા જાતો છે.

ભારતમાં 10 હજાર કિલો

ભારતમાં ડી બી ડબલ્યુ 303 – 9740 કિલો, ડબલ્યું એચ 1270 જાત 9150 કિલો, ડી બી ડબલ્યુ 222 જાત 8200-8210 કિલો, ડીબી ડબલ્યુ 187 જાત 9660 -10000કિલો એક હેક્ટરે ઉત્પાદન આપે છે.

4450-4500 કિલોનું એક હેક્ટર દીઠ ઉત્પાદન

પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના તેરાઇ ક્ષેત્ર, જમ્મુ અને કાશ્મીરના જમ્મુ અને કઠુઆ જિલ્લા અને હિમાચલ પ્રદેશના ઉના જિલ્લા અને પાંતા ખીણ દેશનો સૌથી ઉત્પાદક કૃષિ ક્ષેત્ર છે, ઘઉંનું વાવેતર લગભગ 12.33 મિલિયન હેક્ટર વિસ્તારમાં થાય છે. આ ક્ષેત્રમાં સૌથી વધુ 57.83 મિલિયન ટન ઘઉં પાકે છે. આ પ્રદેશમાં ઘઉંની સરેરાશ ઉત્પાદકતા હેક્ટરે 44.50 ક્વિન્ટલ છે.

છેલ્લા કેટલાક વર્ષોથી, ઘઉંની જાતોના એચડી 3086 અને એચડી 2967 મોટા પ્રમાણમાં આ વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. આ જાતોના સ્થાને ડીબીડબ્લ્યુ 187 (કરણ વંદના), ડીબીડબ્લ્યુ 222 (કરણ નરેન્દ્ર) અને એચડી 3226 (પુસા યશસ્વી) વગેરેનાં બીજ આપવામાં આવે છે. ઉચ્ચ ઉત્પાદન ક્ષમતા અને રોગ પ્રતિરોધક જાતો ડીબીડબ્લ્યુ 303 અને ડબ્લ્યુએચ 1270 ને પણ મંજૂરી આપવામાં આવી છે.

3600 કિલો ઉત્પાદન ગુજરાત ક્ષેત્રમાં

આ કૃષિ વિસ્તારો મધ્ય પ્રદેશ, છત્તીસગ, ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બુંદેલખંડ વિસ્તાર (ઝાંસી અને ચિત્રકૂટ વિભાગો)ના કોટા અને ઉદેપુર છે. આ વિસ્તારમાં ઘઉંનું વાવેતર આશરે 6.84 મિલિયન હેક્ટર છે અને ઉત્પાદન 21.99 મિલિયન ટન છે. આ પ્રદેશમાં ઘઉંની સરેરાશ ઉત્પાદકતા આશરે 36.55 ક્વિન્ટલ એક હેક્ટરે છે. તેના કરતાં પણ ગુજરાતનું ઉત્પાદન સૌથી નીચું છે.

ઘઉંની ભલામણ કરેલી ઉત્પાદન તકનીક અપનાવીને 49.61 ક્વિન્ટલ એક હેક્ટર ઉત્પાદન થઈ શકે છે. તેમ છતાં ગુજરાતમાં એટલું ઉત્પાદન લેવા માટે 4 કૃષિ વિશ્વ વિદ્યાલય અને કૃષિ નિયામક કોઈ રસ બતાવતાં નથી.

ગુજરાતની ઘઉંની ઉત્પાદકતા 3100 કિલોની

1967માં બહાર પડેલી કલ્યાણ સોના 3600થી3800 કિલોની છે તે આજે ગુજરાતમાં ઉગાડવામાં આવે છે. છેલ્લે 2006માં નવી જાત GW ઘ66 છે જેનું ઉત્પાદન હેક્ટરે 4800-5200 છે. લોક-1 4500થી 5000 કિલો, રાજ-1555 ડ્યુરમ 4000-5000 કિલો ઉત્પાદગન આપે છે. GW 496, GW 503, GW 190, GW 273, GW1139, GW173 -સોનેરી- જાતો ઉગાડવાની કૃષિ વિભાગે ભલામણ કરી છે.

રસાયણનો ભરપુર ઉપયોગ

ઘઉંમાં વ્યાપક રીતે રાસાયણિક ખાતર નાંખવામાં આવે છે. જેમાં હેક્ટર દીઠ 60 કિલો નાઈટ્રોજન અને ફોસ્ફરસ વાવતી વખતે જમીનમાં નંખાય છે. ઝીંક સલ્ફેટ 25 કિલો, પોટાશ 10 કિલો, મળીને ઘઉંના પાકમાં કૂલ 150 કિલો રાસાયણિક ખાતર એક હેક્ટર દીઠ નાંખવામાં આવે છે.  આમ ગુજરાતમાં 16 કરોડ કિલો રાસાયણિક ખાતર વાપરવામાં આવે છે. ગુજરાતના પ્રત્યેક વ્યક્તિ દીઠ 2.50 કિલો ખાતર વપરાય છે. ગુજરાતમાં 436 કરોડ કિલો ઘઉં પેદા થાય છે.

15.88 કરોડ કિલો ખાતર વાપરવામાં આવે છે. જે ગુજરાતની માથાદીઠ 3 કિલો ખાતર થાય છે. જેમાંથી હાનીકારણ તત્વો ગુજરાતની મોસમને ખરાબ કરી રહ્યા છે. 250 કરોડ કિલો ઘઉં ગુજરાતમાં પેદા થાય છે તેમાં 16 કરોડ કિલો રાસાયણિક ખાતર વાપરવામાં આવી રહ્યાં છે. 5000 કિલો ઘઉં પેદા કરવા માટે 100-150 કિલો નાઈટ્રોજન, 70-80 કિલો ફોસ્ફરસ, 125-150 કિલો પોટાશ વપરાય છે.

 

ગુજરાતમાં ઘઉંનું વાવેતર અને ઉત્પાદકતા
વર્ષ વાવેતર હેક્ટર ઉત્પાદન મે.ટન ઉત્પાદકતા હેક્ટરે કિલો
1949-50 407800 231600 568
1962-63 361700 279800 774
1972-73 375400 555400 1479
1980-81 616500 1275700 2069
1990-91 608700 1295900 2129
2000-01 357500 786000 2199
2005-06 916000 2473000 2700
2008-09 1091400 2592600 2375
2010-11 1588600 5013400 3156
2013-14 1442288 4607992 3194
2014-15 1171449 3293488 2811
2015-16 857696 2325850 2700
2016-17 999370 2757755 2759
2017-18 1059000 3068000 2898
2018-19 797160 2466710 3020
2019-20 1382990 4363910 3155
જિલ્લા પ્રમાણે ઉત્પાદકતા
જિલ્લો હેક્ટર ઉત્પાદનટન ઉત્પાદકતા
સોમનાથ 39044 148106 3793
જૂનાગઢ 33979 125117 3682
રાજકોટ 30861 113009 3662
અમરેલી 9249 31982 3458
મોરબી 15282 52457 3432
દ્વારકા 1301 4393 3376
ગાંધીનગર 29455 99226 3369
જામનગર 3785 3785 12697 3354
છોટાઉદેપુર 571 1908 3339
ભાવનગર 10572 33989 3215
મહેસાણા 67824 212224 3129
આણંદ 58824 181291 3082
વલસાડ 5 15 3080
પોરબંદર 5760 17656 3065
સુરેન્દ્રનગર 33732 101117 2998
કચ્છ 24200 639234 2858
બનાસકાંઠા 77104 230499 2989
નવસારી 172 479 2777
ખેડા 67560 186209 2756
પાટણ 37033 98791 2668
બોટાદ 7419 19840 2674
વડોદરા 22908 60413 2637
સુરત 4803 12583 2620
અરવલ્લી 64633 151565 2345
અમદાવાદ 136473 308031 2257
મહિસાગર 19116 42346 2215
તાપી 3333 7137 2141
નર્મદા 1348 2862 2123
દાહોદ 43825 83477 1905
પંચમહાલ 15665 26891 1717
ભરૂચ 20938 35356 1689
ગુજરાત 971948 2724880 2804
નોંધ – અધિકારીઓ ખેતરમાં ગયા વગર આ આંકડાઓ મેળવેલા છે. ઉત્પાદકતા કિલોમાં છે, હેક્ટર વિસ્તાર છે,