સૂર્ય વીજળીનાં ઉત્પાદનમાં દેશમાં ગુજરાત અને ગુજરાતમાં રાજકોટ પ્રથમ 

Gujarat first in home solar energy production in the country, in Gujrat, Rajkot देश में घर सौर ऊर्जा उत्पादन में देश में गुजरात और गुजरात में राजकोट पहले स्थान पर

30 નવેમ્બર 2023

રાજકોટનાં પ્રજાજનોએ 213 મેગાવોટ વીજળી સૂર્યઉર્જા થકી મેળવી સૌરાષ્ટ્ર-કચ્છમાં 1,51,000 ઘરમાં સોલાર રૂફટોપ વીજ ઉત્પાદન ઘર બનાવી દીધા છે.
ગુજરાતમાં 2019થી શરૂ કરવામાં આવેલી સુર્ય ગુજરાત યોજના (સોલાર રૂફટોપ)માં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અત્યાર સુધી 1,51,946 ઘરમાં સોલાર સિસ્ટમ નાંખી 456.42 મેગાવોટનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 1.51 લાખ સોલાર રૂફટોપ યોજનામાં 874 કરોડ 59 લાખની સબસીડી સરકાર દ્વારા ચૂકવવામાં આવી છે.

3 કિલો વોટમાં કિંમતના 40 ટકા સબસીડી, 3 કિલોવોટથી વધુ અને 10 કિલો વોટ સુધી 20 ટકા સબસીડી આપવામાં આવે છે, આ ઉપરાંત ગ્રુપ હાઉસીંગ સોસાયટી, રેસીડેન્સિયલ વેલ્ફેર એસોસિએશન, કોમન સુવિધાના વીજ જોડાણ ઉપર ઘર દીઠ 10 કિલોવોટની મર્યાદામાં 20 ટકા સબસીડી સરકાર દ્વારા આપવામાં આવે છે.

દર યુનિટના રૂા. 2.50 વળતર આપે છે. સરકાર સીધુ જ બેંક એકાઉન્ટમાં દર મહિને પૈસા જમા કરાવી આપે છે. રાજકોટમાં 58,000થી વધુ ઘરમાં સોલાર સિસ્ટમથી 342 કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરમાં 18537, કચ્છમાં 15072, જામનગરમાં 11925 અને જૂનાગઢમાં 11543 ઘરમાં સોલાર સિસ્ટમ ફિટ કરવામાં આવી છે. જયારે સૌરાષ્ટ્ર-કચ્છના અન્ય જિલ્લામાં નહીવત પ્રમાણમાં ઘરમાં સિસ્ટમ ફિટ કરવામાં આવી છે.

માર્ચ 2023માં સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ફેઝ-2 હેઠળ ગુજરાત પ્રથમ રાજ્ય છે. રહેણાંક હેતુ માટે 1862 મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી છે. તે પૈકી 1507.71 મેગાવૉટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે. એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 81 ટકા ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે.

4 લાખ 11 હજાર 637 સોલાર સિસ્ટમને રૂ. 2608 કરોડ સબસિડી ચુકવવામાં આવી છે. વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂ. 2.25 ના દરે ખરીદવામાં આવે છે. 3 કિલોવૉટ સુધી નિયત કરેલ કિંમતના 40 ટકા સબસિડી છે.

સોલાર રૂફટોપ માટે 723 એજન્સીઓને નિયત કરાઈ છે. નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. છે.