ઇંડાહારી ગુજરાત, કાળો કુકડો કડકનાથનું બધું જ કાળુ, તેના ઇંડા, માંસ અને લોહી કાળા, અનેક રોગની દવા તરીકે ખવાય છે

ગાંધીનગર, 11 ઓક્ટોબર 2020

ગુજરાતમાં એક ખાસ કાળા પ્રકારના મરઘાની ભારે માંગ છે. શિયાળો આવતાં કડકનાથ જાતના આ કાળ કુકડાના ઇંડા અને તેનું માંસ ખાવા ભારે ક્રેઝ છે. કારણ તે મરઘાનું માંસ અને લોહી કાળું હોય છે. તેના ઇંડા અનેક પ્રકારના રોગ મટાડે છે. કેન્સર અને હ્રદય રોગ મટાડે છે. તેથી આ મરઘા મોં માંગી કિંમતે લોકો ખરીડવા પડાપડી કરે છે અને તે ખરીદવા માટે 6 મહિના સુધી વેઈટીંગ લીસ્ટમાં એડવાન્સ પેમેન્ટ સાથે માંગી રહ્યાં છે. કારણ કે તે અનેક રોગોમાં ફાયદાકારક છે. થોડા દિવસથી મોંઘા ડુંગળી અને લસણને લીધે, તેની માંગમાં ઘટાડો થયો છે. હવે શિયાળો શરૂ થયો હોવાથી કાળા કુકડા કડકનાથની માંગ વિકળશે.

અમ તો ગુજરાતમાં અનેક જાતની મરઘી છે. જેમાં દેશી મરઘી વર્ષમાં 114થી 178 ઇંડા આપે છે. સુધારેલી જાતની મરઘી 287થી 336 ઇંડા આપે છે.

માંસાહારી ગુજરાત

દેશી મરઘીના 23 કરોડ ઇંડા અને સુધારેલી જાતની મરઘીએ 163 કરોડ ઇંડા મળીને કુલ 185 કરોડ ઈંડા 2018-19માં ગુજરાતના લોકો ખાઈ ગયા હતા. વર્ષે 3 કરોડ મરઘીનું માંસ ગુજરાતના લોકો ખાઈ જાય છે. ગુજરાતમાં માથા દીઠ 27 ઇંડા વર્ષે ખવાય છે. ભારતમાં વર્ષે 10 હજાર કરોડ  ઇંડા ખવાય છે. ભારતમાં માથાદીઠ ઇંડા 74 ખવાય છે. ગુજરાત વર્ષે 3 કરોડ મરઘીનું માંસ ખાય છે. જે 30 હજાર ટન ચિકન થાય છે. આમ ગુજરાત હવે અહિંસા ધરાવતું રાજ્ય રહ્યું નથી. કારણ કે ગુજરાતમાં 7.14 ટકાના દરે ઇંડાનો વપરાશ દર વર્ષે વધી રહ્યો છે. વર્ષ 2000 સુધી મરઘી કે ઈંડા ખાવાનું વલણ દર વર્ષે ઘટતું હતું. પણ 2001થી એક દશકામાં મોદી યુગમાં ઇંડા ખાવાનો વધારો 15.34 ટકા હતો. 2010થી 2018 સુધીમાં 4.38 ટકા વધારો થયો હતો. તેનું કારણ એ છે કે, રાજ્ય સરકાર 100 મરઘાનું ફાર્મ બનાવવું હોય તો રૂ.36 હજારની સહાય મરઘા ફાર્મ બનાવવા માટે આપે છે.

કડકનાથ મરઘા

કડકનાથના પાળેલો કૂકડો છે. તેની ત્રણ જાત છે. કડકનાથ મરઘાને મધ્યપ્રદેશના રતલામ અને પડોશી ગુજરાતના વડોદરાથી પેસેન્જર ટ્રેનોના સામાનના ભાગો દ્વારા સપ્લાય કરાય છે. તેના સ્વાદ અને ગુણોને કારણે તેની માંગ ખૂબ જ વધી રહી છે. લોકડાઉન પછી તેમની માંગ વધી છે. બે મહિનાનું વેઈટીંગ લીસ્ટ મરઘીના બચ્ચા માટે છે. કડકનાથ મરઘી મહિનામાં 15થી 20 ઇંડા મૂકે છે. તેમાં પોષક તત્વો મળી આવે છે.

ગુજરાત સરકારે કાળો કુકડો આપવાનું શરૂ કર્યું

ગુજરાતની જૈન એવી લઘુમતી કોમની અને બિનમાંસાહારી ગણી શકાય એવા જૈન મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની સરકાર કુકડાના ઇંડા અને તેનું માંસ ગુજરાતના લોકોને ખવડાવવા માટે એક અફલાતુન યોજના બનાવી છે. કુપોષણ સામે લડવા માટે ગુજરાતની સરકાર બાળક દીઠ 1 કડકનાથ મરઘી અને 10 ઇંડા આપે છે.  દાહોદમાં આ પ્રકારના ઇંડા આપવામાં આવી રહ્યાં છે. દાહોદમાં મોટા ભાગના લોકો માંસાહાર કરતાં નથી. પણ સરકાર માને છે કે ઇંડા એ માંસાહાર નથી. શાકાહારી છે. ગુજરાતના આદિવાસીઓ કડકનાથને કાળી માસી તરીકે ઓળખે છે.

લોહી અને માંસ પણ કાળુ

કડકનાથ મરઘાનું બધું જ કાળું હોય છે. લોહી, હાડકાં અને આખું શરીર કાળુ છે. ચામડી, ચાંચ, પગ, માંસ, પીછા, હાડકા, લોહી, ક્રેસ્ટ, જીભ, પગ, નેઇલ ત્વચા કાળા રંગના હોય છે.

ઔષધીય ગુણો

કડકનાથ જાતિના મરઘાની ભારે માંગ છે. ઔષધીય ગુણધર્મો, સૌથી ઓછી ચરબી, આકર્ષક કાળો રંગ, સ્વાદ વગેરે માટે જાણીતી છે. શિયાળો આવતાં ઇંડા અને માંસ ખાવામાં નોંધપાત્ર વધારો થાય છે. તેનો સ્વાદ બોઈલર અને દેશી ચિકન કરતાં પણ વધુ સારો છે. આયર્નથી સમૃદ્ધ છે, જેના કારણે તેનું માંસ કાળું છે.

હ્રદય અને ડાયાબિટીસ માટે ઇલાજ

કડકનાથના કાળા માંસમાં અન્ય જાતિના ચિકનની તુલનામાં ચરબી અને કોલેસ્ટરોલ નોંધપાત્ર પ્રમાણમાં ઓછું હોય છે, જ્યારે તેમાં પ્રોટીનની માત્રા ઘણી વધારે હોય છે. કાળા ચિકનમાં વિટામિન બી -1, બી -2, બી -6, બી -12, સી, ઇ, નિયાસિન, કેલ્શિયમ, ફોસ્ફરસ અને હિમોગ્લોબિન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. તેમાં પ્રોટીન વિપુલ પ્રમાણમાં હોય છે. ચરબી ખૂબ ઓછી હોય છે. 25 થી 27 ટકા પ્રોટીન જોવા મળે છે. જ્યારે અન્ય મરઘીઓમાં માત્ર 18 થી 20 ટકા પ્રોટીન જોવા મળે છે. ચિકનમાં 0.73 ટકા ચરબી હોય છે, જ્યારે અન્ય ચિકનમાં 13 થી 25 ટકા ચરબી હોય છે. કોલેસ્ટરોલની માત્રા 100 ગ્રામ દીઠ ચિકનના 184 મિલિગ્રામ છે, અન્ય મરઘીઓમાં 218 મિલિગ્રામ જોવા મળે છે. ચિકનમાં લિનોલીક એસિડ 24 ટકા છે. આયર્નનું પ્રમાણ ખૂબ વધારે છે, જેના કારણે તે મહિલાઓ માટે વધારે ફાયદાકારક છે. માંસ કેન્સરના દર્દીઓ, ડાયાબિટીઝના દર્દીઓ અને હૃદયના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે.

મધ્ય પ્રદેશ

વિશ્વમાં મધ્યપ્રદેશના ઝાબુઆ, ધાર અને અલીરાજપુરમાં જ જોવા મળે છે. કડકનાથ ભારતનો એકમાત્ર ડાર્ક-સ્કિન્સ રુસ્ટર છે. મધ્ય પ્રદેશના ઝાબુઆ અને અલીરાજપુરમાં તે વધારે જોવા મળે છે ત્યાંથી આસપાસના રાજ્યોમાં મોકલવામાં આવે છે.

ચિકન

કડકનાથ સામાન્ય ચિકનથી તદ્દન અલગ છે. કિલોના રૂ.500થી રૂ.1200નો ભાવ છે. મરઘી દીઠ રૂ.200-250નો ઉછેર ખર્ચ થાય છે. કડકનાથ મરઘા ચાર-પાંચ મહિનામાં તૈયાર થઈ જાય છે. બ્રોઇલર અને લેયર ફાર્મિંગની સાથે, કડકનાથ ચિકન ઉછેરતા રહ્યા છે.  અન્ય મરઘીઓની તુલનામાં, તે ફક્ત ચાર-પાંચ મહિનામાં તૈયાર થઈ જાય છે. તેની જાળવણી માટે ઓછા ખર્ચ થાય છે. આ રુસ્ટર 4 થી 5 મહિનામાં તૈયાર થઈ જાય છે.

ઇંડાનો ભાવ

બજાર બદલાતી રહે છે. તેનો એક ઇંડાનો રૂ.15થી લઈને રૂ.70 મળે છે. સાદા ઇંડા રૂ.7માં એક નંગ મળે છે.